Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલ: માર્કેટિંગ યાર્ડમાં લસણ – ડુંગળીની મબલખ આવક નોંધાઈ

03:01 PM Nov 03, 2023 | Maitri makwana

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

સૌરાષ્ટ્રનું અગ્રીમ તેમજ ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોને પણ પોતાની જણસીનો સારો ભાવ મળી રહે તેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગરીબોની કસ્તુરી ડુંગળી અને લસણની પુષ્કળ આવક થવા પામી હતી.

લસણ – ડુંગળીની પુષ્કળ આવક

ગુજરાતનું નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળી અને લસણની આવક જોવા મળી હતી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 24 હજાર કટ્ટાની તેમજ લસણ ની 20 થી 25 હજાર બોરીની આવક થવા પામી હતી. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી લઈને 900 રૂપિયા સુધીના બોલાયા હતા. લસણની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1500 થી લઈને 2500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.લસણ અને ડુંગળીની હરાજીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

2 દિવસ ડુંગળીની આવક બંધ કરવામાં આવી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવકથી ઉભરાયું હતું. ખેડૂતોની જણસી ઉતારવા માટે યાર્ડ મેદાન ટૂંકું પડ્યું હતું. યાર્ડના સત્તાધીશો દ્વારા બે દિવસ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળી લઈ નહિ આવવાની જાહેરાત કરવામાં આવી છે.રવિવારે રાત્રીના 10 વાગ્યાથી ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને લસણ – ડુંગળી વેચવા માટે એકમાત્ર આશાનું કિરણ

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી જેમકે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર, મોરબી સહિતના જિલ્લામાંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે આવે છે. ખેડૂતોને પોતાની જણસીનો સારો એવો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળે છે. તેમજ વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ સ્થાનિક વેપારીઓ મારફત સમગ્ર ભારત ભરમાં લસણ અને ડુંગળી પોહચડવામાં આવતી હોય છે.

લસણના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે

વધુમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 20 થી 25 હજાર બોરી લસણની આવક થાય છે. હાલ ખેડૂતોને લસણના 20 કિલોના 1500 થી 2500 રૂપિયા સુધીના ભાવ મળે છે. તેમજ સમગ્ર ભારતભર માં અલગ અલગ રાજ્યો માંથી વેપારીઓ લસણની ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે અને અહીંથી મલેશિયા, દુબઈ, બાંગ્લાદેશ જેવા દેશોની અંદર પણ લસણનો નિકાલો થતો હોય છે. લસણનો અત્યાર થી જ નવા માલની ગત વર્ષ કરતા સારા એવા બજાર ભાવ મળી રહ્યા છે. કારણકે બે થી ત્રણ રાજ્યોમાં લસણનો પાક ફેલ જવાથી ભારતની અંદર જે પ્રકારે જરૂરિયાત હોય તેના કરતાં માલની આવક ઘટે છે તેને હિસાબે ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યા છે તેવું યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –  રાજકોટ: હાઇકોર્ટની ટકોર બાદ મનપા અને પોલીસ બંને એક્શનમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.