Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jain Samaj : જુનાગઢમાં પૌત્ર, પિતા અને દાદાએ સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું

12:28 PM Mar 14, 2024 | Vipul Sen

જૈન સમાજના (Jain Samaj) ઈતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી ઘટના બની છે, જેમાં પૌત્ર, પિતા અને દાદાએ સંસારનો ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. આ ત્રણેય દીક્ષાર્થીઓની જામનગરમા (Jamnagar) વરસીદાનની શોભાયાત્રા યોજાયા બાદ જૂનાગઢ (Junagadh) ખાતે ત્રણેય પેઢીઓ એક સાથે દીક્ષાગ્રહણ કરી હતી.

ત્રણેય પેઢીઓનો એક સાથે દીક્ષાગ્રહણ

ત્રણ પેઢીની જૂનાગઢ (Junagadh) તળેટી મધ્યે ગિરનાર દર્શન ધર્મશાળામાં દીક્ષા યોજાતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આજીવન આયંબિલ તપ આરાધક ગિરનાર તિર્થોધારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભ સૂરીશ્વરજી ચરણે જીનશાસનને સમર્પિત થશે. અજીતકુમાર શાંતિલાલ શાહની ઉંમર 80 વર્ષ છે અને તેઓ મૂળ વતન શિહોર હાલ જામનગરમાં રહે છે. સાથે જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ગુજરાત વિદ્યુત બોર્ડમાં (Gujarat Vidyut Board) કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરતા હતા. હાલ, નિવૃત્ત જિંદગી અને ધર્મધ્યાન-અભ્યાસમાં પ્રવૃત રહે છે. જ્યારે, સયમના માર્ગે વળેલા અજિતકુમારના પુત્ર કૌશિક અજીતભાઈ શાહની 52 વર્ષની ઉંમર છે અને જામનગર નિવાસી સિવિલ એન્જિનિયર (civil engineer) કારકિર્દીની શરૂઆતમાં આર્મીના બાંધકામ ક્ષેત્રમાં કાર્યરત હતા.

દીક્ષાગ્રહણ મ. સા.ની ઉપસ્થિતિ

 

પૌત્રે B.Com અને CA FINAL માં એક ગ્રૂપ પાસ કર્યા

દરમિયાન, પૂજ્યપાદ યુગપ્રધાનસમ આચાર્ય તુલ્ય પૂજ્ય ચંદ્રશેખરવિજયજી પંન્યાસ ભગવંત ગુરુમાની પ્રેરણાથી બાંધકામ સિવિલ એન્જિનિયરમાંથી નિવૃત્ત થયા અને બ્રાસપાટ હાર્ડવેર સપ્લાયર્સ તરીકે કામકાજ કરતા હતા. પૂજ્યપાદ પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજયજી મહારાજના પુસ્તકો, પૂજ્ય શ્રી વજ્રસેનવિજયજી મહારાજ, પરમ પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમપ્રભસુરિશ્વરજી મહારાજ સાહેબ નાનપણમાં અભ્યાસ કર્યો અને ઉપધાન તપ દરમિયાન ગુરુ મા.સા. સંઘમાં રહેવાથી વૈરાગ્યવાસિત થયા. પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી રવિશેખર સૂરિશ્વરજી મા.સા.ની આધ્યાત્મ મંડિત જિનવાણીથી વૈરાગ્ય દ્રઢ થયો હતો. જ્યારે, પૌત્ર વિરલ કૌશિકભાઈ શાહ (ઉ.વ 25) એ B.Com અને CA FINAL એક ગ્રૂપ પાસ કરી આગળ અભ્યાસ કરતો હતો.

ત્રણેય પેઢીઓનો એક સાથે દીક્ષાગ્રહણ

 

ગઈકાલે શુભ મૂહુર્તમાં પ્રયાણ કર્યું હતું

ત્યારે, કુટુંબના હેત્વીબેન (સાધ્વીજી શ્રીહેમર્ષીપ્રિયાશ્રીજી) ના દીક્ષા પ્રસંગે લગભગ દોઢ વર્ષ પહેલાં ઘણું મનોમંથન કરી અને બાળપણમાં માતા-પિતાના મળેલ સંસ્કાર, દાદી કુસુમબેન જેઓ 9 મહિના પહેલા અમને છોડી સ્વર્ગવાસ થયા હતા. તેઓના સંસ્કાર, ખોળામાં સુવાડી ભક્તીમય સ્તોત્ર પાઠ વારંવાર સંભળાવી-બોલતા-શીખવા સાથે તેનો મુખપાઠ કરાવ્યો હતો. આથી ત્રણ પેઢી પિતા, પુત્ર અને પૌત્ર સાથે સંયમ માર્ગે (Jain Samaj) ગઈકાલે શુભ મૂહુર્તમાં પ્રયાણ કર્યું હતું.

અહેવાલ : જય વિરાણી

 

આ પણ વાંચો – રાજ્ય સરકારની સુદ્ઢ કામગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત; ગોંડલના જામવાડી ગામે ૧ હેક્ટરમાં નિર્માણ પામેલ “વન કવચ”

આ પણ વાંચો – Balva District: બાવળા તાલુકા નગરપાલિકામાં રાજ્ય ગૃહમંત્રી કુલ 54.18 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો – અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે