Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલઘુમ મરચાની આવક શરૂ

08:24 PM Feb 26, 2024 | Hiren Dave

અહેવાલ – વિશ્વાસ ભોજાણી ગોંડલ

Gondal Market Yard : ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં (Gondal Market Yard ) યાર્ડ સતાધીશો દ્વારા ગઈકાલના રોજ મરચાની આવકનો પ્રારંભ કરવામાં આવતા સૌરાષ્ટ્રભર  (Saurashtra )માંથી ખેડૂતો મરચાનું વહેંચાણ કરવા માટે ગોંડલ આવ્યા હતા. જેમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મરચાની 65,000 ભારીની આવક થવા પામી  છે.

સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવે છે

આ સાથે માર્કેટ યાર્ડમાં મરચાની આવક શરૂ થાય એ પહેલા રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના સૌરાષ્ટ્ર પંથકના અનેક ખેડૂતો મરચાનું વહેંચાણ કરવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા યાર્ડ બહાર બંને બાજુ 1600થી પણ વધુ મરચા ભરેલ વાહનોની 5 થી 6 કિલોમીટરની લાંબી લાઇનો જોવા મળી હતી. જેમને લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મરચાની 65,000 ભારીની આવક થવા પામી હતી.આ સાથે જ માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાઈ જવા પામ્યું હતું. યાર્ડમાં આજ રોજ મરચાની હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 1,000 થી લઈને 4,000 સુધીના બોલવવામાં આવી હતા..

ગોંડલનું મરચું વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે. સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો મરચાનું વહેંચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવે છે.

 આ  પણ  વાંચો- Mundra Adani Port : 1 લાખની લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા