+

યુક્રેન અને રશિયા યુદ્ધની ગુજરાત સુધી અસર, આજથી જ અમલી બનશે ખાદ્ય તેલ સ્ટોક લિમિટ

યુક્રેન રશિયા યુદ્ધની અસર હવે ગુજરાતના ખાદ્ય તેલના સ્ટોક પર પડતી જોવાં મળી રહ્યી છે. રાજ્ય સરકારે ખાદ્ય તેલના સ્ટોક પર લગાવી રોક  લગાડવાનો નિર્ણય લીધો છે.  હાલમાં બજારને નિયમત્રિત કરવાં ખાદ્યતેલ અને તેલીબિયા સ્ટોક લિમિટ લાદી છે. આજથી જ અમલી બનશે ખાદ્ય તેલ સ્ટોક લિમિટરિટેલર્સ માટે 30 કવિન્ટલ અને હોલસેલર્સ માટે 500 કવિન્ટલ ખાદ્યતેલ ની મર્યાદા નક્કી કરાઇ છે. આ અંગે આજે રાજ્ય સરકારે  à
યુક્રેન રશિયા યુદ્ધની અસર હવે ગુજરાતના ખાદ્ય તેલના સ્ટોક પર પડતી જોવાં મળી રહ્યી છે. રાજ્ય સરકારે ખાદ્ય તેલના સ્ટોક પર લગાવી રોક  લગાડવાનો નિર્ણય લીધો છે.  હાલમાં બજારને નિયમત્રિત કરવાં ખાદ્યતેલ અને તેલીબિયા સ્ટોક લિમિટ લાદી છે. 
આજથી જ અમલી બનશે ખાદ્ય તેલ સ્ટોક લિમિટ
રિટેલર્સ માટે 30 કવિન્ટલ અને હોલસેલર્સ માટે 500 કવિન્ટલ ખાદ્યતેલ ની મર્યાદા નક્કી કરાઇ છે. આ અંગે આજે રાજ્ય સરકારે  તાત્કાલિક પરિપત્ર બહાર પાડીને રિટેલર્સ માટે 30 કવિન્ટલ અને હોલસેલર્સ માટે 500 કવિન્ટલ ખાદ્યતેલ ની મર્યાદા નક્કી કરી છે. સાથે જ વ્યાપારીઓએ સ્ટોકનીનોંધણી  પણ કરાવવી પડશે .જેનો અમલ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવામાં આવ્યો છે. જે આજથી અમલી બનશે. અને  જૂન 2022 સુધી અમલમાં રહેશે. 
 સિવિલ સપ્લાય ઓફિસરોને સ્ટોક ચેકીંગ માટે સત્તા પણ  અપાઇ 
આ સ્ટોક લિમિટ યથાવત રાખવા મુદ્દે  રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. તેમજ જો કોઇ આ લિમિટનો ભંગ કરે તો તે અંગે  સિવિલ સપ્લાય ઓફિસરોને સ્ટોક ચેકીંગ માટે સત્તા પણ  અપાઇ છે. સાથે જ વ્યાપારીએ પોતાના સ્ટોકની નોંધણી રાખવી પડશે. કોમોડિટી બજારમાં યુક્રેન – રશિયા યુદ્ધને લઇને પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આજે સવારથી જ તેની માઠી અસર બજારોમાં જોવાં મળી હતી. તેથી સામાન્ય લોકોના હિતનું ધ્યાન રાખીને આ મર્યાદા નક્કી કરાઇ છે.  
Whatsapp share
facebook twitter