+

ગણતંત્ર દિવસ પર Google એ બનાવ્યું શાનદાર Doodle

Google Doodle : દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યું છે. ત્યારે આજના પ્રજાસત્તાક દિવસ પર, સર્ચ એન્જિન ગૂગલે પણ એક અદ્ભુત ડૂડલ સમર્પિત કર્યું છે, જેમાં બ્લેક…

Google Doodle : દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યું છે. ત્યારે આજના પ્રજાસત્તાક દિવસ પર, સર્ચ એન્જિન ગૂગલે પણ એક અદ્ભુત ડૂડલ સમર્પિત કર્યું છે, જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર પરેડની ઝલક બતાવવામાં આવી છે. જેમાં તેમણે અનેક સ્ક્રીન્સ બતાવી છે જેમાં એક કલર અને એક બ્લેક એન્ડ વ્હાઇટ છે. ગૂગલે પહેલા બે ટીવી અને પછી એક મોબાઈલ ફોન બતાવ્યો છે. આ ડૂડલ વૃંદા જાવેરીએ બનાવ્યું છે.

ભારતના 75માં ગણતંત્ર દિવસના અવસર પર Google એ બનાવ્યું Doodle 

સર્ચ એન્જિન ગૂગલે ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર એક વિશેષ ડૂડલ બહાર પાડ્યું છે, જેમાં એનાલોગ ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધીની દેશની સફર દર્શાવવામાં આવી છે. ડૂડલ એ એક પ્રકારનું ડ્રોઇંગ છે જેમાં સૌથી મોટી ઘટનાઓ અથવા વિષયોને પણ સરળ રીતે દર્શાવવામાં આવ્યા છે. આજના ગૂગલ ડૂડલમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડ છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્ક્રીન પર કેવી રીતે જોવા મળી છે. ભારત 1947 માં બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950 ના રોજ પ્રજાસત્તાક બન્યું. વર્ષોથી, અમે કેથોડ રે ટ્યુબવાળા મોટા ટેલિવિઝન સેટમાંથી નાના ટીવી અને પછી સ્માર્ટફોન તરફ આગળ વધ્યા છીએ. આ ડૂડલમાં બે ટીવી સેટ અને એક મોબાઈલ ફોન દર્શાવવામાં આવ્યો છે જેમાં ડાબી બાજુએ પ્રથમ એનાલોગ ટેલિવિઝન સેટની ઉપર ગૂગલનો ‘G’ લખેલો છે અને બે ટીવી સ્ક્રીનને બે ‘O’ અક્ષરો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આજનું ડૂડલ મહેમાન કલાકાર વૃંદા ઝાવેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું

Google શબ્દના બાકીના ત્રણ અંગ્રેજી અક્ષરો ‘G’, ‘L’ અને ‘E’ જમણી બાજુએ બતાવેલ મોબાઈલ હેન્ડસેટની સ્ક્રીન પર લખેલા છે. પ્રથમ ટીવી સ્ક્રીન પર પરેડનું એક દ્રશ્ય બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે બીજા રંગીન સ્ક્રીન પર ઉંટની સવારી બતાવીને ટેક્નોલોજીની સફરને ઉજાગર કરવામાં આવી છે. આ ડૂડલ પર લખવામાં આવ્યું છે કે, આ ડૂડલ ભારતના પ્રજાસત્તાક દિવસના અવસર પર બનાવવામાં આવ્યું છે જે 1950માં ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રએ પોતાને સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક જાહેર કર્યું હતું તે દિવસની યાદમાં બનાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આજનું ડૂડલ મહેમાન કલાકાર વૃંદા ઝાવેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા દાયકાઓમાં ગણતંત્ર દિવસની પરેડને વિવિધ પ્રકારની સ્ક્રીન પર દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો – Republic Day : જાણો આજના દિવસે જ કેમ મનાવવામાં આવે છે ગણતંત્ર દિવસ, જાણો ઈતિહાસ

આ પણ વાંચો – Republic Day 2024: ભારત-ચીનની સરહદ પર તૈનાત ITBPના જવાનોએ ફરકાવ્યો તિરંગો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter