Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજનો ચુકાદો દેશના ઇતિહાસમાં ઐતિહાસિક

08:10 PM Apr 18, 2023 | Vipul Pandya

આજે 14 વર્ષ બાદ અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને કોર્ટે સજાનું એલાના કર્યું હતું.  કોર્ટે  અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદનો ચુકાદો સંભળાવ્યો હતો. 2008 બોમ્બ બ્લાસ્ટના ચુકાદા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે  આજનો ચુકાદો દેશના ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો ગણાવાતા કહ્યું કે, ‘દેશની શાંતિને ડોહ્ળવાનો, ગુજરાતની સમૃદ્ધિને રગદોળવાનો જે પ્રયત્ન આંતકંવાદી વૃત્તિ ઘરાવનારા લોકો કરી રહ્યાં હતાં, અને જે કરવાનું વિચારે છે.તેમના માટે નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે, તેને હું આવકારુ છું, પરંતુ આ સજા સુધી આ આરોપીઓને પહોંચાડવામાં ગુજરાત પોલીસે જે કામ કર્યું છે તેને પણ બિરદાવું છું. આજના દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કેસમાં ગુજરાત પોલીસને ચેલેન્જ આપી હતી કે ,જો તમે આ ગુનો ઝડપી શોધી કાઢો અને આરોપીઓેને સજા સુધી પહોંચડો તે ગુજરાતની પ્રજા માટે એક મોટી ભેટ હશે.’
પોલીસને ઝડપી કામગીરી માટે ચાર્ટર ફ્લાઇટની પણ વ્યવસ્થા અપાઇ
ગુજરાત પોલીસની કામગીરીને બિરદવતા સી.આર. પાટીલે કહ્યું કે, ‘આમાટે એક મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પોલીસને પૂરતી મદદ કરી. જ્યાં જરુર પડી ત્યાં ચાર્ટર ફ્લાઇટની પણ વ્યવસ્થા પણ કરી આપી, જેથી પોલીસે અલગ અલગ રાજ્યોમાં છૂપાયેલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાનું મહત્ત્વનું કામ ઝડપી કર્યું. આઝમગઢ જેવા વિસ્તારમાંથી પણ પોલીસે ગુનેગારોને શોધી કાઢ્યાં. પૂરતાં પુરાવાના કરાણે સાક્ષીઓએ પણ ડર્યા વગર સાક્ષી આપી.નામદાર કોર્ટને તેનાથી સજા આપવામાં સરળતા રહી. દેશ અને દુનિયાના ઇતિહાસમાં એક સાથે 38 લોકોને ફાંસી અને 11 લોકોને જન્મટીપ થઇ હોય તેવો આ પહેલો કિસ્સો છે. હું ગુજરાત પોલીસને પણ અભિનંદન આપું છું.’