Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Godhra Khel Mahakumbh: પંચમહાલમાં સૌ પ્રથમવાત દિવ્યાંગો માટે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું

10:00 PM Feb 20, 2024 | Aviraj Bagda

Godhra Khel Mahakumbh: ગોધરા શહેરના કનેલાવમાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના દિવ્યાંગો (Handicapped) માટેના ખેલ મહાકુંભ (Khel Mahakumbh) નું આયોજન કરવામાં આવ્યું હતું.

  • ખેલ મહાકુંભ કલેકટર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો
  • પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ માટે વિવિધ રમતોનું કરાયું આયોજન
  • 300 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ખેલ મહાકુંભ કલેકટર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો

Godhra Khel Mahakumbh

આ ખેલ મહાકુંભ (Khel Mahakumbh) કાર્યક્રમને 3 દિવસ માટે જિલ્લા કલેકટર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રમતો માટે 300 ઉપરાંત દિવ્યાંગ (Handicapped) રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમત વિકાસ વિભાગ , તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી દરવર્ષે દિવ્યાંગો (Handicapped) માટેના ખાસ ખેલ મહાકુંભ (Khel Mahakumbh) નું આયોજન કરવામાં આવે છે.

પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ માટે વિવિધ રમતોનું કરાયું આયોજન

ત્રણ દિવસ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક અને શ્રવણમંદ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ (Khel Mahakumbh) ના પ્રથમ દિવસે પ્રજ્ઞાચક્ષુ, અસ્થિવિષયક તેમજ શ્રવણમંદ દિવ્યાંગતા (Handicapped) ધરાવતા ખેલાડીઓ માટે ચેસ અને Athletics જેવી રમતો યોજવામાં આવી હતી. પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, બરછી ફેંક, ચક્ર ફેંક, અને Chess જેવી રમતો યોજાશે.

300 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

દિવ્યાંગતા (Handicapped) ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેંક,ભાલા ફેંક, ગોળા ફેંક, 100 મીટર દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ જેવી રમતો તેમજ શ્રવણમંદ દિવ્યાંગતા (Handicapped) ધરાવતા ખેલાડીઓ માટે 100 મીટર અને 200 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 300 જેટલા દિવ્યાંગ ખેલાડી (Handicapped) ઓએ અલગ અલગ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અહેવાલ નામદેવ પાટીલ

આ પણ વાંચો: Tarbha Valinath Dham : 22મીએ PM મોદી તરભ વાળીનાથ ધામ આવશે, નવા હેલિપેડ પર હેલિકોપ્ટરનું રિહર્સલ