+

Ganiben Thakor : ગેનીબેન ઠાકોરે ભુવાજીને કરી વિનંતી, કહ્યું- ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો..!

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો પ્રચાર વેગવંતી કર્યો છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) પણ જોરશોરથી મતવિસ્તારમાં પ્રચાર…

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો પ્રચાર વેગવંતી કર્યો છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) લોકસભા પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) પણ જોરશોરથી મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ દૈનિક ધોરણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને જનસંપર્ક સાધી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ માતાજીનાં ભુવાજીને વિનંતી કરતા સંભળાઈ રહ્યા છે. ગેનીબેન વીડિયોમાં કહેતા સંભળાય છે કે, ધુંણતા ધુંણતા ઘરનાં ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો.

હાલ, રાજ્ય સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ ચૂંટણી ઉમેદવારો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, બનાસકાંઠાના કોંગ્રેસનાં (Congress) ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. હાલ, સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ માતાજીનાં ભુવાજીને અપીલ કરતા નજરે પડી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, દિયોદરના (Deodar) સાલપુરામાં યોજાયેલ એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી. સ્થાનિક લોકો દ્વારા ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Video) થયો છે.

મારા વતી પણ પ્રાર્થના કરજો : ગેનીબેન ઠાકોર

વાઇરલ વીડિયોમાં ગેનીબેન કહેતા સંભળાય છે કે, માતાજીનાં દર્શન કરવા માટે મોકો આપ્યો તે માટે આપનો આભાર. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે, અને તમામ ભુવાજીને હું પણ વિનંતી કરું છું કે મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધુંણતા ધુંણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. ગેનીબેન ઠાકોરના (Ganiben Thakor) આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો – એકવાર ફરી ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર, પોલીસને આપી ગર્ભિત ધમકી

આ પણ વાંચો – Banaskantha : પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસને કર્યા રામ રામ

આ પણ વાંચો – VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના પ્રચારમાં મહિલા ધારાસભ્ય અને વૃદ્ધા નાચ્યા

Whatsapp share
facebook twitter