Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રેશનકાર્ડ ધારકો માટે આવ્યા ખુશખબર, વડપ્રધાનશ્રીની સરકારે કરી આ મોટી જાહેરાત

09:36 AM Apr 17, 2023 | Vipul Pandya

દેશની ગરીબ વસ્તીને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે (Central Govt) મફત રેશન (Ration) આપવાની યોજનાને વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી. અગાઉ સરકારે આ યોજનાને ત્રણ મહિના માટે એટલે કે આ વર્ષના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Shri Narendra Modi)ની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટની બેઠક (cabinet meeting)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાણા મંત્રાલય (Ministry of Finance) ના જણાવ્યા અનુસાર ત્રણ મહિના માટે ફ્રી રેશનની યોજનાને આગળ વધારવાથી તિજોરી પર 45,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. ત્યારે  કેન્દ્ર સરકારે (Central Govt) પોતાની પાસે જમા કરાયેલા અનાજના સ્ટોકની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. હાલમાં સરકાર પાસે અનાજ મોટા પાયા પર ઉપલબ્ધ છે. પહેલા એવી ચર્ચા હતી કે કદાચ ફ્રી રેશનની યોજના હવે બંધ થઈ જશે, પરંતુ આ નિર્ણયને રાજકીય દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહ્યો છે.

આગામી ત્રણ મહિનામાં ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં આ યોજનાને ત્રણ મહિના સુધી લંબાવવાના નિર્ણયને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નામે કરવામાં આવી હતી. આ અંતર્ગત દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત રાશન આપવામાં આવે છે.
80 કરોડ લોકોને ફાયદો થશે
સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવ્યા બાદ તેનો સીધો ફાયદો 80 કરોડ લોકોને થશે. સરકાર દ્વારા આ યોજનાને વધારવાનો સંકેત પહેલાથી જ આપવામાં આવ્યો હતો. કેન્દ્રીય ખાદ્ય વિભાગના સચિવે પણ આ અંગે સંકેત આપ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશ્વની સૌથી મોટી ખાદ્ય યોજના છે.
3.40 લાખ કરોડનો ખર્ચ કર્યો
યોજનાને આગળ ધપાવવા માટે સરકાર દ્વારા છેલ્લા દિવસોમાં સ્ટોકની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ યોજના પર અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રીય યોજના હેઠળ દેશના તમામ ગરીબ રેશનકાર્ડ ધારક પરિવારોને વ્યક્તિ દીઠ 5 કિલો રાશન આપવામાં આવે છે. શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.