Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એનએસઇ સ્કેમમાં ચિત્રા રામક્રિષ્ણાના નિકટના સાથી આનંદ સુબ્રમણ્યમની ધરપકડ

06:45 PM Apr 30, 2023 | Vipul Pandya

એનએસઇ કૌંભાડમાં ચિત્રા રામક્રિષ્ણાના
નીકટના સાથી આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરવામાં આવી છે. 2013થી 2016ના ગાળામાં જયારે
ચિત્રા એનએસઇના એમડી હતા ત્યારે તેમણે એક જ્ઞાત યોગીના કહેવા મુજબ આનંદ
સુબ્રમણ્યમને નોકરી પર રાખ્યો હતો અને આનંદને વારંવાર પ્રમોશન પણ મળ્યું હતું.


ચેન્નાઇથી કરાઇ ધરપકડ 

સુત્રોએ કહ્યું હતું કે નેશનલ સ્ટોક એકસચેન્જમાં થોડા
વર્ષો પહેલા થયેલી ગેરિરીતીના મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઇએ આનંદ સુબ્રમણ્યમની
ધરપકડ કરી લીધી ગતી. સીબીઆઇના સુત્રોએ કહ્યું હતું કે નેશનલ સ્ટોક એકસચેન્જમાં ઘણી
ગેરિરીતી થઇ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સીબીઆઇએ આંનંદની ચેન્નઇથી ધરપકડ કરી
હતી. આ ધરપકડ એનએસઇ કો લોકેશ સ્કેમ માં સંડોવણી મુજબ કરવામાં આવી છે. થોડા સમય પહેલા થયેલા ભ્રષ્ટાચારમાં આ અત્યાર સુધીની પહેલી ધરપકડ છે. ચિન્નાઇના ઘરેથી
ગુરુવારે મોડી રાતે સીબીઆઇએ તેની દરપકડ કરી હતી અને તેને દિલ્હી સ્થિત સીબીઆઇ
હેડક્વાર્ટર ખાતે લઇ જવાની તજવીજ કરાઇ હતી. જયાં તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે.
અગાઉ એનએસઇ કો લોકેશન સ્કેમમાં આનંદની પુછપરછ કરાઇ હતી પણ તેણે તપાસ
અધિકારીઓને તપાસમાં પુરતો સહયોગ આપ્યો ન હતો.


આનંદ જ યોગી હોવાનો દાવો 

 સીબીઆઇ અજ્ઞાત યોગી અને ચિત્રાની વચ્ચે ઇમેઇલ દ્વારા થયેલી વાતચીતના મુદ્દે
વધુ માહિતી મેળવવા માંગતી હતી પણ આનંદ  પુરતો સહયોગ આપતો ન હતો. સુત્રોએ કહ્યું હતું
કે અજ્ઞાત યોગી બીજું કોઇ નહી પણ આનંદ જ છે. એનએસઇએ સેબીને આપેલા સબમીશનમાં રજુઆત કરી હતી કે આનંદ જ  વાસ્તવમાં યોગી છે અને તે નકલી આઇડેન્ટીટી બનાવીને ચિત્રાનો
ફાયદો ઉઠાવી રહ્યો હતો. જો કે સેબીએ આ વાત સ્વીકારી ન હતી.