Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Google: ભારતીય મૂળના માધવ ચિનપ્પાને ગૂગલે કર્યા બરતરફ, LinkedIn પર લખી એક લાગણીશીલ પોસ્ટ

09:42 AM Jul 26, 2023 | Hiren Dave

વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલે તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. ભારતીય મૂળના માધવ ચિનપ્પા 13 વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા હતા. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે આ 13 વર્ષોમાં હું ગૂગલ તરફથી જે હાંસલ કરી શક્યો છું તેના પર મને ગર્વ છે.ભૂતપૂર્વ ડિરેક્ટર ગાર્ડનીંગ લીવ પર છેમીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે હાલમાં જ તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. માધવે આ વાતની પુષ્ટિ કરી છે. ચિનપ્પાએ લિંક્ડઇન પર કહ્યું કે હું ગૂગલની છટણી હેઠળ ગૂગલ છોડી રહ્યો છું. હું અત્યારે ‘ગાર્ડનિંગ લીવ’ પર છું. આ સમય દરમિયાન મને મારા કામ, કારકિર્દી, જીવન વગેરે પર વિચાર કરવા માટે વધુ સમય મળશે. ચિનપ્પા ગૂગલમાં તેમના 13 વર્ષનું વર્ણન કરે છે. તેમણે ડિજિટલ ન્યૂઝ ઇનિશિયેટિવ અને જર્નાલિઝમ ઇમર્જન્સી રિલિફ ફંડ સહિત Google પર કરેલા વિવિધ કાર્યોને પણ યાદ કર્યા. ચિનપ્પાએ અંતમાં કહ્યું કે હું આ 13 વર્ષોમાં ગૂગલ સાથે જે હાંસલ કરી શક્યો છું તેના પર મને ગર્વ છે. તમને જણાવી દઈએ કે, ‘ગાર્ડનિંગ લીવ’ એ સમય છે જ્યારે કર્મચારીઓને કામ પર આવવાનો ઇનકાર કરવામાં આવે છે પરંતુ તેમને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે. જેથી આગળ વધવા માટે તૈયાર થઈ શકે.જેને આપડે નોર્મલી નોટિસ પિરિયડ પણ કહીએ છીએ.મમ્મી સાથે વિતાવશે સમયચિનપ્પાએ કહ્યું કે આગામી પ્રવાસ પર આગળ વધતા પહેલા તેમની પાસે સમય છે. તે ઓગસ્ટમાં રજા લેશે. જ્યારે, સપ્ટેમ્બરમાં તે ભારત જશે, જ્યાં તે તેમની માતા સાથે આખો મહિનો વિતાવશે. આ પછી તેઓ ઓક્ટોબરથી ફરી કામ કરવાનું વિચારી રહ્યા છે.29 વર્ષનો અનુભવસોશિયલ મીડિયા અનુસાર, ચિનપ્પાએ રાઇસ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને પોલિસી સ્ટડીઝમાં બીએ કર્યું છે. આ ઉપરાંત તેણે જકાર્તા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. ગૂગલ પહેલા, ચિનપ્પાએ બીબીસી, યુબીએમ, એપીટીએન સાથે કામ કર્યું હતું. ચિનપ્પા પાસે કુલ 29 વર્ષનો અનુભવ છે.

આ પણ  વાંચો-બેઈન કેપિટલ અદાણી ગ્રૂપની કંપનીમાં 90 ટકા હિસ્સો ખરીદશે, અમેરિકન ફર્મ સાથે ડીલ કન્ફર્મ