+

શબ્દ અને સંગીત એકમેકનાં સાથીદાર

‘કાળજાનો કટકો રે...’ ‘કેરી ઓન કેસર’ નામની ગુજરાતી ફિલ્મમાં આ ગીત વાગે ત્યારે આપણું અસ્તિત્વ આ ગીતની સંવેદના સાથે જોડાઈ જાય છે. એ ગીતના સર્જક અને જાણીતાં નાટ્યલેખક સ્નેહા દેસાઈ તથા તેમના જીવનસાથી આલાપ દેસાઈ સાથેની વાતચીત આજે આપણે માણીએ. સંગીતક્ષેત્રે આદરભેર લેવાતું નામ એટલે આશિત-હેમા દેસાઈના દીકરા આલાપ દેસાઈ તથા આ યુગલનાં પુત્રવધૂ સ્નેહા દેસાઈ વિશે વાત કરવી છે. સૂર અને સંગીતà

કાળજાનો
કટકો રે…’ ‘કેરી ઓન કેસરનામની ગુજરાતી ફિલ્મમાં ગીત વાગે
ત્યારે આપણું અસ્તિત્વ ગીતની સંવેદના
સાથે જોડાઈ જાય છે. ગીતના સર્જક
અને જાણીતાં નાટ્યલેખક સ્નેહા દેસાઈ તથા તેમના જીવનસાથી આલાપ દેસાઈ સાથેની વાતચીત આજે આપણે માણીએ. સંગીતક્ષેત્રે આદરભેર લેવાતું નામ એટલે આશિતહેમા દેસાઈના દીકરા આલાપ દેસાઈ તથા યુગલનાં પુત્રવધૂ
સ્નેહા દેસાઈ વિશે વાત કરવી છે.


સૂર
અને સંગીતના માહોલમાં ઉછરેલા આલાપ દેસાઈ માટે સંગીત જાણે શ્વાસ લેવા જેટલું સહજ છે. સારા કમ્પોઝર
છે, સારા ગાયક અને અચ્છા તબલાં પ્લેયર છે અને પત્ની સ્નેહાના શબ્દોમાં લખીએ તો ક્લાસિક હ્યુમન
બીઈંગ છે.

આલાપ
દેસાઈ કહે છે, ‘જન્મથી મને વન્ડરફૂલ
વાતાવરણ મળ્યું છે. બોલતાં શીખ્યો પહેલાં
હું ગાતા શીખી ગયો હોઈશ. નાનો હતો ત્યારે એક રૂમનું ઘર
હતું. ઘરે શ્યામલસૌમિલ મુનશી, શોભિત દેસાઈ, વિક્રમ પાટીલથી માંડીને તમામ લોકો આવતાં રહેતાં. એમની સાથે રહી રહીને ઘણું બધું
શીખ્યો. અગાઉના સમયમાં કોઈ કલાકાર મુંબઈ આવે તો કોઈ હોટેલમાં
રહેતાં. અમારી ઘરે
રહેતાં. એમની સાથેની
ઉઠક બેઠકમાં મારી અંદર ઘણુંબધું સહજતાથી રોપાતું ગયું. મારાથી મોટાં લોકો સાથે રહેવાનું થતું
એટલે વહેવાર પણ
મારી જાતને ઘડવામાં બહુ કામ લાગ્યો.

ગાવાનું
અને સંગીતની ધૂન બનાવવાનું બંને કામ મને કરવું ગમે છે. કુદરતી રીતે રાગની ચાલ સૂરમાં બેસાડી શકું છું. ધૂન મનમાં સવાર હોય ત્યારે તો ઘરમાં જે મળે એને પહેલાં વહેલાં સંભળાવી દઉં. સામેવાળી વ્યક્તિ પછી હેમા હોય, (હેમાબેનને દીકરો અને વહુ હેમા કહીને સંબોધન કરે
છે.) પપ્પા હોય કે સ્નેહા હોય એમને મારા દિલમાં રમતી ધૂન 

સંભળાવું પછી મને શાંતિ થાય.’


સંગીત
સાથે જોડાયેલાં મમ્મીપપ્પા કોઈ સજેશન કરે?

આલાપ
દેસાઈ કહે છે, ‘ મારા અસ્તિત્વના
સર્જનહાર અને મારા સંગીતના સાથીદાર પણ ખરાં. એમનું સજેશન યોગ્ય લાગે તો માનું. યોગ્ય લાગે તો
પણ માનું.
બે એક્સપર્ટ લોકો મારા પર નેગેટીવલી નહીં પણ પોઝિટીવલી હાવી થઈ જાય છે. હેમા, પપ્પા અને હું એમ અમે ત્રણેય સ્ટેજ પર હોઈએ ત્યારે તબલાં હું વગાડું. મારું રેકોર્ડિંગ
હોય ત્યારે પણ વાજિંત્ર વગાડવાનો તથા ગાવાનો બંને આગ્રહ હું રાખું.’


આલાપ
દેસાઈએ સંગીતની સફર આમ તો ફક્ત ત્રણ વર્ષની ઉંમરે શરૂ કરી
દીધી હતી. સાત વર્ષની વયે સંગીત મહાભારતી નામની સંગીતની સંસ્થામાં તેમણે પંડિત નિખિલ ઘોષ અને દત્તા યેનડે પાસેથી તબલાની તાલીમ લીધી. ઉસ્તાદ અલારખા ઈન્સ્ટીટ્યૂટમાં ઉસ્તાદ અલારખા પાસેથી પણ 8 વર્ષ સુધી તબલા શીખ્યાં. ભારતીય ટેલિવિઝન સિરીયલ સાથે 11 વર્ષ સુધી જોડાયેલાં રહ્યાં. 2015ની સાલમાંપહેચાનનામનું તેમનું હિન્દી ગઝલનું આલબમ લોકોએ દિલથી વધાવી લીધું હતું. મમ્મીપપ્પા સાથે પણ તેમણે સંગીતના અનેક આલબમ તૈયાર કર્યાં છે. મમ્મીપપ્પા સાથે અમેરિકા, યુકે, સાઉથ આફ્રિકા, પોર્ટુગલ, દુબઈ, મસ્કત, સિંગાપોર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પરર્ફોમન્સ આપી ચૂક્યાં છે.


ગુજરાતી
સુગમ ગીત, ગઝલ, ગરબા, ભજન, હિન્દીઉર્દૂ ગઝલમાં તેમનો અવાજ લોકોએ પસંદ કર્યો છે. કાલિદાસના મેઘદૂત પર મ્યુઝિકલ પ્રોગ્રામ થયો ત્યારે તેનું કમ્પોઝીશન તેમજ પચાસથી વધુ આર્ટિસ્ટને આલાપ દેસાઈએ કન્ડક્ટ કર્યાં હતાં.


સંગીતની
દુનિયાના માણસ અભિનયના જાણકાર સ્નેહા દેસાઈને મળ્યાં કોલેજના ટેલેન્ટ શોમાં. સ્નેહાબેન આલાપ દેસાઈના જુનિયર હતાં. કોલેજના ટેલેન્ટ શોમાંથી યુનિવર્સિટીના યુથ ફેસ્ટીવલમાં આલાપભાઈએ પરફોર્મ કર્યું. ત્યાં તેમણે ગઝલ ગાઈ ખુદ સે કહું ખુદાસેકરું ક્યા બાત કરું…. એમાં તેમને ગોલ્ડ મેડલ મળ્યો અને પરફોર્મન્સ જોઈને
સ્નેહાબેને જાણે એમને દિલ દઈ દીધું.



પછીના દિવસોમાં બંનેને વારંવાર મળવાનું થતું.

સ્નેહા
દેસાઈ કહે છે, ‘બંનેની એકબીજાં સાથે કેમેસ્ટ્રી જેલ થાય છે વાતની મને
ખબર હતી. અમને ખબર પણ
હતી કે, અમારી વાત આગળ વધશે પણ ખરી. આજે અમારો દીકરો કવિત નવ વર્ષનો થઈ ગયો છે. સંગીત અને નાટકના માહોલ વચ્ચે ઉછરી રહેલો કવિત પિયાનો પર હાથ અજમાવે છે. પણ જો કોઈ જોઈ જાય તો પિયાનો વગાડવાનું
બંધ કરી દે છે.’


ઇન્ટર
કોલેજ સ્પર્ધામાં ભજવાતાં નાટકોમાં અભિયન કરતાં સ્નેહા દેસાઈ પ્રોફેશનલી નાટક ક્ષેત્રે પોતાની કારકિર્દી
અજમાવવા માગતાં હતાં. લેખનની દુનિયામાં તો અકસ્માતે આવી
ગયાં છે. કૉલેજ પૂરી થઈ પછી વ્યવસાયિક
રંગભૂમિમાં બ્રેક મળ્યો. ‘લજ્જા તને મારા સમ’, ‘ખેલૈયા’, ‘તમે આવ્યા અમે ફાવ્યા’, ‘પપ્પુ પાસ થઇ ગયો’, ‘સાત તેરી એકવીસ’, ‘મીરાં’, ‘ ચોક ચોવીસ’,
પ્રમેય’,
બ્લેક આઉટ’, ‘કોડ મંત્રજેવા નાટકોમાં અભિયન કર્યો છે. કોડ મંત્રમાં બેસ્ટ એકસ્ટ્રેસ તરીકેનો ટ્રાન્સમિડીયા 2015નો એવોર્ડ પણ મળ્યો છે. એક છોકરી સાવ અનોખી નામના નાટકમાં મુખ્ય અભિનેત્રીનો રોલ કરવાનો હતો. ડિસેબલ છોકરીનું પાત્ર ભજવવાનું હતું. એના રિહર્સલ ચાલુ થઈ ગયેલાં. ફિઝિકલ ટ્રેનર પણ રાખ્યો હતો. છાપામાં જાહેરાત પણ આવવા માંડી હતી કે, જુદાં
પ્રકારનું નાટક આવી રહ્યું છે. સાયકલ ચલાવવાનું શીખી. ડિસેબલ છોકરીની જિંદગી કેવી હોય, કેવી રીતે એનું રૂટીન ચાલતું હોય તમામ મુદ્દાઓ
ઉપર ઝીણામાં ઝીણી માહિતી મેળવીને તાલીમ લીધી. એક મહિના સુધી પ્રેક્ટિસ કરી.

સ્નેહા
દેસાઈ કહે છે, ‘પછી ખબર પડી કે, કવિત અમારી જિંદગીમાં આવવાનો છે. મારા અભિનયને એક જુદો આયામ અને
ઓળખ આપે એવું નાટક મારે છોડવું પડ્યું. અફસોસ થયો પણ કવિતનું આગમન મારા માટે વધુ મહત્ત્વનું છે એમ દિલથી સ્વીકારીને આનંદને જીવી
લીધો અને જીવું છું. બ્રેક લીધો દિવસોમાં મેં
લેખન પર હાથ અજમાવ્યો. હેમા સાથેમીરાંનામનું નાટક લખ્યું. પંદર વર્ષથી દુનિયા સાથે જોડાયેલી છું. આઠસોથી વધુ શો કર્યાં છે. પૃથ્વી થિયેટર અને NCPAમાં નિયમિત રીતે ભજવાતાં નાટકો સાથે આજે મુખ્યત્વે જોડાયેલી છું.’


સ્નેહા
દેસાઈએ દસથી વધુ ગુજરાતી ને હિન્દી સિરીયલ તથા નાટકો લખ્યાં છે. વર્લ્ડ સ્પેસ સેટેલાઈટ રેડિયોગુજરાતીમાં રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે. ચાર નાટકો ઈમેજ પબ્લીકેશને પુસ્તક તરીકે પ્રકાશિત કર્યાં છે. બ્લેક આઉટ અને કોડ મંત્ર નાટકો મરાઠીમાં પણ ભજવાય છે. મહારાષ્ટ્ર સરકારે મીરાં નામની મારી બુકને એવોર્ડથી નવાજી છે. એક મહેલ હો સપનોં કા, અખંડ સૌભાગ્યવતી, ઝાકળ ભીનાં સપના ધારાવાહિક લખી છે. મીરાં, કાનજીનો ,
મેઈડ ઇન અમેરિકા, કમાલ કરે છે પટેલ કેવી
ધમાલ કરે છે, બ્લેક આઉટ, થોડું લોજિક થોડું મેજિક, એક વાંકીચૂકી લવ સ્ટોરી, કોડ મંત્ર, અર્ધસત્ય, રેડી સ્ટેડી ગો! આમ દસેક નાટકો લખ્યાં છે. તમામે તમામ
નાટકોને કોઈને કોઈ કેટેગરીમાં એવોર્ડ મળી ચૂક્યાં છે. ઉપરાંત મિસિસ
તેંડુલકર, આર કે લક્ષ્મણ કી દુનિયા, એક દૂસરે સે કરતે હૈં પ્યાર હમ, બ્યાહ હમારી બહુ કા જેવી સિરીયલ માટે સંવાદ લેખન પણ કર્યું છે.


સ્નેહા
દેસાઈ કહે છે, ‘લેખનની દુનિયામાં છું પણ મને આકર્ષણ તો અભિયન તરફ વધુ રહે છે. લેખનમાં હું મારી સાથે બનતાં બનાવો, વાતોને ઘણી વખત વણી લઉં છું. કેટલાંક મિત્રો સાથે થયેલી ઘટના પણ મારાં લખેલાં નાટકમાં દેખાઈ આવે. પાર્લા ઈસ્ટના જોક્સ પણ મળી આવે તો કોઈવાર ઘરમાં થતી ઘટનાઓ પણ સ્ટેજ ઉપર ભજવાતી હોય અલબત્ત નાટકમાં…. મારું લખેલું હું હેમાને અચૂક વંચાવું. મને પ્રૂફ
રીડિંગ કરી આપે. સલાહસૂચન પણ કરે. માનવું માનવું મારી
ઉપર રહે. સહેજ હસીને કહે છે કહે
મારે માનવું એવું સાસુપણું એમણે કોઈ દિવસ નથી કર્યું. નાટકની જાહેરાત હોય કે એનું કેપ્શન હોય હેમાની નજર નીચે પસાર થાય પછી
આગળ વધું. ગીતો લખું તો પપ્પા પાસે ચેક કરાવું. મીટરમાં બેસે છે કે નહીં એમને બતાવું.
મારી ક્રિએટીવીટીમાં બંને તરફથી
હંમેશાં ટોપિંગ એડઓન થાય એવું કંઈ મળે
છે.


કેરી
ઓન કેસર ગુજરાતી ફિલ્મમાં એક દિવસ મળ્યો
હતો ત્રણ ગીતો લખવા માટે. કવિતને રુમની બહાર હેમાને સાચવવા આપ્યો અને મેં ગીતો લખ્યાં. ગીતની સિચ્યુએશનને મારે ફીલ કરવાની હતી અને ગીતો લખવાના હતાં. ટ્યૂન બનેલી હતી મારે એમાં ગીત લખવાનું હતું. એક દિવસમાં લખાયેલાં
ગીતો આજે લોકો વખાણે છે ત્યારે દિલને આનંદ થાય સ્વભાવિક વાત
છે. ગીતો જેમ
લખાયા એમ ફિલ્મમાં લેવાયા
છે.

અમે
ચારેય એકબીજાંના કાર્યક્રમમાં એકસાથે ભાગ્યે જોવા મળીએ.
બહુ મહત્ત્વનો કાર્યક્રમ
હોય તો વાત કરીએ અને પછી ડેટ્સ આપીએ. અમારાં ઘરમાં એક મોટું કેલેન્ડર છે. જેમાં અમે ચારેય કાર્યક્રમ, રેકોર્ડિંગ, પ્રીમયર કે સીટિંગ હોય અપોઈન્ટમેન્ટ લખી
દઈએ. કોઈને એકબીજાં સાથે વાત થાય તો
પણ કોણ ક્યાં હશે એની અમને ચારેયને ખબર પડી જાય.’


સ્નેહા
દેસાઈ કહે છે, ‘લખવાની વાત આવે ત્યારે ડેડલાઈનનું પ્રેશર બહુ રહે. આળસ કે મૂડને એન્કાઉન્ટર કરવા પડે. લખેલું હોય
વાંચુ અને
મજા આવે તો
રી રાઈટ કરું. ઘરના લોકો પાસેથી સજેશન લેવાના એવો આગ્રહ સતત રાખું છું.

એક
વખત દીકરો કવિત બીમાર હતો અને સિરીયલનો સીન લખવાનો હતો. દીકરાને બીજાં રુમમાં સૂવડાવીને મારી જાતને એક રુમમાં લોક કરીને લખવા બેસી ગઈ. પોતાના મૂડ અને ઈમોશન્સને અહીં કાબૂમાં રાખીને તમારે કરિયર સાથે દોડવું પડે.’


ચારેય
જણા જાહેર જીવનના વ્યક્તિ છો તો ક્યારેય સાથે ફરવા જઈ શકો કે કેમ? સવાલના જવાબમાં
સ્નેહા દેસાઈ કહે છે, ‘અમે બહુ લાંબા પ્લાનિંગ્સ નથી કરતાં. અમારો પ્લાન હંમેશાં ટેન્ટેટીવ હોય. પારિવારિક લગ્ન
પ્રસંગોમાં પણ અમે ચારેય સાથે નથી જઈ શકતાં.’


અમારી
વાતો સાંભળી રહેલાં આલાપ દેસાઈ કહે છે, ‘અરે હું એક વાત તમને જાણવી ગમશે. મેઘદૂત મ્યૂઝિકલ નાટક અમે લંડનમાં પરફોર્મ કરેલું. અહીંથી સંગીતનો કાફલો લઈ જવો શક્ય હતો. ત્યાંના સંગીત
સાથે જોડાયેલાં લોકોને આપણું નોટેશન ફાવે નહીં. ત્યાંની શૈલીમાં સ્ટાફ નોટેશન કરીને મેં આપ્યું. લેસ્ટરમાં સાંઈઠ સંગીતકારોને કન્કક્ટ કર્યાં, કાલીદાસ વિશે કંઈ નહીં જાણતા
લોકોએ પણ કૃતિને સ્વીકારી
અને વખાણી. આજે પણ ક્યારેય કોઈ શબ્દોને યોગ્ય સંગીત આપી શકું તો મને એવું લાગે કે જાણે કોઈ કૃતિને મેં ન્યાય આપ્યો છે.



બેલડી એકબીજાંને પોતાનું સર્જન બતાવવાનું કે સંભળાવવાનું નથી ચૂકતી. આલાપભાઈના સંગીતના કાર્યક્રમોમાં એન્કરીંગ કરવાનું હોય કે પછી બે ગીતો વચ્ચે સ્ક્રિપ્ટ લખવાની હોય શબ્દ અને સૂરનો સાથ આંખે ઉડીને વળગે એવો છે. છેલ્લે યુગલ કહે
છે, ‘એકબીજાંને સાચવીએ અને એકબીજાંને સમજીએ અમારો જીવનમંત્ર
છે. અમે બંને એકબીજાંના બેસ્ટ ફ્રેન્ડઝ છીએ અને અમે એમ જીવવા માંગીએ
છીએ. અમારાં કામને કારણે અમે એકબીજાંને પૂરતો સમય નથી આપી શકતાં ત્યારે અમે અમારાં માટે સમય ચોરી લઈએ છીએ. જે ક્ષણ જેવી મળે એવી રીતે જીવી લેવામાં શબ્દ અને
સૂરનો સાથ ખીલી ઉઠે છે.’

Whatsapp share
facebook twitter