Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : ટ્રેક્ટર ચોરી કરતી ચોર ટોળકીને LCB અને ગોંડલ શહેર પોલીસ પકડી પાડવામાં સફળ

12:06 AM Apr 14, 2024 | Harsh Bhatt

GONDAL : મહારાષ્ટ્ર રાજ્યના નંદુબાર જીલ્લાના સાહદા પો.સ્ટેમાં બે વર્ષ પહેલા દાખલ થયેલ ટ્રેક્ટર ચોરીનો ગુન્હો તેમજ ગોંડલ એ. ડીવીઝન પો.સ્ટે વિસ્તાર થયેલ ટ્રેક્ટર ચોરીના બન્ને ટ્રેક્ટર અને ગોંડલ, રાજપરા અને રૂપાવટી ગામમાં રહેતા ત્રણ આરોપીઓને પકડી રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રૂરલ એલ.સી.બી PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા સહિતના સ્ટાફને મળેલ બાતમી આધારે ત્રણ ઇસમોને ગોંડલ ભગવતપરા ધારેશ્વર રોડ વાછરા ચોકડીએથી ચોરીના ટ્રેક્ટર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. કોટડાસાંગાણીના રાજપરા ગામમાં રહેતો જગદીશ વિઠ્ઠલ લીલા, ગોંડલ તાલુકાના રૂપાવટી ગામમાં રહેતો સત્તાર હીમીર નકાણી અને ગોંડલના કંટોલિયા રોડ પર રહેતો રઘુનાથ ઉર્ફે રઘુ બળવંતભાઇ ચૌહાણને ઝડપી પાડી પૂછપરછ કરતા 2 ટ્રેકટર ચોરી કરી હોવાનું પૂછપરછ માં ખુલ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્યના નંદુબાર જીલ્લાના સાહદા શહેરમાંથી ટ્રેકટર ચોરી કરી હતી

ઝડપાયેલા ત્રણ આરોપીમાં કોટડાસાંગાણીના રાજપરા ગામમાં રહેતો જગદિશ વીઠ્ઠલભાઇ લીલાએ મહીન્દ્રા કંપનીનુ સરપંચ 475 મોડલનુ આશરે બે વર્ષ પહેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદુબાર જીલ્લાના સાહદા શહેરમાં મલુની વીસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.

6 એપ્રિલે ટ્રેકટર ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા

ગોંડલ ( GONDAL ) શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલના ટ્રેકટર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં PI એ.સી.ડામોર સહિત ના સ્ટાફે અલગ અલગ CCTV ના માધ્યમથી ચોરી કરી ટ્રેકટર ચાલક કોટડાસાંગાણી ના રાજપરા બાજુ જતો હોવાનું જાણવા મળતા રાજપરા માં તપાસ કરતા ચોરી કરી ટ્રેકટર મળી આવ્યું હતું.

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામ માં રહેતો સત્તાર હીમીર નકાણી અને કંટોલિયા રોડ પર રહેતો રઘુનાથ ઉર્ફે રઘુ બળવંતભાઇ ચૌહાણ અને કોટડાસાંગાણી ના રાજપરા ગામે રહેતો જગદીશ વિઠ્ઠલ લીલા સહિત ત્રણેય સાથે મળી ગત 6 એપ્રિલના રોજ ગોંડલ થી રૂપાવટી જવાના રસ્તેથી એક વાડી માંથી મહીન્દ્રા કંપનીના બી 275 ડીઆઇ મોડલના લાલ કલરના ટ્રેક્ટરની સાથે મળી ને ચોરી કરી હતી. બન્ને ટ્રેકટર અને ત્રણ આરોપી ને LCB બ્રાન્ચ અને એ.ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : Dabhoi: ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો, વધુ તપાસ હાથ ધરાઈ