+

Gondal માર્કેટ યાર્ડમાં મરચાની મબલખ આવક, વાહનોની લાંબી કતારો લાગી

મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા Gondal માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો…

મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા Gondal માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થવા પામી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. Gondal માર્કેટિંગ યાર્ડમાં 85 હજાર ભારી મરચાની આવક નોંધાવા પામી હતી.

યાર્ડની બહાર 10 કી.મી લાંબી વાહનોની લાઈનો લાગી

Gondal માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરાતા શનિવાર સાંજથી સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પોહચી ગયા હતા. અને રવિવારે સવારે મરચાની આવક શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બંને બાજુ આશરે મરચા ભરેલા 1700 થી 1800 વાહનો સાથે 10 થી 15 કિ.મી.લાંબી લાઈનો જોવા મળી હતી. ગોંડલ તાલુકામાંથી 3 થી 4 ખેડૂતો બળદ ગાડામાં મરચાની જણસી લઈને પહોંચ્યા હતા. ત્યારે મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાની ઉભરાઈ જવા પામ્યું હતું. આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટુંકું પડ્યું હતુ. અને ડુંગળીના ગ્રાઉન્ડમાં મરચાની જણસી ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી કોઈ જાહેરાત કરવામાંનો આવે ત્યાં સુધી મરચાની જણસી આવક સદંતર બંધ કરવામાં આવી છે. આજરોજ હરાજીમાં મરચાના 20 કિલો મરચાના ભાવ રૂપિયા 1000/- થી 3300/- સુધીના બોલાયા હતા.

સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો મરચા લઈને પોહચ્યા હતા

Gondal માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર સહિતના જીલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના લાલ ચટ્ટાક મરચાથી વખણાય છે. જેમને લઈને રાજસ્થાન, યુ.પી., એમ.પી., મહારાષ્ટ્ર સહિતના રાજ્ય માંથી વેપારીઓ મરચાની ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

મરચાના ભાવમાં ધરઘમ ઘટાડો નોંધાયો

ગોંડલનું મરચું સમગ્ર ભારત વખણાય છે. ગૃહિણીઓની પણ ગોંડલનું ચટ્ટાકેદાર મરચાને પ્રથમ પસંદગી આપતા હોય છે. ત્યારે આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાના વાવેતરનો વ્યાપ વધ્યાની સાથે મરચાનું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢળક આવક વચ્ચે મરચાના ભાવ પર નજર કરીએ તો મરચાની સિઝનના પ્રારંભ સાથે મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 5500/-બોલાયા હતા. બાદમાં યાર્ડમાં મરચાની આવકો વધતા બજાર ગગડતી જોવા મળી હતી. સિઝનની શરૂઆત પછી ગબડતી બજાર વચ્ચે રૂપિયા 2000/- નું ગાબડું પડ્યું હતું. યાર્ડના સત્તાધીશોના જણાવ્યા મુજબ મરચાની બજાર ગબડી જવાનું મુખ્ય કારણ અન્ય રાજ્યોમાં મરચાની માંગ ઓછી હોવાના કારણે મરચાની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો – Surat: મંદીના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર

Whatsapp share
facebook twitter