+

ઝરણા ભાગ્યેશ જહાને મીરાંની જેમ મળીએ

સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ, મુખ્યમંત્રીની ઓફિસમાં ખાસ ફરજ ઉપર કાર્યરત્  અધિકારી, કવિ, લેખક, વક્તા એવા ભાગ્યેશ જહાના જીવનસંગિની ઝરણાબહેન કહે છે, ‘1981મા અમારી સગાઈ અને લગ્નના ગાળા વચ્ચે એમણે મને પાંચ-સાત કવિતાઓ લખી હતી. એ દિવસોમાં જ મને ખબર પડી ગઈ હતી કે, એ કવિ છે. આ કવિ લગ્નને ચોથે જ દિવસે આઈએએસની પરીક્ષા આપવા માટે નીકળી ગયા હતા. સર્જકના સાથીદારની સાથોસાથ એમના આઈએએસ અધિકારી હોવ

સાહિત્ય
અકાદમીના પૂર્વ અધ્યક્ષ,
મુખ્યમંત્રીની ઓફિસમાં ખાસ ફરજ ઉપર કાર્યરત્  અધિકારી,
કવિ, લેખક, વક્તા એવા ભાગ્યેશ જહાના જીવનસંગિની ઝરણાબહેન કહે છે, ‘1981મા અમારી સગાઈ અને લગ્નના ગાળા વચ્ચે એમણે મને પાંચસાત કવિતાઓ લખી હતી. દિવસોમાં
મને ખબર પડી ગઈ હતી કે, કવિ છે.
કવિ લગ્નને
ચોથે દિવસે આઈએએસની
પરીક્ષા આપવા માટે નીકળી ગયા હતા. સર્જકના સાથીદારની સાથોસાથ એમના આઈએએસ અધિકારી હોવાને કારણે અનેક પ્રકારના સાહિત્ય સાથે જોડાયેલાં વિદ્વાનોને મળવાનું થતું રહ્યું છે. આજની તારીખે પણ જાહેર કાર્યક્રમમાં એમને નિમંત્રણ હોય એટલે હું એમની સાથે જવાનું પસંદ કરું .’

આઈએએસ
અધિકારી હોવાને નાતે અનેક શહેરોમાં પોસ્ટિંગ થયું કારણે અલગઅલગ શહેરના નામાંકિત લોકોને મળવાનું થાય. ભાગ્યેશભાઈ કહે છે, ‘વડોદરા કલેકટર હતો એને આજે બાર વર્ષ થયાં છે. પણ એકેય દિવસ એવો નથી ગયો કે, ત્યાંથી કોઈએ યાદ કર્યો હોય.’

ભાગ્યેશભાઈને
તમે સચિવાલયમાં મળો કે ઘરે મળો હંમેશાં પ્રસન્ન
અને હળવાફૂલ લાગે. અણગમતી વાત
બને તો પણ એમના ચહેરા ઉપર ભાગ્યે અણગમાના હાવભાવ
આવે. અનેક કવિતાની પંક્તિઓ એમને મોઢે છે. અસ્ખલિત સંસ્કૃત બોલી જાણે. યજ્ઞ, યોગ, વોકિંગ અને રીડિંગ શ્ર્વાસની જેમ એમની સાથે જોડાયેલું છે. જો કે, લેખ લખવાનો હોય કે કવિતાનો વિચાર આવે ઘરે
લખવાનું પસંદ કરે છે. તેમની નિયમિત કૉલમ નવગુજરાત સમય દૈનિકની પૂર્તિમાં
આવે છે અને વાચકોને એમની શૈલી બહુ પસંદ પણ પડે છે.

ઘરનો
માહોલ જાળવવાનું કામ ઝરણાબહેનનું. કહે છે,
લેખ લખવાનો હોય કે ડેડલાઈન જાળવવાની હોય થોડું વહેલું
મારે કાને વાત નાખી દે. મારે આજે લખવાનું છે…. મારે આજે લખવાનું છે. મોટાભાગે વહેલી સવારે પાંચ વાગે ઉઠીને લખવાનું પસંદ કરે. લખતી વખતે કે સિવાયના સમયમાં
પણ કોઈ વ્યસન એમને નથી. હા, ગરમ પાણીનો જગ ભરીને મૂકી દેવો પડે એમની પાસે.

વાંચવા,
લખવા કે કવિતા બોલવા વિશે સગવડ કરી દઉં એટલે અત્યાર સુધી કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ એમની સર્જન પ્રક્રિયાને નડ્યાં નથી. અગાઉ ડાઈનિંગ ટેબલ
પર કમ્પ્યુટર મૂકીને લખતાં. છેલ્લાં થોડાં દિવસોથી કમ્પ્યુટરને કમ્પ્યુટર ટેબલ પર મૂકી દીધું છે. જો કે, ફાવે છે કે નથી ફાવતું એમને પૂછ્યું
નથી. પણ અડધું ડાઈનિંગ ટેબલ કમ્પ્યુટર અને પુસ્તકોથી લદાયેલું હોય. કોઈ મહેમાન આવે ત્યારે અમે પુસ્તકોને હટાવી
પણ શકીએ. આથી કમ્પ્યુટરને
કમ્પ્યુટર ટેબલ ઉપર મૂકી દીધું. વળી, મહેમાનો આવે અને એમનું લખાવનું અટકે તો અકળાઈ પણ જાય. જો કે, વહેલી સવારે લખવાનું પતી જાય એટલે આવા કિસ્સાઓ ભાગ્યે બને. એક
બેઠકે એક લેખ લખી નાખે. લખીને મોટાભાગે મેઇલથી મોકલી
દીધો હોય.
ઘણી વખત લેખ લખાઈ જાય અને છપાઈ જાય પછી મારા હાથમાં આવે.’

એક
મજાની વાત ઝરણાબહેન કહે છે, ‘કવિતાઓ મોટાભાગે સમજાઈ જાય. પણ લેખો મને કોઈકવાર ભારે લાગે. બે વાર વાંચી લઉં તો પણ ખાસ કંઈ સમજાય તો
લેખ એમની
પાસે લઈ જાઉં
અને કહું પણ ખરી કે, બહુ ભારે લાગે છે હોં! ઘણીવાર એવું લાગે કે, એમનું લેખન સુરેશ જોશીની ભાષા તરફ આગળ વધી રહ્યું છે. કોઈકવાર ભારે લાગેલાં લેખોની ચર્ચા પણ થાય.’

અંગ્રેજીમાં
સ્નાતક અને ત્યારબાદ બી.એડ. ભણીને ઝરણાબહેન ભાગ્યેશભાઈનું જ્યારે ગોધરામાં પોસ્ટિંગ હતું ત્યારે અને ગાંધીનગરમાં બહુ શરૂઆતના સમયે ટ્યૂશન ટિચર અને શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં. પોલિટિક્સમાં એમને બહુ રસ નથી. પણ સાહિત્યનો જીવ ખરાં.
પ્રખર વિદ્વાન પ્રોફેસર્સ એસ.આર.ભટ્ટ, વાસુદેવ પાઠક, નલિન રાવલના શિષ્યા રહી
ચૂક્યાં છે. એટલે વાચન પ્રત્યેનો એમનો ઝૂકાવ પહેલેથી રહ્યો છે.
રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ બંનેને વાંચ્યા. ભાગ્યેશભાઈ સાથે લગ્ન થયાં પછી
બંને સર્જકોને મળીને એમને જાણે આનંદની હેલી થઈ આવી હતી.

ઝરણાબહેન
ભાગ્યેશભાઈની કવિતાઓ બહુ રસપૂર્વક સાંભળે. પ્રાસનો મેળ બેઠો હોય
તો કહે પણ ખરાં. ઘણી વખત કવિતા વિશે ચર્ચા થાય ત્યારે ભાગ્યેશભાઈ પત્નીને પોતાનો કહેવાનો શો મતલબ હતો અને કવિતાના હાર્દમાં શું છે બહુ
પ્રેમપૂર્વક સમજાવે અને ગળે ઉતરાવે પણ ખરાં. કવિતામાં મજા આવે તો
ઝરણાબહેન બેધડક અભિપ્રાય આપી દે. ઝરણાબહેન કહે છે, ‘કાવ્ય સંમેલનમાં કોઈ વાર એકાદ પંક્તિ ચૂકી જાય તો ઓડિયન્સમાં બેઠાં બેઠાં ઘણીવાર હું પંક્તિ મનમાં
બોલતી હોઉં. પછી કારમાં બેસીએ ત્યારે પહેલું વાક્ય કહું કે,
આજે જે કવિતા બોલ્યા હતા એમાં પંક્તિ ચૂકાઈ
ગયેલી નહીં? ’

શબ્દોની
દુનિયાના ઓફિસરનું ઘર
પુસ્તકો વચ્ચે છે એવું લખીએ તો વધુ પડતું નથી. રફ કામ કર્યું હોય કે કવિતાની પંક્તિઓ લખી હોય સ્પાઈરલ ડાયરી
પણ ઝરણાબહેને જતનપૂર્વક સાચવી છે. હવે, છપાયેલાં લેખોની સોફ્ટ કોપી ભાગ્યેશભાઈ પોતે સાચવીને સેવ
કરી લે છે. પણ અત્યાર સુધી જ્યાં કંઈ પણ એમના નામ સાથે લખાયું છે ઝરણાબહેને સાચવ્યું
છે.

લેખકકવિ અને પતિ એવા ભાગ્યેશભાઈનો મૂડ પણ તેઓ બખૂબી જાળવી લે છે. પારિવારિક મેળાવડાં કે વહેવારમાં ભાગ્યેશભાઈ બહુ ઓછું જવાનું પસંદ કરે છે. ઘરે મહેમાન આવ્યા હોય અને જો ભાગ્યેશભાઈ પોતાના વિચારોમાં ખોવાયેલા હોય તો સામેવાળી વ્યક્તિ સાથે બહુ વાતચીત કરે. કોઈક વાર
તો મહેમાનને પણ કહી દે કે, મારે લખવાનું છે. શાંતિ રાખજો.


યુગલને બે દીકરીઓ છે. મોટી દીકરી પ્રાર્થના અમેરિકા સ્થાયી થઈ છે. પણ સુંદર
કવિતાઓ લખે છે. થોડાં દિવસોમાં એનો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થવાનો છે. દીકરી અને પતિ બંને કવિ એટલે ઘણીવાર ઘરમાં શબ્દોનો માહોલ
એટલો સરસ ક્રિએટ થઈ ગયો હોય કે સરસ્વતી માતાની કૃપા વરસી રહી હોય એવું લાગે. વાતને આગળ
વધારતાં ઝરણાબહેન કહે છે, ‘પ્રાર્થના નાની હતી ત્યારે એની નોટબુકના છેલ્લા પાનાઓ પર કવિતા લખતી. કોઈને બતાવતી નહીં. વરસના અંતે એની બુક્સ મારા હાથમાં આવે ત્યારે હું જોઉં અને એને પૂછું કે, તેં લખ્યું
છે? પપ્પાને બતાવ જોઈએ. તો બતાવવાનો ઈનકાર
કરતી. આટલું લખે છે છતાંય એનો કાવ્ય સંગ્રહ બહાર પડવાનો છે પહેલાં એણે
એનાં પપ્પાને કવિતાઓ મોકલી. દીકરીની અને પતિની સર્જનાત્મકતા એકમેકથી બિલકુલ જુદી છે. પ્રાર્થનાની ક્રિએટીવીટીમાં ફિલોસોફી ઝળકે તો એમની કવિતામાં કુદરત અને ફિલોસોફી બંને આવી જાય. આજે પણ અમેરિકાથી દીકરી ફોન ઉપર કવિતા સંભળાવે ત્યારે હું બધાં કામ પડતાં
મૂકીને એના શબ્દોમાં તલ્લીન થઈ જાઉં છું.’

ભાગ્યેશ
જહાના હસ્તે લખાયેલાંઆમુખ’, ‘સમયસ્ત્રોત્ર’, ‘પહાડ ઓગળતાં રહ્યાં’, ‘ટેબલેટને અજવાળે પાનબાઈ’, ‘મીરાંની જેમ મને મળજો’, ‘ વળાંકેપુસ્તકો પ્રકાશિત
થયાં છે. નાની દીકરી લજ્જા કવિતાઓ નથી લખતી. પણ કહે છે,
મને મન થઈ આવે લખવાનું. કોઈકવાર તો મોટીબહેન અને પપ્પા બંને કાવ્ય સંમેલનમાં સાથે હોય ત્યારે જલસો પડી જાય.’

મીરાંની
જેમ મને મળજો પુસ્તક છપાઈને આવ્યું ત્યારે મને ખબર પડી કે, મને અર્પણ
કર્યું છે. ઝરણાંબહેનની આંખોના ખૂણે વાત યાદ
કરતાં જરા ઝાકળ બાઝી ગઈ. કહે છે,
આઈએએસ ઓફિસર, સમાજમાં મુઠ્ઠી ઉંચેરું નામ છે એમનું. મને સદાય અહોભાવ રહ્યો છે એમના માટે. મને પુસ્તક અર્પણ કર્યું ત્યારે એક સેકન્ડ માટે વિચાર આવી ગયો હતો કે, હું આને લાયક છું? કવિતા એમનો રસનો વિષય છે. આઈએએસ ઓફિસર કરતાં કવિને હેન્ડલ કરવા સરળ છે. વળી, ગમે તેવા ટેન્શનમાં હોય કવિતા લખે એટલે હળવાફૂલ થઈ જાય. અમારો પતિપત્નીનો સંબંધ દંપતીની રિલેશનશીપ કરતાં વધુ મિત્રતામાં ઢળી ગયો છે એવું કહું તો વધુ પડતું નથી.’

ભાગ્યેશભાઈ
સાથે મુલાકાતનો દિવસ નક્કી થયો દિવસે એમની
વર્ષગાંઠ હતી. અત્યંત વ્યસ્ત હોવા છતાં તેમણે ‘khabarchhe.com’ના  વાચકો
માટે સમય ફાળવ્યો. ભાગ્યેશ જહા કહે છે, ‘1975ની સાલથી ગઝલો લખતો. વકતૃત્વ સ્પર્ધામાં પહેલે નંબરે આવતો. સાયન્સમાં ભણ્યો પણ મેડિકલમાં એડમિશન મળ્યું. બી.એસસીનું
પહેલું વર્ષ કરીને પછી આર્ટ્સ તરફ વળ્યો. એલ.એલ.બીનું ભણ્યો. સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં ટોપર બન્યો. મારે તો વકીલ થવું હતું. જો કે કરિયરમાં કંઈક જુદું બનાવાનું લખાયું
હતું. દહેગામમાં ટેલિફોન ઓપરેટરની નોકરી, ગાંધીનગરમાં રહેવાનું અને ભણવાનું અમદાવાદમાં આવી હાર્ડશીપ પછી આઈએએસની તૈયારી કરી અને પાસ થયો. હું સંસ્કૃતમાં ગરબા ગાઈ શકું છું, પ્રવચન આપી શકું છું અને વાતો પણ કરી શકું છું. લગાવ અને
આવડતની વાત મારે કરવી રહી. ઉત્તર ગુજરાતમાં
મારા પિતા વાસુદેવ જહાનું નામ બહુ આદર સાથે લેવાય. બહુ મોટા પંડિત હતા મારા પિતા. નડિયાદમાં મારું પોસ્ટિંગ હતું દરમિયાન નડિયાદના
સંતરામ મંદિરના મહારાજે મને શિખર મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે રહેવા કહ્યું. મેં આનાકાની કરી. પણ એમના પ્રેમાગ્રહ સામે હું હારી ગયો. સંતરામ મંદિરના મહારાજને મારા ઉપર સવિશેષ પ્રેમ એટલે એમણે મને પ્રવચન કરવા કહ્યું અને ઉમેર્યું કે, સંસ્કૃતમાં પ્રવચન કરવાનું છે. મેં તો ઘસીને ના પાડી દીધી. એમણે કહ્યું કે, પ્રવચનના એક કલાક પહેલાં પિતા સાથે વાત કરી લો. પછી કોઈની સાથે એક શબ્દ નહીં બોલવાનો. એમની સૂચનાનું પાલન કર્યાં સિવાય મારી પાસે કોઈ રસ્તો હતો. પિતાજી સાથે
વાત કરીને હું મંદિરે ગયો. મહારાજે 177 વર્ષથી પ્રજ્વલિત દીવાને સ્પર્શીને મારા મસ્તક ઉપર એમનો હાથ ઘસ્યો. પછી મેં
જે સંસ્કૃત ભાષામાં પ્રવચન આપ્યું વાત આજે
પણ મને સુખદ આશ્ર્ચર્ય સમાન લાગે છે.’

આઈએએસ
અધિકારી અને કવિ બંનેનો તાલમેલ
કેવી રીતે સધાય છે? ભાગ્યેશભાઈ કહે છે, ‘ક્રિએટીવિટીના કારણે અધિકારી તરીકે વાસ્તવિકતાને પચાવવી સહેલી પડે છે. વાસ્તવિકતા અને કલ્પના બંનોનો સંગમ કરીને કવિતાની રચના કરી શકાય છે. મારી કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે સેતુ એટલે કવિતા. ચીફ ઈલેક્શન ઓફિસર જે એમ લિંગ્દોહે મારી ફરજ વિશે ટીકા કરી હતી ત્યારે ચાર પંક્તિ લખીને હું આરામથી ઊંઘી ગયો હતો.’


પંક્તિઓ કઈ હતી?

સવાલના
જવાબમાં પંક્તિઓ બોલવા
લાગ્યા. પછી તરત 
કહ્યું, ‘તમારી ડાયરી લાવો હું લખી આપું.
તમને વાર લાગશે.’ એકદમ સહજતાથી ડાયરીના પાના ઉપર પંક્તિઓ એમણે
લખી આપી.

તું
હળાહળ ઝેર છે, તો હું અહીં નીલકંઠ છું,

તું
હશે તલસાટ તરસ્યા પેટનો,

હું
પીધેલા પ્રેમથી આકંઠ છું,


રહ્યા મદમસ્ત વાદળ,

અહીં
તો લીલાલ્હેર  છે,

કાંચળી
ઉતાર તો જાણે બધા,

કેટલું
ને ક્યાં છૂપાયું ઝેર છે.

ઝરણાબહેનના
પ્રિય કવિ હરીન્દ્ર દવે છે  પણ
પતિની કવિતાના જબરા ફેન
છે. ભાગ્યેશભાઈના પ્રિય કવિ સુરેશ દલાલ છે. એકપણ લેખ અગાઉથી વાંચવા આપે તો
ઝરણાબહેનને કંઈ ખોટું નથી લાગતું. છપાયેલાં લેખ વિશે પણ યુગલ ચર્ચા
કરી જાણે છે. ડાઉન ટુ અર્થ એવું નાગર દંપતી
શબ્દોની સૃષ્ટિને જીવી જાણે છે એવું લખીએ તો જરાય વધુ પડતું નથી

Whatsapp share
facebook twitter