Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પેરિસ ઓલિમ્પિકની પ્રિ-ઈવેન્ટમાં ગુડ ન્યૂઝની હેટ્રિક, મિક્સ્ડ ટીમમાં પણ ભારતીય તીરંદાજોનો કમાલ

11:11 PM Jul 25, 2024 | Hardik Shah

Paris Olympic 2024 : ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની ભારતની મિશ્ર તીરંદાજી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં આગામી મિક્સ્ડ ટીમ (Mixed Team) ઈવેન્ટ માટે પાંચમી અગ્રતાનો ક્રમ મેળવી લીધી છે. વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં બંનેના પ્રભાવશાળી પ્રદર્શનથી તેમને આ સ્થાન મળ્યું.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય તીરંદાજોની હેટ્રિક

પેરિસ ઓલિમ્પિકની પ્રિ-ઈવેન્ટમાં ગુડ ન્યૂઝની હેટ્રિક જોવા મળી હતી. આજે ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. મહિલાઓના શાનદાર પ્રદર્શન બાદ પુરુષોએ ખૂબ પ્રભાવિત કર્યા હતા. હવે મિક્સ્ડ ટીમમાં પણ ભારતીય તીરંદાજોએ સારું પ્રદર્શન કર્યું છે. જેમા તેમણે 5મો ક્રમ હાસિંલ કર્યો છે. તિરંદાજીમાં મિક્સ્ડ ટીમમાં ભારત પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારતની અંકિતા ભકત અને બી.ધીરજ પ્રિ-ક્વાર્ટર રમશે. પ્રિ-ક્વાર્ટરમાં ભારતનો મુકાબલો ઈન્ડોનેશિયા સામે થશે. ત્રણેય ઈવેન્ટમાં રેન્કિંગ રાઉન્ડમાં ભારતીય તીરંદાજોની કમાલ જોવા મળ્યો હતો. પહેલાં દિવસે ભારતે ત્રણેય પ્રિ-ઈવેન્ટમાં દમદાર પ્રદર્શન કરી બતાવ્યું છે કે આ ઓલિમ્પિકમાં ભારતને રેકોર્ડ મેડલ મળશે.

પેરિસ 2024 ઓલિમ્પિક્સ તીરંદાજી રેન્કિંગ રાઉન્ડ: ભારતના પરિણામો

પુરુષોની વ્યક્તિગત

ધીરજ બોમ્માદેવરા – ચોથું સ્થાન
તરુણદીપ રાય- 14મું સ્થાન
પ્રવીણ જાધવ- 39મું સ્થાન

મહિલા વ્યક્તિગત

અંકિતા ભકત – 11મું સ્થાન
ભજન કૌર- 22મું સ્થાન
દીપિકા કુમારી- 23મું સ્થાન

પુરુષોની ટીમ

ટીમ ઈન્ડિયા – ત્રીજું સ્થાન

મહિલા ટીમ

ટીમ ઈન્ડિયા – ચોથું સ્થાન

મિશ્ર ટીમ

ટીમ ઈન્ડિયા- પાંચમું સ્થાન

આ પણ વાંચો: Paris Olympic 2024 માં ભારતીય પુરુષ તીરંદાજી ટીમની શાનદાર શરૂઆત