Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ghee : રાજકોટવાસીઓ શુદ્ધ ઘી ખાતા પહેલા ચેતી જજો

04:01 PM Apr 10, 2024 | Hiren Dave

Ghee : રાજકોટમાં શુદ્ધના નામે વેચાતા ઘીના (Ghee) વધુ બે નમુના ફેલ થયા છે. તેમાં મહેશકુજ નામના મકાનમાંથી લીધેલા નમુના ફેલ થયા છે. જેમાં ક્રિષ્ના ડેરીમાંથી (Krishna Dairy) લીધેલા નમુના પણ ફેલ થયા છે. લેભાગુ તત્વો દ્વારા ઘીમાં પામોલિન તેલ (Palmoline oil) અને હળદરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યુ છે. જેમાં નફાખોરી માટે ભેળસેળ કરતા હતા. ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

 

બ્રાન્ડેડના નામે નકલી તેલની ફેક્ટરી ઝડપાઈ

રાજ્યમાં સતત નકલીનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે હવે બ્રાન્ડેડના નામે નકલી તેલની ફેક્ટરી ઝડપાઈ છે. જેના સાથે જ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં સસ્તા તેલના વેચાણનું મોટું કાવતરું વલસાડથી સામે આવ્યું છે. જેમાં વલસાડ પોલીસ અને તેલ કંપની દ્વારા વલસાડ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે. આ અંગેની માહિતી અનુસાર, વલસાડમાંથી ડુપ્લીકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવની તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેના માટે પોલીસ દ્વારા 3 થી 4 દુકાનમાં તપાસ કરવામાં આવી છે. જેમાં મોટી માત્રામાં ડુપ્લીકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

પોલીસ અને તેલ કંપનીને દુકાનોમાંથી મોટી માત્રમાં ડુપ્લિકેટ તેલના ડબ્બા મળ્યા છે. જેમાં કંપનીના સ્ટીકર, તેલ ભરવા માટેનો સામન મળી આવ્યો છે. જેની સાથે જ ઓછી ગુણવતા વાળા તેલને બ્રાન્ડેડ કંપનીના તેલના ડબામાં ભરી વેચવામાં આવતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. વલસાડ પોલીસ અને તેલ કંપની ટીમ દ્વારા જથ્થા બંધ તેલના ડબ્બા કબ્જે કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. પોલીસ આ મુદ્દે તેલ કંપનીની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પણ આ મામલે કાવતરું કેવી રીતે ચાલી રહ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ  પણ  વાંચો – VADODARA : સસ્તામાં કાર-બાઇક મેળવવાના ચક્કરમાં મહેનતના પૈસા ગુમાવ્યા

આ  પણ  વાંચો – VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો “આવું તો ચાલ્યા કરે”

આ  પણ  વાંચો VADODARA : બાજવામાં વેરહાઉસ આગની લપેટમાં