Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્વતંત્રતા દિવસ પર વિશ્વભરમાંથી ભારત પર શુભેચ્છાઓની વર્ષા

03:39 PM Aug 15, 2023 | Vishal Dave

દેશના 77માં સ્વતંત્રતા દિવસ પર વિશ્વભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ ખાસ અવસર પર વૈશ્વિક હસ્તીઓથી લઈને ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારત અને ભારતના લોકોને અભિનંદન સંદેશ મોકલ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને હિન્દીમાં પોતાનો સંદેશ લખીને પીએમ મોદીને ટેગ કર્યા છે. પોતાના સંદેશમાં ફ્રાંસના રાષ્ટ્રપતિએ થોડા દિવસો પહેલા પેરિસમાં પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની કેટલીક ઝલક શેર કરી હતી. બીજી તરફ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ ભારતના નાગરિકો સાથે પીએમ મોદીને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.

મેક્રોનનું હિન્દીમાં ટ્વિટ

પોતાના X હેન્ડલ પર વિડિયો શેર કરતા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને હિન્દીમાં તેમની શુભેચ્છા આપતા લખ્યું કે “સ્વતંત્રતા દિવસ પર ભારતીયોને હાર્દિક અભિનંદન. એક મહિના પહેલા પેરિસમાં, મેં અને મારા મિત્રએ ભારતની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધી નવી ભારત-ફ્રાંસ મહાત્વાકાંક્ષાઓ નિર્ધારિત કરી હતી.. ભારત એક વિશ્વસનીય મિત્ર અને ભાગીદારના રૂપમાં ફ્રાંસ પર ભરોસો કરી શકે છે

ભૂતાન તરફથી પણ શુભેચ્છાઓ

ભૂટાનના વડા પ્રધાન લોટે ત્સેરિંગે ટવીટ કરીને લખ્યું છે કે, “આજે હું ભારતના મારા મિત્રો સાથે તેમના રાષ્ટ્રની અદ્ભુત યાત્રાની ઉજવણી કરી રહ્યો છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સતત નવા સપના સાકાર કરી રહ્યું છે અને દેશ અંદર અને બહાર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. અમે તમને તમામ અવરોધોથી મુક્ત પ્રવાસની શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતના લોકો કાયમી સુખ અને પ્રગતિ કરે. સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

પુતિને અભિનંદન સંદેશ મોકલ્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશ મોકલ્યો છે. પુતિને એક અભિનંદન સંદેશમાં જણાવ્યું હતું કે, “તમારા દેશે આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય સફળતા હાંસલ કરી છે. ભારત વૈશ્વિક સ્તરે સારી રીતે સન્માનિત છે અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં મહત્વપૂર્ણ રચનાત્મક ભૂમિકા ધરાવતો દેશ છે.”