Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તર પ્રદેશમાં લગ્ન વિધિ દરમ્યાન કુવામાં પડતા 13 લોકોના મોત

06:02 PM May 07, 2023 | Vipul Pandya

ઉત્તરપ્રદેશના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુશીનગરમાં લગ્ન પ્રસંગ દરમિયાન બુધવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 13 લોકોના મોત થયા હતા. વિધિ દરમિયાન કૂવાનો સ્લેબ તૂટી પડતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં મહિલાઓ, કિશોરો અને છોકરીઓનો સમાવેશ થાય છે. 12 વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે જયારે  કૂવામાં વધુ લોકો હોવાની આશંકાથી બચાવ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.
લગ્નમાં આવેલી મહિલાઓ અને બાળકો જૂના કૂવા પર બેઠા હતા. તે સ્લેબથી ઢંકાયેલું હતું. ભારે વજનના કારણે સ્લેબ નીચે પડી ગયો હતો અને તેની ઉપર બેઠેલા લોકો પણ કૂવામાં પડી ગયા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોS 13 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.મૃતકો પૈકી બેની ઓળખ થઈ શકી નથી. 
બનાવને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો હતો, લગ્નમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળ પાર આવી પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદ લઇ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતક પોસ્ટમાર્ટમ માટે તથા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા    કમિશનર, ડીઆઈજી, ડીએમ, એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય વિશે પૂછપરછ કરી તથા  પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી છે.

મૃતકોની ઓળખ
1- પૂજા યાદવ (20) પુત્રી બળવંત
2- શશિકલા (15) પુત્રી મદન
3- આરતી (13) પુત્રી મદન
4- પૂજા ચૌરસિયા (17) પુત્રી રામ બદાઈ
5- જ્યોતિ ચૌરસિયા(10) રામ બડાઈ
6- મીરા (22) પુત્રી સુગ્રીવ
7- મમતા (35) પત્ની રમેશ
8- શકુંતલા (34) પત્ની ભોલા
9-પરી (20) પુત્રી રાજેશ
10- રાધિકા (20) પુત્રી મહેશ કુશવાહ
11- સુંદરી (9) પુત્રી પ્રમોદ કુશવાહા
આ પૈકી બે મહિલાઓની ઓળખ થઈ નથી. ડીએમએ કહ્યું છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. 
 વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો  

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.” હું ઈચ્છું છું કે સ્થાનિક વહીવટીતંત્ર શક્ય તમામ મદદમાં રોકાયેલું રહે.”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો  

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ટ્વિટ કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘કુશીનગર જિલ્લાના નૌરંગિયા સ્કૂલ ટોલા ગામની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગ્રામજનોનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. પ્રભુ શ્રી રામ ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ કરે તેવી કામના કરું છું.