+

રશિયાએ યુક્રેન પર 400 ઇરાની ડ્રોનથી કર્યા હુમલા, અનેક નાગરિકોના મોત

રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. યુક્રેનિયન મીડિયા ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ બુધવારે દાવો કર્યો હતો કે રશિયાએ હુમલો કરવા માટે લગભગ 400 ઈરાની ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.તેમણે કહ્યું કે ઈરાનમાં બનેલા શહીદ-136 કામિકાઝ ડ્રોનથી અલગ-અલગ જગ્યાએ હુમલા કરવામાં આવ્યા. આ પહેલા 17 ઓક્ટોબરે રશિયાએ 43 ડ્રોન વડે યુક્રેન પર ઘાતકી હુમલા કર્યા હતા. આ હુમલામા
રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. યુક્રેનિયન મીડિયા ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ બુધવારે દાવો કર્યો હતો કે રશિયાએ હુમલો કરવા માટે લગભગ 400 ઈરાની ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.તેમણે કહ્યું કે ઈરાનમાં બનેલા શહીદ-136 કામિકાઝ ડ્રોનથી અલગ-અલગ જગ્યાએ હુમલા કરવામાં આવ્યા. આ પહેલા 17 ઓક્ટોબરે રશિયાએ 43 ડ્રોન વડે યુક્રેન પર ઘાતકી હુમલા કર્યા હતા. આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા. 

ઇરાને રશિયાને હથિયારો આપવાનો ઇન્કાર કરી દીધો 
દરમિયાન તેહરાન અને રશિયા વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યા છે. કારણ કે ઈરાને રશિયાને હથિયારો આપવાનો ઈન્કાર કરી દીધો છે. 17 ઓક્ટોબરના રોજ રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં “કેમિકેઝ” ડ્રોન હુમલો કર્યો.આ હુમલાથી શહેરીજનો ગભરાઈ ગયા હતા. આ હુમલા દરમિયાન ઘણી રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. કિવે દાવો કર્યો છે કે મોસ્કોએ છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન પાસેથી ખરીદેલા ડ્રોનનો ઉપયોગ યુક્રેનના મોટા શહેરો સામે કર્યો છે.. 

ક્રિમીયા રોડ બ્રિજ પર હુમલા બાદ યુદ્ધ વધુ તેજ 
તાજેતરમાં ક્રિમીયા રોડ બ્રિજ પર એક ટ્રકમાં વિસ્ફોટ થયા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું.. ક્રિમીયા પ્રાયદ્વિપ તરફ જઈ રહેલી ટ્રેનની સાત જેટલી ઈંધણ ટેન્કોમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. ક્રિમિઅન બ્રિજ 2018માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ખોલવામાં આવ્યો હતો. તે રશિયાએ ક્રિમીઆ પર કબ્જો કર્યાના ચાર વર્ષ પછી તેને રશિયાના પરિવહન નેટવર્ક સાથે જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 19-કિલોમીટરનો આ પુલ ક્રિમીઆને મેઇનલેન્ડ રશિયા સાથે જોડે છે.
 
Whatsapp share
facebook twitter