+

GONDAL : ધંધાની હરીફાઈને લઈને હડમતાળા GIDC ના વેપારીને અપાઈ ધમકી, નુકસાનીની રકમ વસૂલવા કરાઈ દબંગગીરી

અહેવાલ – વિશ્વાસ ભોજાણી  ગોંડલ નજીકના હડમતાળા GIDC માં ચક્કી આટાની ફેક્ટરી ચલાવતા વેપારીને ધંધાની હરીફાઈમાં જુનાગઢ ભાવનગરના વેપારીઓએ ફૂડ કોર્પોરેશન તથા જીઈબીના અધિકારીઓ સાથે મિલી ભગત કરી માનસિક ત્રાસ…
અહેવાલ – વિશ્વાસ ભોજાણી 
ગોંડલ નજીકના હડમતાળા GIDC માં ચક્કી આટાની ફેક્ટરી ચલાવતા વેપારીને ધંધાની હરીફાઈમાં જુનાગઢ ભાવનગરના વેપારીઓએ ફૂડ કોર્પોરેશન તથા જીઈબીના અધિકારીઓ સાથે મિલી ભગત કરી માનસિક ત્રાસ અને ઘાક ધમકી આપતા બનાવને લઈને હડમતાળા GIDC માં ચકચાર જાગી છે. વેપારીએ પોતાના જીવ ઉપર જોખમ હોવાનું જણાવી રાજ્યના પુરવઠા મંત્રી કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે.
 પ્રાપ્ત વિગતો મુજબ હડમતાળા જીઆઇડીસીમાં  શ્રી હરિ પ્રોટીન્સ નામે ચક્કી આટાની ફેક્ટરી ચલાવતા રમેશભાઈ સોરઠીયાએ પુરવઠા મંત્રી જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ફ્લોર મિલર્સ તથા ચક્કી પ્લાન્ટના વેપારીઓને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા 2125 લેખે 200 ટનની મર્યાદામાં દર અઠવાડિયે ઘઉંની ફાળવણી કરવામાં આવે છે. આ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે. અમો એ 10 ટનનું ઊંચું ટેન્ડર રૂપિયા 2220 માં ભર્યું હતું. તેની સામે વનરાજ ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ જૂનાગઢના દિલીપભાઈ મેઘપરા એ રૂપિયા 2240 માં ટેન્ડર ભર્યું હોય તેમનું ટેન્ડર પાસ થયું હતું તેથી દિલીપભાઈ મેઘપરાય એ મને ધમકી આપેલ કે તમારા ટેન્ડરને કારણે મને રૂપિયા 2,30,000 ની નુકસાની આવી છે, તે તમારે ભરપાઈ કરવી પડશે બાદમાં.
આ રકમ માટે વારંવાર ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ શરૂ કર્યો હતો. દિલીપભાઈ મેઘપરા ચક્કી આટાના ધંધાર્થીઓનું ગ્રુપ ચલાવતા હોય તેમાં જોડાઈ જવા મને દબાણ કરતાં હું જોડાયો હતો ત્યારબાદ તેમણે મને ક્વિન્ટલ લેખે રૂપિયા 15 અધિકારીઓને કટકીના ફરજિયાત આપવા પડશે. એવું કહેતા મેં રૂપિયા 15,000 નું આંગડીયુ કરી આપ્યું હતું. બાદમાં દિલીપભાઈ એ તારા 100 ટનના ટેન્ડરના હિસાબે અમારો જથ્થો ઓછો આવે છે તેવું કહી મને ગ્રુપમાંથી કાઢી નાખ્યો હતોવ બાદમાં દિલીપભાઈ ના ઇશારે ફૂડ કોર્પોરેશનના અધિકારીઓને મારી ફેક્ટરી ઉપર ચેકિંગ કરવા મોકલ્યો હતો. આ અધિકારીઓએ ફોટો વિડીયો લઈ મારી સાથે ગેરવર્તન કર્યુ હતુ.
અધિકારીઓએ આ ફોટા અને વિડિયો દિલીપભાઈ મેઘપરા અને ભાવનગરના અન્ય વેપારી તારાચંદ દોલતરામ ને મોકલ્યા હતા. આ રીતે મારા ઉપર માનસિક ટોર્ચિંગ કરાયું હતું. ગત તારીખ 4 ના રોજ વેરાવળ ખાતે અમારા  ટેન્ડર મુજબ 100 ટન ઘઉંનું લોડીંગ હોય, આ બંનેના કહેવાથી વેરાવળ ખાતે અધિકારીઓએ  સવારથી મોડી સાંજ સુધી અમોને હેરાન કરી અનેક વિનંતીઓ બાદ અમારી ગાડીનું લોડિંગ કર્યું હતું. બાદમાં દિલીપભાઈના કહેવાથી ગોંડલના જીબીના અધિકારીઓ મારી ફેક્ટરી પર આવી અમારા મીટરના રીડિંગ લેવાના બહાને ખોટી રીતે ધમકાવીને પાવરના લોડમાં વધઘટ કરતા મારી ફેકટરીની બે મોટરો બળી ગઈ હતી.
વધુમાં થાંભલે થી અમારુ વીજ કનેક્શન પણ કાપી નાખ્યું હતું, આ અંગે મેં જીઈબીના અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે ઉપરથી સૂચના છે. વનરાજ બેસન વાળા દિલીપભાઈ અલગ અલગ ફોર્મ બનાવીને ગેરકાયદેસર રીતે 2,400 ટન ખરીદી કરી સરકારને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ટેન્ડર અને ખરીદીનુ આ મોટું કૌભાંડ  છેલ્લા ઘણા સમયથી ચાલે છે. હું ધંધો ન કરું તે માટે ફૂડ કોર્પોરેશનના અધિકારીઓ તથા જીઈબીના અધિકારીઓ સાથે મિલીભગત કરી દિલીપભાઈ અને તારાચંદ દ્વારા મને માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. ટેન્ડર ભરવામાં અને ખરીદી કરવામાં મારા જીવ પર જોખમ હોવાનું મને જણાવી રહ્યું છે. તો  ઉપરોક્ત રજૂઆત અંગે તપાસ ચલાવી ન્યાય આપવા રજૂઆતમા રમેશભાઈ સોરઠીયા એ જણાવ્યું હતું.
Whatsapp share
facebook twitter