+

GONDAL : કાલે ભવ્ય રીતે ઉજવાશે હનુમાન જયંતિ, નીકળશે વિશાળ શોભાયાત્રા

GONDAL : સતત 15 વર્ષથી ગોંડલમાં ( GONDAL ) વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના…

GONDAL : સતત 15 વર્ષથી ગોંડલમાં ( GONDAL ) વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રાના રુટ પર વિવિધ સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણાથી સ્વાગત કરાશે.

ગોંડલમાં ( GONDAL ) હનુમાન જયંતિ પ્રસંગે સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ ફ્લોટ્સ અને બાઈક રેલીની મોટી સંખ્યામાં શોભાયાત્રા સવારના ૮ કલાકે શહેરના ગુંદળારોડ ફાટક પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસસ્ટેન્ડ રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, આંબેડકર ચોકથી તરકોશી હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થશે, જ્યાં બપોરે 12 વાગ્યે મહા આરતી અને સમૂહ મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શોભાયાત્રાના રૂટ પર ધજા, ઝંડી, બેનર, મંડપ કમાનથી શુશોભીત કરવામાં આવી છે.

સંતો – મહંતો ઉપસ્થિત રહેશે

આ તકે ગોંડલ ( GONDAL ) રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસ બાપુ, ચંદુબાપુ (મામાદેવ મંદિર ગોંડલ), સીતારામ બાપુ (વડવાળાની જગ્યા ગોંડલ), રાજુબાપુ (તરકોશી હનુમાનજી મંદિર ગોંડલ), ડૉ રવિદર્શનજી મહારાજ (ભુવનેશ્વરી મંદિર ગોંડલ), અતુલ બાપુ (નૃસિંહ મંદિર ગોંડલ), સરજુ સ્વામી (સ્વામીનારાયણ મંદિર નાની બજાર ગોંડલ), ચંદુબાપુ (અન્નક્ષેત્ર વાળા ગોંડલ), શ્રી હરિ સ્વામી(કષ્ટભંજન મંદિર ભોજપરા હાઇવે), ચંદુભાઈ પટેલ (ગાયત્રી પરિવાર ગોંડલ), શામળદાસજી બાપુ (દાસીજીવણ સાહેબ ગોંડલ), રામદાસ બાપુ (લાલદાસબાપૂ અન્નક્ષેત્ર ગોંડલ), રમેશાનંદગીરી બાપુ ખેતરવાળા મેલડી માતાજી ગોંડલ) તથા બાલકદાસ બાપુ (ભુવાબાવા ચોરો ગોંડલ) વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે રમેશભાઈ ધડુક (સાંસદ, પોરબંદર), ગીતાબા જાડેજા(ધારાસભ્ય ગોંડલ), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય), જ્યોતીરાદિત્યસિહ જાડેજા (અગ્રણી ૭૩– વિધાનસભા) ભુપતભાઈ ડાભી (સ્થાપક, માંધાતા ગ્રુપ), મનીષભાઈ ચનીયારા (પ્રમુખ ગોંડલ નગરપાલિકા) ગોપાલભાઈ ભુવા(ચેરમેન, એશિયાટીક કોલેજ અલ્પેશભાઈ ઢોલરીયા (ચેરમેન એપીએમસી), લક્ષમણભાઈ પટેલ (અગ્રણી ઉધોગપતી-ગોંડલ), અશોકભાઈ પીપળીયા( ચેરમેન નાગરિક બેંક), ગિરધરભાઈ રૈયાણી (રાજ ઇન્ડસ્ટ્રી-ગોંડલ), પ્રફુલભાઈ ટોળીયા (ડિરેક્ટર, એપિએમસી), રસિકભાઈ મારકણા(પ્રમુખ લેઉઆ પટેલ સમાજ), ગોપાલભાઈ ટોળીયા (પ્રમુખ, હિંદુ ઉત્સવ સમિતિ), મનસુખભાઈ ગજેરા (વિજય મમરા ગોંડલ), ધર્મેન્દ્રસિંહ જાડેજા વા.ચેરમેન એપીએમસી, જયદિપસિંહ જાડેજા ભાજપ અગ્રણી વગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે.

શોભાયાત્રાને સફળ બનાવવા વિહિપ અને બજરંગ દળના આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે

આ પ્રસંગેને સફળ બનાવવા માટે વિશ્વહિંદુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો ધર્મેન્દ્રભાઈ રાજાણી જિલ્લા અધ્યક્ષ વીએચપી, હિરેનભાઈ ડાભી (જિલ્લા અધ્યક્ષ, બજરંગ દળ પ્રતીકભાઈ રાઠોડ, મુકેશભાઈ ભાલાળા, યોગેન્દ્રભાઈ જોશી, વૈશાલીબેન નિર્મલ, સાગરભાઈ કાચા, ડો.નિર્મણસિંહ ઝાલા, મહેશભાઈ ગોહેલ, ભુપતભાઈ ચાવડા, હિતેષભાઇ શીંગાળા, જીતુભાઇ આચાર્ય, ગોપાલભાઈ ભુવા, પીન્ટુભાઇ ભોજાણી, હરેશભાઈ સોજીત્રા તથા અનિલભાઈ ગજેરા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો : VADODARA : ગરમી વધતા શાળાનો સમય બદલાયો

Whatsapp share
facebook twitter