Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GOA Case: એક માતાના સામાનમાંથી મળ્યો પુત્રનો મૃતદેહ

05:18 PM Jan 09, 2024 | Aviraj Bagda

GOA Case: GOA માં સ્થિત માપુસાની જેએમએફસી કોર્ટમાં એક માતા વિરુદ્ધ પુત્રની હત્યા કરવા બદલ કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આ કેસમાં કોર્ટે ‘Mindful AI Lab કંપનીની CEO સુચના સેઠને તેના ચાર વર્ષના પુત્રની હત્યાના કેસમાં છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે.

હોટલ રૂમમાં લોહીના નિશાન મળ્યા

એક અહેવાલ અનુસાર, ઉત્તર ગોવાના એસપી નિધિન વલસાને જણાવ્યું હતું કે, “એક મહિલાએ હોટેલ સ્ટાફને બેંગલુરુ જવા માટે ટેક્સીની વ્યવસ્થા કરવા કહ્યું. ચેકઆઉટ પછી, જ્યારે હોટેલ સ્ટાફ રૂમ સાફ કરવા ગયો, ત્યારે તેમને લાલ ડાઘ દેખાયા. આ જોઈને તેણે વિચાર્યું કે તે લોહી છે. ત્યારે સ્ટાફે તરત જ પોલીસને જાણ કરી. પોલીસ Hotel પર પહોંચી અને ડ્રાઈવર દ્વારા આ રૂમ રોકાયેલ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

GOA Case

પોલીસ દ્વારા મહિલાની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ” Hotel ના રૂમ રોકાયેલ મહિલાને શોધ કાઠવામાં આવી હતી. ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેના સામાનની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહિલાના સામાનમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધીને તેણીની ધરપકડ કરવામાં આવી છે.

મહિલાના સામાનમાંથી પુત્રનો મૃતદેહ મળ્યો

જો કે આરોપી મહિલા 6 જાન્યુઆરીએ તેના પુત્ર સાથે ઉત્તર ગોવાના કેન્ડોલિમમાં ભાડાના ફ્લેટમાં પહોંચી હતી. તેણે કહ્યું કે બે દિવસ ત્યાં રહ્યા પછી તેણે ફ્લેટના સ્ટાફને કહ્યું કે તેને કોઈ કામ માટે બેંગલુરુ જવું છે. તેમને ટેક્સીની વ્યવસ્થા કરવા પણ કહ્યું હતું.

ત્યાર બાદ 8 જાન્યુઆરીએ ટેક્સીની વ્યવસ્થા કર્યા બાદ તે વહેલી સવારે બેંગલુરુ જવા રવાના થઈ ગઈ હતી. પરંતુ જ્યારે હોટસ સ્ટાફ જ્યારે રૂમની સફાઈ કરવા ગયો ત્યારે તેમને રૂમાલ પર લોહીના નીશાન જોવા મળ્યા હતા. પોલીસને તરત જ આ વિશે જાણ કરવામાં આવી હતી અને એક ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ રૂમમાં જે મહિલા રહી હતી. તેણીની બેગની તપાસ કરી તો તેમને તેમાં બાળકનો મૃતદેહ મળ્યો. તેણે કહ્યું કે આ પછી કલંગુટ પોલીસની એક ટીમ ચિત્રદુર્ગ પહોંચી અને પછી આરોપીના ‘ટ્રાન્ઝીટ રિમાન્ડ’ લીધા હતા.

આ પણ વાંચો: Ghaziabad : શું ગાઝિયાબાદનું નામ બદલાશે?, આ બે નામો પર થઇ રહી છે ચર્ચા…