+

રાજ્યમાં કોરોનાના કેસમાં સામન્ય ઘટાડો? જાણો આજે કેટલા કેસ નોંધાયા

 રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 899 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5895 એક્ટિવ કેસ છે. જેમાંથી 21 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5874 દર્દીઓ સ્ટેબલ છે. રà

 રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 899 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5895 એક્ટિવ કેસ છે. જેમાંથી 21 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5874 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,44,388 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,978 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આજે કોરોનાના નવા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 237 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 68, ગાંધીનગર 58, મહેસાણા 55, વડોદરા 45, સુરત કોર્પોરેશન 40, રાજકોટ કોર્પોરેશન 34, અમરેલી 28, સુરત 28, રાજકોટ 26, ગાંધીનગર કોર્પોરેશન 25, બનાસકાંઠા 21, ભરૂચ 18, કચ્છ 14, સાબરકાંઠા 14 એમ કુલ 768 કેસ નોંધાયા છે. 

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં  1,17,842 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 455 ને રસીનો પ્રથમ અને 2341 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 40 ને રસીનો પ્રથમ અને 557 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 11640 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 187 ને રસીનો પ્રથમ અને 751 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 101871 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,87,05,548 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Whatsapp share
facebook twitter