+

GMDCની આવકમાં બમ્પર ઉછાળો! ત્રિમાસિક આવક અત્યાર સુધીની સર્વાધિક 762 કરોડ

નફાના માર્ગે પરત ફરતું ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ફરીથી નફાના ટ્રેક પર આવી ગયું છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેર કરેલાં નાણાંકીય આંકડામાં ત્રિમાસિક આવક અને ત્રિમાસિક નફો તેના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. ખાસ કરી નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નફો અત્યાર સુધીનો સૌથી વધુ 220 કરોડ નોંધાયો છે. જ્યારે કે ત્રિમàª
નફાના માર્ગે પરત ફરતું ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ફરીથી નફાના ટ્રેક પર આવી ગયું છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેર કરેલાં નાણાંકીય આંકડામાં ત્રિમાસિક આવક અને ત્રિમાસિક નફો તેના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. ખાસ કરી નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નફો અત્યાર સુધીનો સૌથી વધુ 220 કરોડ નોંધાયો છે. જ્યારે કે ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ આવક પણ રેકોર્ડ 762 કરોડ જેટલી થઇ છે. કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન જાન્યુઆરી 2022ની સ્થિતિએ 3,814 કરોડ સુધી પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં માર્કેટ કેપિટલાઈઝેશન 1,911 કરોડ હતી. છેલ્લાં 9 મહિનામાં આવકમાં 117 ટકાનો ઉછાળો થયો છે. કંપનીની 9 માસની આવક 1,675 કરોડ છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં 773 કરોડ જેટલી હતી. કંપનીએ જાહેર કરેલાં 9 મહિનાના હિસાબોમાં 313 કરોડનો નફો દર્શાવાયો છે. જે સમાન સમયગાળામાં ગત વર્ષે માત્રે 1 કરોડ જેટલો હતો. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના તમામ આંકડા કંપનીની નાણાંકીય સ્થિતિમાં શાનદાર સુધારો દર્શાવે છે.
Whatsapp share
facebook twitter