Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર! જાણો જાહેર સભામાં કોને આપી ધમકી

03:14 PM Apr 24, 2024 | Hardik Shah

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ના પ્રચારમાં ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પૂરું જોર આપી રહ્યા છે. તેઓ કોંગ્રેસના બનાસકાંઠા બેઠક (Banaskantha Seat) પરથી લોકસભાના ઉમેદવાર છે. પ્રચારમાં તેઓ ઘણીવાર વિવાદાસ્પદ નિવેદન આપતા આવ્યા છે ત્યારે આજે પણ તેમણે જાહેર સભાએથી પોલીસને ગર્ભિત ધમકી આપી છે. ગેનીબેને જાહેર સભામાં શું કહ્યું આવી જાણીએ આ આર્ટિકલમાં…

ગેનીબેન ઠાકોરે કોને આપી ધમકી ?

કોંગ્રેસના બનાસકાંઠાથી ઉમેદવાર ગેનીબેન ઠાકોરે એકવાર ફરી જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તેઓ પોલીસને ગર્ભિત ધમકી આપી રહ્યા છે. તેઓ આજે સમાઢી ગામની સભામાં પહોંચ્યા હતા, જ્યા તેમણે મંચ પરથી પોલીસને ધમકી આપી હતી. તેમણે જાહેરમંચ પરથી કહ્યું કે, મીડિયાના માધ્યમથી હું પોલીસને કહેવા માંગું છું કે, તમારું કામ કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાનું છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે, તમારી સામે કોઇ ફરીયાદ કરે તે શું પગલા લેવા તેની જવાબદારી તમારી છે. કોઇ કોંગ્રેસના આગેવાનોના ફોન નંબર લઇ તેનું કલેક્શન કરવાની જરૂર નથી.  અને ધાક ધમકી આપવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે, કોઇ પોલીસવાળા ગામમાં આવીને ડાટી આપતા હોય તો તેમને કહેજો કે તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. તેઓ તમને 8 મી તારીખ સુધી સારી જગ્યાએ મુકવાની વાતો કરશે, તમને ફુલાવશે. પણ તમારે નોકકરી 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ સુધી તમે ભાજપનો પગાર લેવાના નથી. તમે પ્રજાના પરસેવાનો પગાર લો છો.

  • કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ફરી ધમકી
  • સામઢી ગામની સભામાં પોલીસને ગર્ભિત ધમકી આપી
  • 58 વર્ષ સુધી તમારે નોકરી કરવાની છેઃ ગેનીબેન
  • ‘કોઈને ધમકાવ્યા તો તમારા જેવા થવામાં વાર નહીં લાગે’
  • આગેવાનોને ધમકાવવાનું કામ ન કરે પોલીસઃ ગેનીબેન
  • મતદારોને પોલીસ સામે ઉશ્કેરવા આડકતરો ઈશારો
  • 10-15 ફરિયાદ થાય તો તૈયારી રાખજોઃ ગેનીબેન
  • અગાઉ પર વારંવાર ધમકી આપી ચૂક્યા છે ગેનીબેન

પોલીસને ગર્ભિત ધમકી આપી

ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, તમને જે પગાર મળે છે તે લોકોના ટેક્સના છે. આટલી બાબતને ધ્યાનમાં રાખજો. અમે ગાંધીની વિચારધારા પર ચાલનારા છીએ, કાયદા વ્યવસ્થામાં માનીએ છીએ, દરેકને સમ્માન આપીએ છીએ પણ જો તમે કાયદાને ઓવરટેક કરીને કોઇને દબાવવાનો પ્રયત્ન કરશો, કોઇને ધમકાવવાનો પ્રયત્ન કર્યો તો તમે જેવા છો તેવા અમને બનવામાં વાર લાગશે નહીં.

આ પહેલા પણ આપી ચુક્યા છે વિવાદાસ્પદ નિવેદન

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. થોડા દિવસ પહેલા પ્રચાર દરમિયાન તેમણે જાહેરસભામાં પોલીસને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરશે તો તેમનો કોલર પકડીશ. તેમણે આગળ કહ્યું કે, મને DSP નો કોલર પણ પકડતા વાર નહીં લાગે. તેમણે કહ્યું કે, મે ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશ. સરેજાહેર પોલીસને ગર્ભિત ધમકી આપ્યા બાદથી ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ના વિસ્તાર બનાસકાંઠામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો – ગેનીબેન થયા ભાવુક, ચાલુ સંબોધને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, જાણો શું છે કારણ

આ પણ વાંચો – Ganiben Thakor : ગેનીબેન ઠાકોરે ભુવાજીને કરી વિનંતી, કહ્યું- ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો..!