Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : ભર ઉનાળે આવ્યું માવઠું, જગતના તાત મુકાયા મુંઝવણમાં

09:52 PM Apr 13, 2024 | Harsh Bhatt
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોંડલ ( GONDAL ) શહેરમાં આજરોજ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી છાંટા ખરતા જોવા મળ્યા હતા.

GONDAL માં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

GONDAL

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ સવારથી જ અસહ્ય ગરમી તેમજ બફારો જોવા મળ્યો ત્યારે બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ ( GONDAL ) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

ગોંડલ ( GONDAL ) શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરબાદ આવેલ વાતાવરણમાં પલટા તેમજ માવઠા ની દહેશત વચ્ચે ઉનાળુ પાકમાં તલી, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોની નુકસાની ની ભીતિને પગલે જગતના તાત મુંઝવણમાં મુકાયા છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી