+

GONDAL : પતિના નિધન બાદ પત્નીએ પણ અનંતની વાટ પકડી, 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલાના કારણે નિધન

અહેવાલ – વિશ્વાસ ભોજાણી  ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે તે કહેવત ગોંડલના ભોજરાજપરામાં રહેતા વિપ્ર પરિવારમાં યથાર્થ થવા પામી છે. 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય…
અહેવાલ – વિશ્વાસ ભોજાણી 
ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે તે કહેવત ગોંડલના ભોજરાજપરામાં રહેતા વિપ્ર પરિવારમાં યથાર્થ થવા પામી છે. 24 કલાકમાં જ વૃદ્ધ દંપતીના હૃદય રોગના તીવ્ર હુમલા ના કારણે નિધન થતા પરિવાર શોકમાં ગરક થવા પામ્યો છે.
ગોંડલ શહેરના ભોજરાજપરા શેરી નંબર 4 માં રહેતા અને સરકારી આરોગ્ય ક્ષેત્રમાંથી નિવૃત થયા બાદ નિવૃત્તિ જીવન ગાળતા રમેશચંદ્ર શંકરલાલ આચાર્ય ઉંમર વર્ષ 75 ને ગત તા 3 ના હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા તેમનું નિધન થયું હતું. પરિવાર હજુ તેમની અંતિમ ક્રિયા પૂર્ણ કરી શોકમાંથી બહાર આવ્યો ન હતો ત્યાં જ રાત્રિના રમેશચંદ્રના પત્ની પ્રેમીલાબેન રમેશચંદ્ર આચાર્યને પણ હૃદય રોગનો તીવ્ર હુમલો આવતા તેમનું પણ નિધન થતાં પરિવાર સ્તબ્ધ થઈ જવા પામ્યો હતો.
વિપ્રદંપતીને સંતાનમાં ત્રણ પુત્રીઓ લીનાબેન (બારડોલી) , નીરૂબેન (રાજકોટ) અને જીજ્ઞાબેન (રાજકોટ) સાસરે છે તેમજ પુત્ર આશિષભાઈ સાથે વૃદ્ધ દંપતી જીવન નિર્વાહ કરતું હતું હજુ તો 24 કલાક પહેલા જ  પરિવારનાં વટ વૃક્ષ સમાન માતા પિતાના નિધન થઈ જતા સ્મશાન યાત્રામાં જોડાયેલ તમામ સ્નેહીજનોની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી હતી.
Whatsapp share
facebook twitter