+

Sukhdev Singh Gogamedi: ગોગામેડીના 3 આરોપીઓની થઈ ધરપકડ… હવે મુખ્ય સૂત્રધારને પકડવાની તૈયારીઓ શરું

ગોગોમેડી હત્યા પછી દેશમાં તાબડતોડ તપાસ હાથ ધરવામાં આવી રાજસ્થાનના જયપુરમાં થયેલ ગોગોમેડી હત્યા પછી દેશમાં તાબડતોડ તપાસ હાથ ધરવામાં આવી છે. જયપુર સહિત રાજસ્થાનના દરેક વિસ્તારમાં ખાસ સુરક્ષા સાથે…

ગોગોમેડી હત્યા પછી દેશમાં તાબડતોડ તપાસ હાથ ધરવામાં આવી

રાજસ્થાનના જયપુરમાં થયેલ ગોગોમેડી હત્યા પછી દેશમાં તાબડતોડ તપાસ હાથ ધરવામાં આવી છે. જયપુર સહિત રાજસ્થાનના દરેક વિસ્તારમાં ખાસ સુરક્ષા સાથે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે જયપુર સિટી પોલીસ દ્વારા મોટી સફળતા હાંસિલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસના બંને શૂટર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની મદદથી શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની સાથે તેમના સહયોગી ઉધમ સિંહની ચંદીગઢથી ધરપકડ કરી હતી.

જયપુર પોલીસે ભારે જેહમત બાદ કરી આરોપીઓની ધરપકડ

જયપુર પોલીસ કમિશનરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ પોલીસની ટીમ સતત આરોપીઓનો શોધખોળ કરી રહી છે. તે સહિત એસઆઈટી પાસેથી મળેલા ઈનપુટ્સ અને આરોપીના રૂટ મેપનો ખુલાસો થયો હતો. ત્યારે આરોપીઓના ઠેકાણા અંગે માહિતી લેવામાં આવી રહી હતી અને બીજી તરફ તેમની શોધખોળ પણ ચાલી રહી છે. બીજી તરફ આરોપી હરિયાણા તરફ ભાગીને હિસાર પહોંચ્યા હતો. આખરે રિયલ ટાઈમ લોકેશન મળ્યા બાદ અમે આરોપીની અટકાયત કરી હતી. કારણ કે આરોપીઓ દેશ છોડીને ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે ગોગામેડીને મારવા માટે પ્રત્યેકને 50,000 રૂપિયાની લાલચ આપવામાં આવી હતી.

મુખ્ય આરોપી કોણ છે, તે અંગે પૂછતાછ શરું કરાઈ

પોલીસના જણાવ્યા પ્રમાણે બંન્ને કથિત આરોપીઓ સહિત ચંદિગઢના સેક્ટર 24 સ્થિત હોટલ કમલ પેલેસમાંથી અન્ય એક સહયોગી ઉધણ સિંહની ધપકડ કરી હતી. આ આરોપી દ્વારા બંન્ને આરોપીઓને લોજિસ્ટિકલ સપોર્ટ મળતો હતો. તેથી હાલનાં સમયણાં ત્રણેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યાં છે. આ તમામ આરોપીઓને આ ઘટના સાથે સંબંધિત દેરક વ્યક્તિઓ અને પાસાઓની માહિતી બહાર નીકાળવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આદિવાસી મતદારોના હાથમાં છત્તીસગઢમાં સીએમ પદની સત્તા

 

Whatsapp share
facebook twitter