Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal : અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ,વિરપુર હોસ્પિટલમાં કરાયા દાખલ

04:33 PM Mar 20, 2024 | Hiren Dave

Gondal : ગોંડલના (Gondal) BAPS સ્વામિનારાયણ મંદિરમાં રાત્રી ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓ અને ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની (Foodpoisoning )અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28 થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓને ગુરુકુળ ખાતે જ સારવાર આપવામાં આવી રહી છે.

પ્રવાસીઓ રાત્રી રોકાણ અક્ષરમંદિર ખાતે કર્યું હતું
ગોંડલ અક્ષર મંદિર ખાતે આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓ રાત્રી રોકાણ બાદ તેઓ સવારે આજરોજ એકાદશી હોય ફરાળ  નાસ્તો કર્યો હતો ત્યાર બાદ પ્રવાસીઓ ગોંડલથી કાગવડ ખોડલધામ જઇ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમની તબિયત લથડી હતી. તમામ પ્રવાસીઓએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફ્રુડ પોઇઝનિંગની અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા સોસ વેફર ખાધી હતી. તમામ લોકો ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી. તમામ 30 થી વધુ જેટલા પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રવાસીઓમાં ઉલટી, ધ્રુજારી અને ઉબકા સહિતની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

food poisoning

બોર્ડના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝિંગની અસર થતા વાલીઓનો જીવ તાળવે ચોંટ્યો
બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મેહુલ ચૌહાણ જણાવ્યું કે ધોરણ 10 અને 12 ની હાલમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ છે. આ બોર્ડના વિદ્યાર્થીઓને પણ ફુડ પોઇઝિગની અસર થઈ હતી. બોર્ડની પરીક્ષા હોવાના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર બાદ પરીક્ષા આપવા મોકલ્યા હતા. બોર્ડના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝીગની અસર થતા વાલીઓ ચિંતિત થયા હતા. ગુરુકુળના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝીંગ ની અસર હોવાથી પરીક્ષા સેન્ટરો પર પણ જાણ કરવામાં આવી હતી. કોઈ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ તકલીફ પડે તો તાત્કાલિક મેડિકલ ટીમને જાણ કરવાની સૂચના આપી છે.

ગુરુકુળ પ્રિમાઇસીસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠી
ગોંડલ અક્ષર મંદિર ખાતે સવારે પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝિંગ ની અસર થતા ગુરુકુળના સંચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગુરુકુળના 30 થી વધુ ફૂડ પોઇઝિંગ ની અસર થતા વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ગુરુકુળ પ્રિમાઇસીસ માં જ સારવાર આપવામાં આવી રહી છે. ગુરુકુળ ખાતે 108, સિવિલ હોસ્પિટલ, નગરપાલિકા સહિત ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દોડી આવી હતી અને ગુરુકુલ પ્રિમાઇસીસ એમ્બ્યુલન્સના સાયરન થી ગુંજી ઉઠ્યું હતું.

હાલ તમામ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની તબિયત સુધારા પર
અક્ષર મંદિરના પ્રવક્તા પરેશભાઈ કાપડિયાએ જણાવ્યું હતુંકે આજરોજ સવારે વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓએ એકાદશી હોય ફરાળ કર્યા બાદ ઝાડા ઉલટી અને નબળાઈ ની અસર થતા ગુરુકુળના સંચાલક નિર્ભયસ્વામી સહિત ના સંતોએ તાત્કાલિક તબીબોને જાણ કરતા મેડિકલ ટીમ સાથે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓને ગુરુકુળ ખાતે બાટલા ચડાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરી હતી. હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે. વાલીઓને ચિંતા નહિ કરવા અપીલ કરવામાં આવી છે.

પ્રાંતઅધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો
ગોંડલ અક્ષર મંદિર ખાતે સવારે પ્રવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝિંગ અસર થવા પામી હતી ત્યારે ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલ સ્ટાફ, આરોગ્ય વિભાગ ની ટીમ, શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ સ્ટાફ અન્ય ખાનગી હોસ્પિટલ ડોક્ટરો તેમજ મેડિકલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.ત્યારે ઘટના ની જાણ થતાં ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ