+

ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો સરકારનો પ્રયાસ

ભારતનું બજેટ (Budget) 2023 ઓટો ઉદ્યોગ માટે ઘણું બધું લઈને આવ્યું છે. જેનો ફાયદો આગામી સમયમાં જોવા મળશે, આ બજેટ દ્વારા સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. બજેટમાં ઓટો સેક્ટર માટે મોટી બાબતોબજેટ 2023માં નાણામંત્રી દ્વારા ઓટો સેક્ટર માટે મહત્વની વાતો કહેવામાં આવી છે. જેમાં વાહન બદલવાને પ્રાધાન્ય આપવામાં આવશે. વાહન બદલવામાં જૂના વાહનોનો સ્ક
ભારતનું બજેટ (Budget) 2023 ઓટો ઉદ્યોગ માટે ઘણું બધું લઈને આવ્યું છે. જેનો ફાયદો આગામી સમયમાં જોવા મળશે, આ બજેટ દ્વારા સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. 
બજેટમાં ઓટો સેક્ટર માટે મોટી બાબતો
બજેટ 2023માં નાણામંત્રી દ્વારા ઓટો સેક્ટર માટે મહત્વની વાતો કહેવામાં આવી છે. જેમાં વાહન બદલવાને પ્રાધાન્ય આપવામાં આવશે. વાહન બદલવામાં જૂના વાહનોનો સ્ક્રેપ મારફતે નિકાલ કરવામાં આવશે. જેનો સૌથી મોટો ફાયદો પ્રદૂષણ ઘટાડવામાં થશે. જે હરિયાળું વાતાવરણ બનાવવામાં મદદ કરશે.
કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે
બીજી મોટી વાત, કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે. જેથી કરીને રાજ્યો પણ જૂના વાહનોને બદલીને નવા વાહનો લઈ શકે. આ બજેટનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. જેમાં હાલની જૂની એમ્બ્યુલન્સને બદલવામાં આવશે, જે પ્રદુષણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનાથી ઘણી રાહતની આશા રાખી શકાય છે.
ઓટોમોબાઈલ સસ્તુ 
ત્રીજું, 2023ના કેન્દ્રીય બજેટમાં પણ ઓટોમોબાઈલ સસ્તી થવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો સામાન્ય માણસના ખિસ્સાને થશે અને દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારી શકાશે.

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન 
ચોથું, ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે સરકારનું ખૂબ જ સકારાત્મક વલણ જોવા મળ્યું છે. આ બજેટ દ્વારા સરકાર ઈલેક્ટ્રિક વાહનોની કિંમતો વ્યાજબી રાખીને મોટાભાગના ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો તરફ વાળવાનો પ્રયાસ કરશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter