Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal : પ.પૂ મોરારીબાપુએ ગૌશાળામાં ગાયોને ખવડાવી સુખડી

07:47 PM May 23, 2024 | Hiren Dave

Gondal : ગોંડલ (Gondal)દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલ પ.પૂ. મોરારીબાપુ ની કથાના આજે છઠ્ઠા દિવસે શહેરના ઉદ્યોગભારતી પાસે અયોધ્યા ચોકમાં આવેલ ભૂરાબાવના ચોરા ખાતે પધરામણી કરી હતી. જ્યાં ભગવાન શ્રી રામના દરબાર ના દર્શન કર્યા હતા.મંદિરના મહંત દ્વારા પૂ. મોરારીબાપુનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોંડલ નગરિકબેંક ના ચેરમેન અને કથાના મુખ્ય કાર્યકર્તા અશોકભાઈ પીપળીયા દ્વારા પૂ. મોરારીબાપુ ને ચોરા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

પૂ. મોરારીબાપુ એ ગૌ શાળામાં પધરામણી કરી હતી

ગોંડલ લીલાપીઠ ખાતે આવેલ રામગરબાપુ ગૌ શાળા ખાતે પ.પૂ મોરારીબાપુ એ પધરામણી કરી હતી અને સૌ પ્રથમ ગૌ શાળા ના મેદાનમાં પૂ. મોરારીબાપુ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ શાળા ખાતે દીપ પ્રાગટય કરી ગાય ની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ ગાયો ને સુખડી ખવડાવી

રામગરબાપુ ગૌ શાળા ખાતે ગોંડલ શહેર માં બીમાર, અપંગ તેમજ એક્સિડન્ટ વાળી ગાયોની ટ્રસ્ટના સભ્યો તેમજ સેવકો દ્વારા સેવા કરવામાં આવે ત્યારે પ.પૂ. મોરારીબાપુ દ્વારા ગાયો ની થતી સારવાર ની માહિતી મેળવી તેમજ ગાયો ને તેમના હસ્તે ગોળ, સુખડી તેમજ ખોળ ખવડાવવામાં આવ્યો હતો. આ તકે રામગરબાપુ ટ્રસ્ટના જયકારભાઈ જીવરાજાની, રાજુભાઈ ( દયાળજી ભજીયા વાળા), ગોપાલભાઈ ટોળીયા તેમજ ગૌ સેવકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

આ  પણ  વાંચો – Heatwaves :રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર,અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ

આ  પણ  વાંચો Palanpur Gas Leaks: ભંગારની દુકાનમાં ગેસ લીકેજ થતા 30 લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

આ  પણ  વાંચો – VADODARA : હીટવેવ સામે લેવાયેલા પગલાંની સમીક્ષા કરતા કલેક્ટર