Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરી અદાલતમાં જેણે ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી હતી..વાંચો ગેંગસ્ટર અનિલ દુજાનાનો પ્રેમનો કિસ્સો 

05:20 PM May 04, 2023 | Vipul Pandya
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના, જે એક સમયે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આતંકનો પર્યાય હતો, તેનું મેરઠમાં STF દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યુ છે. એ જ મેરઠમાં જ્યાં એક સમયે તેના નામનો સિક્કો ચાલતો હતો ત્યાં જ તેને ઠાર કરાયો હતો. અનિલ દુજાનાની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગયા વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરી હતી. અનિલ દુજાના વિરુદ્ધ દિલ્હી અને યુપીમાં હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને લૂંટ વગેરેના 60થી વધુ કેસ નોંધાયેલા છે. યુપી પોલીસે અનિલ દુજાના પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે અનિલ દુજાના કેટલો ખૂંખાર હતો અને ક્રાઇમની દુનિયામાં તેનું કેટલું મોટુ નામ હતું.  મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ તેના નામથી ડરતા હતા. અનિલ દુજાનાની લવ સ્ટોરી સાથે જોડાયેલી એક કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે. વાંચો શું છે સમગ્ર ઘટના…
ગર્લફ્રેન્ડ સાથે કોર્ટમાં સગાઇ
 ફેબ્રુઆરી 2019 ની વાત છે, જ્યારે ગેંગસ્ટર અનિલ દુજાનાએ જિલ્લા કોર્ટ પરિસરમાં જ બાગપતથી આવેલી તેની ગર્લફ્રેન્ડ પૂજા સાથે સગાઈ કરી હતી. હત્યા કેસમાં અનિલને મહારાજગંજ જેલમાંથી ગૌતમ બુદ્ધ નગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એડવોકેટે કરાર પર કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ મેચમેકિંગના સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી અનિલ અને પૂજાએ એકબીજાને વીંટી પહેરાવી. જોકે, કોર્ટ પરિસરમાં આવો કોઈ કાર્યક્રમ યોજી શકાય નહીં, પરંતુ ત્યારે આ બાબતે કોઈ બોલવા તૈયાર નહોતું.
કોર્ટમાં અનિલે પરવાનગી માગી હતી
તે સમયે એડવોકેટ જીતેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે અનિલ દુજાના જિલ્લા કોર્ટમાં હાજર થયો હતો જ્યારે પૂજા તેના પરિવારના સભ્યો સાથે દુલ્હનના વેશમાં આવી પહોંચી હતી. આ દરમિયાન કોર્ટમાં અનિલે લગ્ન માટે આપેલા સોગંદનામા પર સહી કરવાની પરવાનગી માંગી હતી. જેમાં લખ્યું હતું કે પૂજા અને અનિલ લગભગ એક વર્ષથી એકબીજાને ઓળખે છે અને લગ્ન કરવા માંગે છે. પરવાનગી મળ્યા બાદ એફિડેવિટ પર સહી કરી હતી. આ પછી જ બંનેએ એકબીજાને વીંટી પહેરાવી. કોર્ટ પરિસરમાં પરિવારજનોની ભીડ પણ જોવા મળી હતી. આ પછી પૂજા અનિલના પરિવારજનો સાથે ચાલી ગઈ હતી.
પૂજાના પિતાએ કેમ સગાઇ કરી હતી?
STF તપાસમાં જે બહાર આવ્યું તે લગ્ન કરતાં પણ વધુ ચોંકાવનારું હતું. એસટીએફની તપાસમાં સામે આવ્યું કે પૂજાના પિતા લીલુનો રાજકુમાર સાથે બાગપતમાં ચાલીસ વીઘા જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રાજકુમારે તેની બે દીકરીઓના લગ્ન ગાઝિયાબાદના કુખ્યાત ગેંગસ્ટર હરેન્દ્ર ખડખડી અને તેના ભાઈ સાથે કરાવ્યા હતા
આને કારણે, પૂજાના પિતાએ અનિલ દુજાનાને શોધી કાઢ્યો, જે હરેન્દ્ર કરતાં પણ મોટો બદમાશ હતો. તેના પરિવારજનોની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ માહિતી અનિલ દુજાનાને આપવામાં આવી હતી. તે પણ તરત તૈયાર થઈ ગયો. ત્યારબાદ વકીલ મારફતે કોર્ટની પરવાનગી લીધા બાદ અનિલ દુજાના અને પૂજાએ સૂરજપુર કોર્ટ પરિસરમાં વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી હતી.
પોલીસ ફોર્સ પણ ખડકાયો હતો
અનિલ દુજાના અને અન્ય મોટા ગુનેગારોને કોર્ટમાં રજૂ કરાતા ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટમાં હાજર રહે છે.  અનિલના આગમન દરમિયાન, મેચમેકિંગની માહિતી પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ તેમને કોર્ટની પરવાનગીથી સહી કરવાની માહિતી મળી હતી.
અનિલ જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યો હતો
અનિલે જેલમાં રહીને જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણી લડી હતી. તે ચૂંટણી પણ જીત્યો હતો. જોકે સીમાંકનના અભાવે પ્રમુખ પદની ચૂંટણી થઈ શકી ન હતી.