+

અમદાવાદમાં Air India ની ઘોર બેદરકારી, ઓસ્ટ્રેલિયાથી આવેલો મૃતદેહ અન્ય વ્યક્તિને સોંપી દેવાયો

Gross negligence of Air India : અમદાવાદમાં Air India ની ગંભીર બેદરકારી (Serious negligence) સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર (Surendranagar) ના…

Gross negligence of Air India : અમદાવાદમાં Air India ની ગંભીર બેદરકારી (Serious negligence) સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર (Surendranagar) ના જીલ ખોખરા (Jill Khokhra) નું મોત થયું હતું. જેમના મૃતદેહ (Dead Body) ને Air India ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ (Australia to Ahmedabad) લાવવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આ મૃતદેહ (Dead Body) સ્વજનોની જગ્યાએ કોઇ ત્રીજી વ્યક્તિને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે પરિવારજનો મૃતદેહ લેવા માટે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચ્યા જે બાદ આ ગંભીર બેદરકારી સામે આવી હતી.

એર ઈન્ડિયાની બેદરકારીના કારણે મૃતદેહ પહોંચ્યો અન્ય સરનામે

એર ઈન્ડિયા (Air India) ની એક ગંભીર બેદરકારીએ સુરેન્દ્રનગર (Surendranagar) ના પરિવારને પોતાના જ દિકરાના મૃતદેહ (Dead Body) થી દૂર કર્યા છે. પરિવાર જ્યારે પોતાના દિકરાનો મૃતદેહ એરપોર્ટ પર લેવા માટે ગયો ત્યારે તેમને જાણ થઇ કે તેને ખોટા સરનામે (Wrong Address) મોકલી દેવામાં આવ્યો છે. આ જાણી પરિવારજ (Family) નો ખૂબ જ રોષે (Angry) ભરાયા હતા. મળતી માહિતી અનુસાર, એક તરફ મૃતદેહ (Dead Body) ને કોઇ અન્ય સરનામે (Other Address) મોકલી દીધો અને બીજી તરફ જ્યારે તેની ફરિયાદ (Complaint) કરવામાં આવી તો એર ઇન્ડિયા (Air India) ના અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો. સુત્રોની માનીએ તો નામ અને સહી વગર મૃતદેહને ધ ફસ્ટ કોર્પોરેટ ઓફીસમાં મોકલી દેવામાં આવ્યો હતો.

ગત વર્ષે ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત વર્ષે નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં એક મહિલા મુસાફરને વીંછીએ ડંખ માર્યો હતો. ત્યારબાદ પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને વિમાનના લેન્ડિંગની સાથે જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લેન્ડિંગ પછી, પેસેન્જરને તાત્કાલિક એરપોર્ટ પર ડૉક્ટર દ્વારા તપાસ કરી અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ રજા આપવામાં આવી હતી. તે સમયે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ ટીમે વિમાનનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે તમામ પ્રોટોકોલને અનુસરીને વિમાનમાં શોધ કરી અને વીંછીને બહાર કાઢી દીધો હતો. આ પછી પ્લેનની સફાઈ કરવામાં આવી હતી. એરલાઈને આ ઘટના માટે પેસેન્જરની માફી પણ માંગી છે.

આ પણ વાંચો – અમદાવાદના SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન કર્યો હાંસલ

આ પણ વાંચો – Surat Airport : એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત, મુસાફરોનો જીવ તાળવે ચોંટયો

Whatsapp share
facebook twitter