Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Georgian Parliament બની ગઈ અખાડો, લાતો અને મુક્કાથી સાંસદો એકબીજા સાથે બાખડ્યા… Video

07:45 PM Apr 16, 2024 | Dhruv Parmar

તમે ઘણી વખત સંસદમાં હંગામો, સભ્યો વચ્ચેની ચર્ચા, તણાવ, એકબીજાનો વિરોધ, કાગળો ફેંકતા જોયા હશે. પરંતુ જ્યોર્જિયાની સંસદ (Georgian Parliament )માં જે બન્યું તે અત્યંત શરમજનક છે. સંસદમાં વિવાદાસ્પદ બિલને લઈને સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષના સાંસદે શાસક પક્ષના નેતાને મોઢા પર મુક્કો માર્યા બાદ સ્થિતિ વણસી હતી. સંસદમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

બિલ સામે હોબાળો…

જ્યોર્જિયાની સંસદ (Georgian Parliament )માં જ્યારે આ હાઈવોલ્ટેજ ડ્રામા થયો ત્યારે વિદેશી એજન્ટ બિલ પર ચર્ચા થઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિદેશી એજન્ટ બિલને લઈને દેશમાં ગુસ્સો છે. દેશમાં આ બિલ વિરુદ્ધ લોકોએ આંદોલન પણ શરૂ કર્યું છે. આને રશિયાથી પ્રેરિત બિલ કહેવામાં આવી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે આ બિલ જ્યોર્જિયન સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે.

લડાઈનો વીડિયો…

શાસક જ્યોર્જિઅન ડ્રીમ પાર્ટીના સંસદીય જૂથના નેતા મમુકા મદિનારાડઝે, ધારાસભ્ય મંડળ સમક્ષ બોલતા હતા. ત્યારબાદ વિપક્ષી સાંસદ અલેકો એલિયાશવિલી પોતાની સીટ પરથી ઉભા થયા અને મામુકાના ચહેરા પર મુક્કો માર્યો. આ જોઈને ઘણા સાંસદો દોડી આવ્યા અને મામુકાને બચાવ્યા. સાથે જ શાસક પક્ષના અનેક નેતાઓએ અલેકોને માર માર્યો હતો.

અગાઉ પણ વિરોધ થયો હતો…

નોંધનીય છે કે અગાઉ પણ દેશમાં આ કાયદો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારે વિરોધના કારણે તેને મુલતવી રાખવો પડ્યો હતો. જ્યોર્જિયા એ રશિયાની સરહદે આવેલો દેશ છે. એવું માનવામાં આવે છે કે વર્તમાન સરકાર રશિયાની તરફેણમાં છે. નવા બિલથી જ્યોર્જિયાના યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે અને તેનો ભોગ તેને સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો : Iran Israel War : ઈરાનમાં ફસાયેલા 17 ભારતીયોને દેશ પરત લાવવા ભારતે ભર્યું આ પગલું!

આ પણ વાંચો : Israel અને Iran UNSC માં આવ્યા સામસામે, ઈઝરાયલે કહ્યું- “ઈરાન ટેરર ફંડિંગ, આતંકીઓને ટ્રેનિંગ આપે છે”

આ પણ વાંચો : Afghanistan flood : ભારે વરસાદે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી, અચાનક પૂરના કારણે 33 લોકોના મોત…