+

વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી લઇ શકે છે એલન મસ્કનું સ્થાન

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિ ઘટીને 137 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે નવેમ્બર 2021માં 340 બિલિયન ડોલર હતી. બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિ સતત વધી રહી છે અને હવે તે 121 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ રીતે મસ્ક અને અદાણીની સંપત્તિ વચ્ચેનો તફાવત માત્ર 16 બિલિયન ડોલરનો રહ્યો છે.મસ્ક અને અદાણીની સંપત્તિ વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છેછેલ્લા એક વર્ષની વાત કરીએ તો
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર ટેસ્લાના સીઈઓ એલન મસ્કની સંપત્તિ ઘટીને 137 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે નવેમ્બર 2021માં 340 બિલિયન ડોલર હતી. બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિ સતત વધી રહી છે અને હવે તે 121 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ રીતે મસ્ક અને અદાણીની સંપત્તિ વચ્ચેનો તફાવત માત્ર 16 બિલિયન ડોલરનો રહ્યો છે.
મસ્ક અને અદાણીની સંપત્તિ વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે
છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની પ્રોપર્ટીમાં 44 બિલિયન ડોલરનો વધારો થયો છે અને બીજી તરફ મસ્કની પ્રોપર્ટીમાં 133 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. મસ્ક દરરોજ સરેરાશ 0.36 અબજ ડોલર ગુમાવી રહ્યા છે અને અદાણીની સંપત્તિ દરરોજ સરેરાશ 0.12 અબજ ડોલર વધી રહી છે. આ હિસાબે અદાણી આગામી પાંચ સપ્તાહ અથવા 35 દિવસમાં દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે.
2022 અદાણી માટે ડ્રીમ રન છે
ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થવાનું મુખ્ય કારણ તેમની કંપનીઓના શેરના ભાવમાં થયેલો વધારો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝનો હિસ્સો લગભગ 122 ટકા, અદાણી પાવરનો હિસ્સો 185 ટકા, અદાણી વિલ્મરનો હિસ્સો 105 ટકા, અદાણી ટોટલનો હિસ્સો 91 ટકા વધ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી ગ્રુપની  માર્કેટ કેપ નવ ગણી વધીને 17.9 લાખ કરોડ થઇ ગઇ છે. આજે અદાણી ગ્રૂપ ટાટા અને રિલાયન્સ પછી દેશનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter