Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Google એ મધર્સ ડે પર બનાવ્યું શાનદાર Doodle, માતાઓને તેમના ત્યાગ અને બલિદાન બદલ કર્યા યાદ

05:58 AM Apr 18, 2023 | Vipul Pandya

વિશ્વના ઘણા દેશોમાં રવિવાર 08 મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ગૂગલે તેના ડૂડલ દ્વારા વિશ્વભરની માતાઓને સમર્પણના દિવસને વધુ ખાસ બનાવ્યો છે. 
ત્યાગ અને બલિદાન બદલ યાદ કર્યા
Google Doodle દ્વારા પ્રેમના નાના કૃત્યો બતાવીને માતૃત્વની ઉજવણી કરી છે. Google એ મધર્સ ડે 2022 પર ચાર સ્લાઇડ્સ સાથે એક ખાસ Gif Doodle બહાર પાડ્યું છે. Google આ દિવસને ઘણી નાની-નાની રીતે વર્ણવીને ઉજવે છે, જેમાં માતા તેના બાળકની સંભાળ કેવી રીતે રાખે છે તે પણ બતાવવામાં આવ્યું છે. સર્ચ એન્જિન ગૂગલે ફરી એકવાર તેની જાણીતી શૈલીમાં ડૂડલ બનાવીને મધર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. આજે, 8મી મે 2022, મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. મધર્સ ડે નિમિત્તે ગૂગલે વિશ્વભરની માતાઓને તેમના ત્યાગ અને બલિદાન બદલ યાદ કર્યા છે. મહત્વનું છે કે, મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. મધર્સ ડેને ખાસ બનાવવા માટે કોઈ માતા માટે ગિફ્ટ ખરીદે છે તો કોઈ સરપ્રાઈઝ પ્લાન કરે છે. વળી, કેટલાક લોકો પ્રેમ અને લાગણીથી ભરેલા ખાસ સંદેશાઓ દ્વારા માતાને મધર્સ ડેની શુભેચ્છા પાઠવે છે. સર્ચ એન્જિન Google ખાસ પ્રસંગોએ આ પ્રકારના ડૂડલ બનાવે છે. ગૂગલે ડૂડલ બનાવીને પોતાની આગવી શૈલીમાં મધર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. માતા પ્રત્યેના પ્રેમ, લાગણી અને આદરની લાગણી ગૂગલ ડૂડલમાં પ્રતિબિંબિત થઈ રહી છે.
મધર્સ ડેનો ઈતિહાસ
મધર્સ ડે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. તે સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે મે મહિનાનો બીજો રવિવાર 8મીએ . આવી સ્થિતિમાં 8મી મે 2022ના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા ઇતિહાસકારો અનુસાર, મધર્સ ડેની ઔપચારિક શરૂઆત 1914 થી થઈ હતી. એના જાર્વિસ નામની અમેરિકન મહિલાએ મધર્સ ડે ઉજવવાનું શરૂ કર્યું હતું. એના માટે, તેની માતા તેની આદર્શ હતી. તે તેની માતાને ખૂબ માન આપતી હતી. તેથી જ જ્યારે તેની માતાનું અવસાન થયું ત્યારે તેણે પોતાનું જીવન માતાને સમર્પિત કર્યું. તેણીએ માતાના મૃત્યુ પછી મધર્સ ડેની શરૂઆત કરી હતી. તે દિવસોમાં યુરોપમાં આ દિવસને મધર્સ ડે નહીં પણ મધરિંગ સન્ડે કહેવાતો હતો.
મધર્સ ડેનું મહત્વ
મધર્સ ડે એ માતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવતો દિવસ છે. આ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે…
-મધર્સ ડે એ વિશ્વના વિવિધ ભાગોમાં તમારી માતાને આદર આપવાનો અને તેના પ્રત્યે તમારો પ્રેમ દર્શાવવાનો અથવા વ્યક્ત કરવાનો દિવસ છે.
-મધર્સ ડે એ માતાના યોગદાન, માતૃત્વના બંધન અને સમાજમાં માતાની ભૂમિકાની ઉજવણી કરવાનો દિવસ છે.
-ઘણા લોકો માટે આ માત્ર એક દિવસ તેમની માતાનો આભાર માનવા પૂરતો ન હોઇ શકે. તેમ છતાં પણ આ દિવસ દરેકને તેમની માતા માટે કંઈક ખાસ કરવાની તક આપે છે.
-મધર્સ ડે એ દિવસ છે જ્યારે તમને તમારી માતાને એ અહેસાસ કરાવવાની તક મળે છે કે તે તમારા માટે કેટલી મહત્વપૂર્ણ અથવા ખાસ છે અને તમે આજે જે છો તેના કારણે છો.