Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pakistan ની 14 મોબાઈલ એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ List

10:30 AM May 01, 2023 | Viral Joshi

આતંકવાદ પર મોદી સરકારે ડિઝિટલ સ્ટ્રાઈક કરી છે. એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે 14 મોબાઈલ મેસેન્જર એપ્સને બ્લોક કરી દીધી છે. આ મોબાઈલ મેસેન્જર એપ્સ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઓવર ગ્રાઉન્ડ વર્કરને (OGW) ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા. સમાચાર અનુસાર, સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ કડક પગલું ભર્યું છે.

આ એપ્સ બ્લોક કરવામાં આવી
જે મેસેન્જર એપ્સને બ્લોક કરવામાં આવી છે તેમાં Cryptvisor, Enigma, SafeSwiss, Vikrame, Mediafire, Briar, Beechat, Nandbox, Conion, IMO, Element, Second Line, Jangi અને Threemaના નામ સામેલ છે.

ગુપ્તચર એજન્સીઓની હતી નજર

  • ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના હેન્ડલર્સ જમ્મુ-કાશ્મીરમાં રહેતા તેમના ઓપરેટિવ્સને કોડેડ મેસેજ મોકલતા હતા. ગુપ્તચર એજન્સીઓ આના પર ઘણા સમયથી નજર રાખી રહી હતી.
  • ગૃપ્તચર એજન્સીની તપાસમાં સામે આવ્યું કે, આતંકવાદીઓ કાશ્મીરમાં તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ સાથે વાતચીત કરવા માટે એપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. આ એપ્સના ભારતમાં પ્રતિનિધિઓ નથી અને ભારતીય કાયદા મુજબ, માહિતી મેળવવા માટે તેમનો સંપર્ક કરી શકાતો નથી. એજન્સીઓએ અનેક વખત મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અગાઉ અનેક એપ્સ પર લાગી ચુક્યો છે પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સરકારે ચીન સાથે કનેક્શન ધરાવતી લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે. ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો હતી.

આ પણ વાંચો : સ્થાપના દિવસ પર PMનું ટવીટ ‘ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરતું રહે’