+

અવંતિકા શાહ સંગ વિચારોના વૃંદાવનમાં

‘મારા માટે લેખન એટલે તપશ્ચર્યા અને એમાં તમામ તબક્કાની સાથીદાર એટલે અવંતિકા. મારા મૂડથી માંડીને મારી તમામ સગવડોને સમજણપૂર્વક સાચવી જાણે એ છે અવંતિકા. સેક્રેટરિયલ હેલ્પ, ઘરના તમામ નાનામોટાં કામકાજથી માંડીને બધું જ સહજતાથી કરી લે અને મને અણસાર સુદ્ધાં ન આવવા દે. પોતે જ બધું કરે છે એવો કોઈ ભાર રાખ્યાં વિના મારા લેખન માટે મોકળાશ કરી આપે એ છે અવંતિકા.’ આ શબ્દો છે, પદ્મશ્રી ગુણવંત શાàª

મારા
માટે લેખન એટલે તપશ્ચર્યા અને એમાં તમામ તબક્કાની સાથીદાર એટલે અવંતિકા. મારા મૂડથી માંડીને મારી તમામ સગવડોને સમજણપૂર્વક સાચવી જાણે છે અવંતિકા.
સેક્રેટરિયલ હેલ્પ, ઘરના તમામ નાનામોટાં કામકાજથી માંડીને બધું સહજતાથી કરી
લે અને મને અણસાર સુદ્ધાં આવવા દે.
પોતે બધું કરે
છે એવો કોઈ ભાર રાખ્યાં વિના મારા લેખન માટે મોકળાશ કરી આપે છે અવંતિકા.’
શબ્દો છે,
પદ્મશ્રી ગુણવંત શાહના.


Khabarchhe.com માટે આજે વહાલું વડોદરું (ગુણવંત શાહ વડોદરાને વડોદરું કહે છે.)
એક શબ્દોના ટહુકાસ્વરુપે આવ્યું છે. 1976ની સાલથી અવિરત એવાકાર્ડિયોગ્રામનો ગ્રાફ કંઈ એમ સતત એકસરખો
નથી રહ્યો. એમાં અવંતિકા શાહનો પંચાવન વર્ષનો સાથ પણ એટલો સતત અને સહજ રહ્યો છે.


નવમી
જાન્યુઆરી,2017 ની બપોરે સેલ્ફ ડ્રાઈવ કરીને બંદા અમદાવાદથી
પહોંચી ગયા ભાઈબાનાં ઘરે. બાય વે, લગભગ એક
દસકાથી હું ગુણવંત શાહને રૂબરૂ મળી રહી છું. ‘ચિત્રલેખામાં કાર્ડિયોગ્રામ શરૂ થયાની સાક્ષી રહી ચૂકી છું. લેખ તૈયાર થઈ જાય એટલે ગુણવંત શાહનો ફોન આવી જાય. વાતચીતના વહેવારમાં
ગુણવંત શાહનાં સંતાનો એમને જે સંબોધન કરે છે સંબોધન
ભાઈક્યારે મારા મોઢેથી નીકળવા માંડ્યું મને પણ
યાદ નથી ને બા એટલે બા. ભાઈનો જાણે પડછાયો. દરેક તબક્કે એમની સાથે જોયાં છે.
એટલે મુલાકાત સમયે
સહજ રીતે નીકળી ગયું, ભાઈબા પાસે જવાનું છે.


વાચકો
સુધી પહોંચતા શબ્દો જે રૂમમાં આકાર લે છે ત્યાં સેટી ઉપર પલોઠી વાળીને વાતોના વૃંદાવનમાં વિહાર શરૂ થયો.

11મી ડિસેમ્બર,2019ના
રોજ જેમણે લગ્નજીવનના 59 વર્ષ
પૂરાં કર્યાં છે એવા યુગલની વાતો અને એકમેક સાથેની કેમેસ્ટ્રી પણ જોવા જેવી છે. એક તબક્કે તો બંને એકબીજાંની વાતોમાં એવાં મશગૂલ હતાં કે, હું રૂમમાં હાજર છું પણ કદાચ
વિસરી ગયાં! મારો સવાલ હતો કે, બાના લેટર્સમાં તમને સાહિત્યિક તત્ત્વ રહેલું છે એવું કોઈ વખત લાગ્યું હતું? ભાઈ જવાબ આપે પહેલાં બાએ
કહ્યું કે, ‘એમના પત્રોમાં જીવનમાં ગ્રહણ કરવા જેવું ઘણું બધું મળી રહેતું. મારા પત્રો તો એકદમ સિમ્પલ રહેતા.’


ભાઈએ
કહ્યું, ‘ના, અવંતિકા એવું નથી. પછી વાત છેડી કે, અવંતિકાના પત્રોમાં પણ એક ડેપ્થ હતી. જે મેં ત્યારે પણ અનુભવી હતી.’


બાએ
તરત ભાઈને સંબોધીને
કહ્યું, ‘હેં, તમને એવું લાગેલું? મને તો આજે ખબર પડી.’
અને યુગલના પ્રેમભર્યાં
સંવાદની સાક્ષી બનવાનો આનંદ મેં ચૂપચાપ માણ્યો.

કટ
ટુ, સર્જકના સાથીદાર.


1988ની 10મી ડિસેમ્બરે
વડોદરાના આંગણે વિનાયક સોસાયટીમાંટહુકાનો વસવાટ થયો પહેલાં ગુણવંત
શાહના દરેક લેખોના સાક્ષી સુરત સ્થાયી થયેલાં એમના મોટાં દીકરી મનીષા મનીષ રહ્યાં. વડોદરા આવ્યા
પછી દરેક લેખના પહેલાં વાચક અવંતિકાબેન અને છેલ્લાં કેટલાંય વર્ષોથી તેમની નાની દીકરી અમિષા શાહ પણ છે.


ગુણવંત
શાહ એમની લેખનયાત્રા વિશે કહે છે, ‘બધાંને એવું છે કે, મારું પહેલું પુસ્તક કાર્ડિયોગ્રામ છે. પણ વાત સાચી
નથી. મારું પહેલું પુસ્તકકોલંબસના હિંદુસ્તાનમાંછેમેં
તેમાં અમેરિકાના પ્રવાસવર્ણનો લખ્યાં છે. મજાની વાત કહું? પુસ્તકની પ્રસ્તાવના
માટે વિશ્વપ્રવાસી કાકાસાહેબ કાલેલકરને એક ટપાલ લખી હતી. જેમાં પુસ્તક વિશેની વાત માંડીને મેં એમને પ્રસ્તાવના લખી આપવા કહેલું. મારા આશ્ચર્ય વચ્ચે વળતી ટપાલે મને કાકાસાહેબ કાલેલકરના હાથે લખાયેલી પ્રસ્તાવના મળી.’



વાત ચાલુ હતી ત્યાં બા ઊભા
થયાં. ભાઈએ કહ્યું, ‘અવંતિકા જરા પુસ્તક…’ હજુ
વાક્ય પૂરું થાય પહેલાં બાએ
હસીને વાળ્યું, ‘ લાવવા માટે
ઊભી થઈ
છું.’ થોડી સેકન્ડસમાં
પુસ્તક મને બતાવ્યું. કવરપેજનો ફોટો
પાડ્યો અને બાને એમણે કહ્યું, ‘પાછું લઈને સાચવીને મૂકી દેજે…’ આજની તારીખે ગુણવંત શાહના તમામ લેખો અને પુસ્તકોની જાળવણી અવંતિકાબેન કરે છે.


ગુણવંત
શાહ કહે છે, ‘1975ની સાલમાં મારી પહેલી કૉલમ – ‘કાર્ડિયોગ્રામસુરતના દૈનિક ગુજરાત મિત્રમાં છપાઈ. મને અંદાજ હતો પણ
કૉલમ જબરદસ્ત
હિટ થઈ. લોકોએ કાર્ડિયોગ્રામના ધબકારને બરોબર ઝીલ્યો. બીજા મહિને પુરસ્કાર
ડબલ! યશવંત શુક્લએ એક વખત કહ્યું, તમારાં લલિતનિબંધ વાંચવા ગમે છે. ‘કાર્ડિયોગ્રામની પ્રસ્તાવનાનું હેડિંગ છે તેમાં તેમણે લખ્યું છે: ગ્રંથિચ્છેદના ગદ્યકાવ્યો. ( જોડણી ભાઈએ
મને અડધોના માથે
અનુસ્વાર નહીં એમ કહીને લખાવી) પછી પુસ્તકો
અને લેખોનું સર્જન થતું ગયું.


મારા
લેખનના મૂડને, મારા ગુસ્સાને અને મારી તમામ વાતોને સહજતાથી સ્વીકારીને લખવા માટેનો માહોલ પૂરું કરવાનું કામ અવંતિકા બખૂબી કરી જાણે. જો એનો સાથ હોત તો
હું લેખનમાં આટલો ગળાડૂબ રહી શક્યો
હોતમહેમાન
આવ્યાં હોય તો પણ મારી નિયમિતતા ખોરવાય તેનું
જાળવી લે. મારા ટેસ્ટનો જે કે કોપીયર ફુલ સ્કેપ કાગળ અને એડ જેલની પેન મને જોઈએ, વિશેની મારા
મોઢે કદી ફરિયાદ આવે કે,
બંને ચીજ
કેમ નથી.

મારા
માટે એણે ટેન્શન પણ ખૂબ વેઠ્યું.’


બા
કહે છે, ‘રામાયણના લેખનમાં એક વખત ઓસ્કર વાઈલ્ડની લખેલી વાતનો રેફરન્સ એમણે કોઈ કાપલીમાં ટપકાવેલો. કાપલી ક્યાંક
મિસપ્લેસ થઈ ગઈ. પતી ગયું. કાપલી હાથમાં
આવે ત્યાં
સુધી ઠરીને બેસવાના
નથી વાતની મને
ખબર. આવું એક નહીં અનેક વખત થયું છે કે, લેખ માટે કે પુસ્તક માટે રેફરન્સની કાપલી ક્યાંક આડાઅવળી થઈ ગઈ હોય. અમારા ઘરના તમામ સભ્યો પણ 
વાતથી વાકેફ હોય એટલે હાજર હોય તમામ લોકો
યુદ્ધનાં ધોરણે કાપલીની શોધખોળમાં મચી પડે. હા, નવ્વાણું ટકા કિસ્સાઓમાં કાપલી મળી
ગઈ હોય
એવું બને.’  ગુણવંત
શાહ એમાં ઉમેરે છે કે, ‘અવંતિકા ધૂળધોયાંની માફક મારી ખોવાયેલી કાપલી શોધવા મહેનત કરતી હોય છે.’


અવંતિકા
શાહ કહે છે, ‘સુરતનામંગલમૂર્તિના ઘરે રહેતાં હતાં ત્યારથી કેટલાંક વર્ષો સુધી હીંચકા ઉપર લેખો અને
પુસ્તકોનું સર્જન થતું. કોઈએ કહ્યું કે, હીંચકા ઉપર બેસવાથી મણકાંનો દુઃખાવો રહેશે આથી વડોદરાના ટહુકાના ઘરે ડાઈનિંગ ટેબલ અને ખુરશી શબ્દોના સર્જનના સાથીદાર બન્યાં. કેટલીય વખત તો એવું બને કે, અડધાં ટેબલ પર રેફરન્સ બુક્સ, કાગળો અને બીજી ચીજો પડી હોય અને અડધાં ટેબલ પર જમવાનું પીરસાય. એમનાં કાગળોને હાથ અડકાડવાની હિંમત પણ કોઈ કરે. છેલ્લાં પાંચેક
વર્ષથી દીકરા વિવેકે મસ્ત મજાનું ટેબલ બનાવડાવી દીધું છે ત્યારથી લગભગ ટેબલખુરશી
સંગદિવ્ય ભાસ્કરઅનેચિત્રલેખાની કૉલમો લખાય છે.’


ગુણવંત
શાહની લેખન પ્રક્રિયા મોટાભાગે મળસકે શરૂ થાય.
અચ્છા, કોઈ વખત એવું બને કે, બાનો મૂડ હોય અને
લેખન પ્રક્રિયા અટકાવવી પડી હોય?


ભાઈ
જરા વાતને મજાકના
ટોનમાં કહે છે, ‘અવંતિકા મારા ચહેરા પરથી જાણી લે કે, હવે આમને લખવાનો સમય આવી ગયો છે અને મહિના જાય છેવેણીભાઈ
પુરોહિત શબ્દો કહેતાં કે, હું ગાભણો થયો છું. ગુણવંતભાઈ કહે છે, મારી ઊંઘ ગાભણી હોય છે. એવી રીતે લેખનના
વિચારો મનમાં આવે ત્યારે અવંતિકા પોતે ગમે તેવા કામમાં હોય પણ મારો ચહેરો જોઈને સમજી જાય કે, હવે સર્જનનો સમય છે. કંઈ બોલવા જેવું
નથી. ભાઈ કહે છે, હા એનો મૂડ હોય ત્યારે
મોઢું જરા ચઢેલું હોય તો પણ કંઈ બોલ્યા વગર
મારા મૂડને
લેખનમાં વ્યક્ત થવા માટે મોકળાશ કરી આપે છે.’

કોઈ
લેખની ટીકા થાય ત્યારેબા કહે છે, ‘છેલ્લા કેટલાંય વર્ષોથી હું એમના લેખોની પહેલી વાચક ખરી. પોલિટિક્સમાં બહુ રુચિ નથી છતાંય રાજકારણને લગતો કે બીજા કોઈ વિષય પરનો એવો કોઈ લેખ લખાયો હોય ત્યારે હું કહું ખરી કે, થોડું આકરું
લખાયું છે. જરા જુઓનેપણ ધાર્યું તો પોતાનું
કરે. લેખ છપાય અને પછી જેમતેમ વાતો કરતાં ફોન રિસીવ કરું ત્યારે સામેવાળા ઉપર ભયંકર ગુસ્સો આવે. મનમાં એવું પણ બોલી ઉઠું કે, તમે સાચી વાત ક્યાં સમજો છો…’


કોઈ
વ્યસન ખરુંબા
કહે છે હા, ‘છેને. સારી પેન જોઈએ.’

લેખન
પ્રક્રિયાના સાથીદાર એવાં અવંતિકાબેન કહે છે, ‘માનવસ્વભાવનું મહાકાવ્ય મહાભારતજ્યારે લખાતું હતું ત્યારે દરેકે દરેક રેફરન્સ, રેર રેફરન્સથી માંડીને તમામ મુદ્દાઓ ઉપર દોડાદોડી કરી. ખૂબ કિંમતી અને
એમને ગમતાં પુસ્તકોની એક લાયબ્રેરી અમારાં બેડરૂમના કબાટમાં સચવાયેલી છે. પુસ્તકો કોઈને
અડવાનાં નહીં એમનો નિયમ
છે. સિવાય ઘરની
લાયબ્રેરી ક્યું પુસ્તક ક્યાં છે તે હું મેઈન્ટેન કરું.
નીચેની રૂમમાં લેખ લખાતો હોય અને એમની એક હાકલ પડે કે તરત ઉપરના માળે
રહેલી અમારી લાયબ્રેરીમાંથી પુસ્તક અને
રેફરન્સ બુક હું હાજર કરી દઉં. દરેક લેખનું ફાઈલીંગ કરવાનું અને પુરસ્કારની રકમનું મેનેજમેન્ટ તમામ બાબતો
મારે એકલાં હાથે મેનેજ કરવાની. આટલાં વર્ષોમાં એમનાં તરફથી કદીય સવાલ નથી આવ્યો કે, રકમનું શું
કર્યું કે શું થયું?’


ભાઈ
વાતમાં પોતાની
વાત ઉમેરે છે કે, ‘ઘરનું નાનામાં નાનું પ્લમ્બિંગનું કામ હોય કે ઘરનાં બિલો ભરવાના હોય, ઈન્શ્યોરન્સની વાત હોય કે ઈન્વેસ્ટમેન્ટનો નિર્ણય હોય હું તમામ વાતોથી
પર રહી શક્યો હોઉં તો ફક્ત ને
ફક્ત અવંતિકાને આભારી છે. ત્રણેય સંતાનોને ભણાવવાની જવાબદારી પણ એના શીરે રહી હતી.
મેં કોઈ દિવસ ત્રણેય બાળકોને લેસન નથી કરાવ્યું. હું જેટલો સમય હીંચકે બેસીને બાળકોને સમય આપી શક્યો એમનાં
ઘડતરમાં મારો ફાળો.’ બાય વે, મનીષા, અમિષા અને
વિવેક ગુણવંત શાહના ત્રણેય સંતાનો એટલે હીંચકે બેસવાના
ગુણવંત શાહના સાથને, પિતૃવાત્સલ્યને હીંચકા યુનિવર્સિટી તરીકે ઓળખે છે.


પુસ્તકોની
જાળવણી વિશે વાતો કરતું યુગલ ફરી
એકબીજાંની વાતમાં ખોવાઈ ગયું. બાએ દોસ્ત સંબોધન કરીને ભાઈને કહ્યું, ‘તમને યાદ છેમણિબેનની ડાયરી પુસ્તક નહોતું
મળતું ત્યારની વાત? ’

ગુણવંત
શાહ કહે છે, ‘સરદાર વિશેના પુસ્તકોના અંગત સંગ્રહમાંમણિબેનની ડાયરીક્યાંય જડી. વાત
અવંતિકાને કરી ત્યારે એનો ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ. મને ખબર છે કે, એના દિલમાં એક ગિલ્ટ ફિલીંગ શરુ થઈ ગયેલી. કેટલો સમય સુધી પુસ્તકની શોધખોળ
ચાલતી હતી એની ચર્ચામાં બને ખોવાઈ ગયાં. પછી બાએ કહ્યું કે, ઘરના તમામ લોકોને પૂછ્યું. રાજેન્દ્ર નાણાવટીને પુસ્તક વાંચવા
અને ઝેરોક્સ કરવા આપેલું એમને પણ પૂછી જોયું. પણ ક્યાંય પુસ્તકના મળવાના
અણસાર અમને મળ્યાં. છેવટે, દોઢેક મહિના
બાદ અમારાં સંગ્રહમાં સંતાયેલું
પુસ્તક
મળી આવ્યું ત્યારે મને હાશ થઈ.’


પચાસ
વર્ષે રિયાટર થઈને ફક્ત લેખનમાં પોતાનો સમય
આપવો નિર્ણય હોય
કે પછી લેક્ચર બાદ પુરસ્કારની રકમ યોગ્ય સંસ્થાને દાનમાં આપી દેવાનું ડિસિઝન હોય બા  હંમેશાં
ભાઈની પડખે રહ્યાં છે.

એક
સરસ મજાની વાત ભાઈ માંડે છે, ‘રિટાયર થવાની વાત કહી ત્યારે ઘરનું કેવી રીતે પૂરું થશે તેની ચર્ચા કરતાં હતાં. અવંતિકાએ કહ્યું કે, થઈ રહેશે બધું, આમ તો કંઈ વાંધો નહીં આવે. પણ કાર મેઈન્ટેન થઈ શકે
એવું બને ખરાં. સાંભળીને મેં
તરત કહ્યું કે, જરૂર પડે તો તારું મંગળસૂત્ર વેંચી દઈશું પણ કાર તો જોઈશે . ભલે આપણે જાળવી જાળવીને વાપરીશું પણ ક્યાંય પ્રવચનમાં જવાનું હોય તો કાર વગર તો કેમ ચાલે?’

મેં
પૂછ્યું, હેં, બા સાંભળીને તમે
કંઈ કહ્યું?


બા
હસતાં હસતાં કહે છે, ‘આમ પણ મને ઘરેણાંનો શોખ નહોતો. જો કે,
મંગળસૂત્ર વેંચવાની નોબત આવી. પહેલાં
એમને બાંગ્લાદેશના એશિયન ડેવલપમેન્ટ બેન્કનો પ્રોજેક્ટ મળી ગયો અને કાર વેંચવી પડી….’

ક્રિએટીવ
વ્યક્તિ સમૂહમાં ભળે અને
એનાં જીવનસાથીએ હકીકત સ્વીકારીને
તમામ વહેવારો સાચવવા પડે. બા પણ એવી મનોઃસ્થિતિમાંથી અનેકવાર પસાર થયાં છે.


અવંતિકાબેન
કહે છે, ‘લગ્ન પ્રસંગ હોય તે પરિવારજનો સાથેનો મેળાવડો હોય કે પરિવારમાં કોઈ સારોમાઠો પ્રસંગ હોય. કદીય મારી
સાથે આવે. હા, કોઈવાર ખોટું
પણ લાગી આવે કેમકે, મને અને બાળકોને જોઈને તરત વડીલો પૂછે, ગુણવંત આવ્યો? સામું તો
બોલતી પણ
મનમાં તરત સામો જવાબ
ઊઠી આવતો કે, હું આવી છું કેમ નથી
જોતાં? ગુણવંતનું પહેલાં પૂછો છો….’


ગુણવંત
શાહ કહે છે, ‘મારી બા કહેતી કે, ‘કણે કણે પૈસાદાર અને ક્ષણે ક્ષણે વિદ્વાન વાત યાદ
રાખજે. મેં મારી જિંદગીમાં કદીય સમય વેડફ્યો નથી. મેં કદીય વાણી પણ વેડફી નથી. એટલે પ્રવચન આપવાની
બાબતે હું હંમેશાં સિલેક્ટીવ રહું છું. પ્રવચન તૈયાર કરતી સમયે પણ બહુ ચીવટ રાખું છું કે, સાંભળવા આવનાર વ્યક્તિ કદાચ મારા કરતા પણ વધુ અભ્યાસુ હોઈ શકે. કોઈ મને ચેલેન્જ કરી જાય
અને મારા શબ્દોમાંથી એને કંઈક મળે મારી
ભાવના હોય છે.’


પોણા
બે કલાકની સરસ મજાની વાતો બાદ ગુણવંત શાહ કહે છે, ‘અવંતિકાના સાથ વગર શબ્દોની સર્જનયાત્રા લખાય
હકીકત છે.’


અહીં,
ગુણવંતભાઈએ રામાયણના ભાષ્યમાં જે અવંતિકાબહેન માટે જે અર્પણનોંધ મૂકી છે ખૂબ
પ્રસ્તુત છે,

જે
જે કામો કરવા પ્રત્યે

મને
સખત નફરત છે,

એવાં
બધાં કામો પોતાને માથે લઈને

મને
સર્જનકર્મમાં મન પરોવવાની મોકળાશ

અવંતિકાએ
કરી આપી

તેથી
મને પણ ફાવતું આવ્યું!

હદ
બહારની ઉદારતા પતિને

ધીરે
ધીરે, બીજું કોઈ જાણે તેમ,

બેહદ
બગાડી મૂકતી હોય છે

Whatsapp share
facebook twitter