Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અદાણી દુનિયાના ટોપ 10 ધનિકોમાં સામેલ, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

09:24 AM Apr 28, 2023 | Vipul Pandya

અત્યાર સુધી તમે એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણીનું નામ જોયું જ હશે, પરંતુ હવે ગૌતમ અદાણીએ તેમને પાછળ છોડી દીધા છે અને તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, અદાણી ગ્રુપના ગૌતમ અદાણીની નેટવર્થ $100 બિલિયનને વટાવી ગઈ છે. આ સાથે જ ગૌતમ અદાણી હવે સેન્ટીબિલિયોનેર લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. સેન્ટીબિલિયોનેર એવા લોકો છે જેમની સંપત્તિ $100 બિલિયનથી વધુ છે. આ રીતે હવે અદાણી એલોન મસ્ક અને જેફ બેઝોસ સાથે આ ક્લબમાં જોડાયા છે. આ ક્લબમાં જોડાનાર અદાણી બીજા ભારતીય બિઝનેસમેન છે. તેમના પહેલા આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીનું નામ જોડાઈ ગયું છે.
બ્લૂમબર્ગના તાજેતરના ડેટા અનુસાર, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક $273 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના પછી એમેઝોનના જેફ બેઝોસનો નંબર આવે છે, જેની કુલ સંપત્તિ 188 બિલિયન ડોલર છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેમની કુલ સંપત્તિ $148 બિલિયન છે. બિલ ગેટ્સ $133 બિલિયન સાથે ચોથા ક્રમે, વોરેન બફેટ $127 બિલિયન સાથે પાંચમા, લેરી પેજ $125 બિલિયન સાથે છઠ્ઠા, સર્ગેઈ બ્રિન $119 બિલિયન સાથે સાતમા નંબરે, સ્ટીવ બાલ્મર 108 બિલિયન સાથે આઠમા નંબરે, લેરી એલિસન $103 બિલિયન સાથે નવમા નંબરે છે અને ગૌતમ અદાણી $100 બિલિયન સાથે 10માં નંબરે છે. તેમના પછી મુકેશ અંબાણી $99 બિલિયન સાથે 11માં નંબર પર છે. ફેસબુકના માર્ક ઝકરબર્ગ 85 બિલિયન ડોલર સાથે 12માં નંબરે છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં  $24 બિલિયનનો વધારો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે 24 બિલિયન ડોલરનો વધારો થયો છે. અદાણી આ વર્ષે વિશ્વના સૌથી વધુ નફો કરનારા ઉદ્યોગપતિઓમાંના એક છે. છેલ્લા 2 વર્ષમાં તેમની સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે. ગ્રીન એનર્જી સંબંધિત તેમની કંપનીનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે.