+

ગોંડલ : રખડતા ઢોરોનો વધ્યો ત્રાસ, વૃદ્ધાને અડફેટે લઇ પછાડ્યા, ગંભીર ઈજાથી મોત

અહેવાલ – વિશ્વાસ ભોજાણી જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ભુરાયા થયેલાં ખુંટીયાએ વૃદ્ધાને અડફેટે લઇ પછાડી દઇ ખુંદી નાખતા ગંભીર ઇજાને કારણે તેમનું મોત નિપજ્યુ હતું. પ્રાપ્ત વિગત મુજબ ડોડીયાળા રહેતા…

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ભુરાયા થયેલાં ખુંટીયાએ વૃદ્ધાને અડફેટે લઇ પછાડી દઇ ખુંદી નાખતા ગંભીર ઇજાને કારણે તેમનું મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગત મુજબ ડોડીયાળા રહેતા શાંતાબેન ચકુભાઇ વાસાણી ઉ.70 સવારે 10 વાગ્યેની આસપાસ મોટા દિકરાના ઘરેથી ચાલીને નાના દિકરાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પ્લોટ વિસ્તારમાં ભુરાયા થયેલા ખુંટીયાએ વૃદ્ધાને અડફેટે લઇ પછાડી દઇ રીતસરના ખુંદી નાખતા પાંસળી સહિત શરીરમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેના કારણે વૃદ્ધાને તુરંત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતુ.

મૃતક શાંતાબેન ને બે પુત્રો છે. મોટા પુત્ર હરેશભાઈ ડેરીફાર્મનો વ્યવસાય કરેછે. જ્યારે નાના પુત્ર દિલીપભાઈ ખેતીકામ કરે છે. શાંતાબેન નાનાપુત્ર સાથે રહેતા હતા. સવારે હરેશભાઈના ઘરેથી નાના પુત્ર દિલીપભાઈને ત્યા જઇ રહ્યા હતા. બનાવ બાદ ગામ લોકોએ ખુંટીયાને પકડી બાંધી દીધો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter