+

ભરૂચ જિલ્લાની ખારી સીંગ જેટલી જ ઘારી પણ દેશ વિદેશમાં પ્રચલિત, વાંચો અહેવાલ

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે વાનગીઓ આરોગવાની પણ પરંપરા રહી છે. જે માણસો નવરાત્રીમાં દશેરાએ ફાફડા જલેબીની આરોગવાની પરંપરા છે. તે પ્રમાણે શરદપૂર્ણિમાએ ચંદી પડવામાં ઘારી…

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે વાનગીઓ આરોગવાની પણ પરંપરા રહી છે. જે માણસો નવરાત્રીમાં દશેરાએ ફાફડા જલેબીની આરોગવાની પરંપરા છે. તે પ્રમાણે શરદપૂર્ણિમાએ ચંદી પડવામાં ઘારી આરોગવાની પરંપરા રહી છે. અને એટલા માટે જ ભરૂચમાં ખારી સિંગ જેટલી જ ઘારી પણ વિશ્વમાં પ્રચલિત બની ગઈ છે.

ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે રાણા પંચ દ્વારા છેલ્લા 44 વર્ષથી શરદપૂર્ણિમા ચંદી પડવાને લઇ હજારો કિલો ઘારીનું ઉત્પાદન કરવામાં સમાજના લોકો જોડાઈ જતા હોય છે.અને છેલ્લા એક મહિનાથી રાણાપંચના 60થી વધુ કાર્યકરો આગામી દિવસોમાં શરદ પૂર્ણિમા અને ચંદી પડવાને લઈ આ પર્વમાં સમગ્ર વિશ્વના સ્વાદ પ્રેમીઓની માંગ મુજબ ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે.અને છેલ્લા એક મહિનાથી ઘારી બનાવમાં જોડાઈ ગયા છે.ઘારી બનાવવામાં વાપરવામાં આવતા એલચી બદામ પિસ્તા સહિતનું ડ્રાયફ્રુટ પીસવા માટે જ 20 થી 25 દિવસ લાગ્યા છે.અને શરદપૂર્ણિમાના 5 દિવસ પૂર્વે જ ઘારીને મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે.અને આ વખતે ઘીમાં 70 રૂપિયાનો ભાવ વધારો તથા ડ્રાયફ્રુટમાં 50% વધારો થતા ઘારીમાં કિલો દીઠ ₹20નો વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે.

રાણા પંચ દ્વારા હજારો કિલો ઘારીનું ઉત્પાદન કરવામાં આવે છે.અને તેનું વેચાણ કરવામાં આવે છે.અને સૌથી સસ્તી પણ ઘારી હોવાનું માનવામાં આવે છે.જે પ્રમાણે દુકાનોમાં ઘારીનું વેચાણમાં ભાવ વધારો હોય છે.તેના કરતાં નહીં જેવો ભાવ વધારો રાખવામાં આવતો હોય છે.અને એટલા માટે જ રાણા પંચની ઘારી સ્વાદ સાથે સસ્તી પણ હોવાના કારણે માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ ભરૂચ ખાતે ઘારી ખરીદતા હોય છે.અને રાણા પંચ દ્વારા તૈયાર થતી ઘારી મુંબઈ હૈદરાબાદ જયપુર ઇન્દોર સિંગાપોર સુધી સપ્લાય થાય છે.અને ઘારીનો સ્વાદ કંઈક અલગ જ હોવાનો ગ્રાહકો અનુભવ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં શરદ પૂર્ણિમાને લઈ ચંદી પડવામાં સ્વાદ પ્રેમીઓ માટે ઘારીઓ તૈયાર કરવામાં આવે છે.અને સૌથી વધુ ઘારીનું વેચાણ થતું હોય છે.ત્યારે સ્વાદિષ્ટ ઘારી રાણા પંચની માનવામાં આવે છે.અને તેમનો ભાવ પણ ઓછો હોય છે.અને તેઓ ઘારીમાં જે પણ નફો કમાતા હોય છે.તે તમામ સમાજના વિકાસ અને ઉત્થાન માટે વાપરી પ્રધાનમંત્રીના આત્મનિર્ભરના સૂત્ર સાથે સમાજને આત્મનિભર બનાવવા માટે રાણાપંચ છેલ્લા 44 વર્ષથી કામ કરી રહ્યું છે.અને એટલા માટે જ કહેવાય છે કે ભરૂચની ખારી સિંગ જેટલી જ રાણા પંચની ઘારી પ્રચલિત બની ગઈ છે.

શરદપૂર્ણિમાએ ઘારીની બનાવટમાં સમગ્ર સમાજના લોકો જોડાઈ જતા હોય છે.અને ઘારીના વ્યવસાય માંથી નીકળતો નફો સમાજના હિતમાં જ વપરાતો હોય છે.અને આ વખતે ઘારીના વ્યવસાયના નફામાંથી સમાજના 60 જેટલા લોકોને તિરૂપતિ બાલાજીના દર્શન કરાવવા માટે લઈ જવાનાર હોવાનું સમાજના પ્રમુખ સનત રાણાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો – આસો નવરાત્રીના અંતિમ દિવસે પણ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter