+

પાર્ટીમાંથી પરત ફરી રહેલી 17 વર્ષની સગીરા પર મર્સિડીઝ કારમાં ગેંગરેપ

હૈદરાબાદમાં પાર્ટીમાંથી પરત ફરી રહેલી 17 વર્ષની સગીર પર મર્સિડીઝ કારમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે પાંચ સગીર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં બે છોકરાઓ રાજકીય દબદબો ધરાવતા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, આ કેસમાં એક આરોપી છોકરો ધારાસભ્યનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. ગયા અઠવાડિયે જ્યુબિલી હિલ્સમાં આ ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં નેતાઓના બાળકો
હૈદરાબાદમાં પાર્ટીમાંથી પરત ફરી રહેલી 17 વર્ષની સગીર પર મર્સિડીઝ કારમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે પાંચ સગીર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં બે છોકરાઓ રાજકીય દબદબો ધરાવતા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, આ કેસમાં એક આરોપી છોકરો ધારાસભ્યનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. ગયા અઠવાડિયે જ્યુબિલી હિલ્સમાં આ ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં નેતાઓના બાળકો વિરુદ્ધ પણ પોલીસને મહત્વની કડીઓ મળી છે.

પીડિતા આરોપીને ઓળખવાની સ્થિતિમાં નથી
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સગીર છોકરીના પિતાએ 28 મેના રોજ જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (વેસ્ટ ઝોન) જોએલ ડેવિસે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ હજુ બાકી છે. “પીડિતા આરોપીને ઓળખવાની સ્થિતિમાં નથી, તેથી અમે અન્ય તકનીકી વિગતો દ્વારા આરોપીને ઓળખવાની કાર્યવાહી કરી રહ્યાં છીએ,” 

17 વર્ષની છોકરી તેના મિત્ર સાથે પબમાં આવી હતી
આ કેસના તમામ આરોપીઓ સગીર છે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે ધારાસભ્યનો પુત્ર પણ આ ગુનામાં સામેલ હતો, પરંતુ પોલીસે ગેંગ રેપમાં તેની સંડોવણી પર શંકા વ્યક્ત કરી છે. એક 17 વર્ષની છોકરી તેના મિત્ર સાથે પબમાં આવી હતી, જે વહેલી નીકળી ગઈ હતી. છોકરીની કથિત રીતે છોકરા સાથે મિત્રતા હતી અને તેઓ મિત્રો સાથે પબથી નીકળ્યાં હતાં.  છોકરાએ તે છોકરીને ઘરે મૂકવાનું  કહ્યું હતું. 

28 મેના રોજની ઘટના
ફરિયાદીના જણાવ્યા મુજબ, 28 મેના રોજ તેમની પુત્રી જ્યુબિલી હિલ્સના એક પબમાં પાર્ટીમાં ગઈ હતી,  આ પાર્ટી  તેના મિત્રો દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. સાંજે લગભગ 5.30 વાગ્યાની આસપાસ પબની બહારથી કારમાં બેઠેલા કેટલાક લોકો સાથે તે ગઇ હતી. બાદમાં તેમણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
છોકરાઓ પબની અંદર છોકરીને મળ્યા
પોલીસે જણાવ્યું હતું કે પાર્ટીમાં કેટલાક છોકરાઓ પીડિતાને મળ્યા હતા અને બાદમાં તેઓ બધા એકસાથે પાર્ટીમાંથી નીકળી ગયા હતા. પાર્ટી બાદ યુવતી અને કેટલાક યુવકો બે કારમાં બેસી બંજારા હિલ્સમાં આવેલી એક બેકરીમાં ગયા હતા. છોકરાઓએ પીડિતાને ઘરે મૂકવાના બહાને કારમાં બેસાડી અને રસ્તામાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતા આઘાતમાં છે
પોલીસે આરોપીને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલી કાર એક મહિલાના નામે નોંધાયેલી છે. હૈદરાબાદના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે અમે પોતે હજુ પણ શંકાસ્પદોની ઓળખ અંગે સ્પષ્ટ નથી. પીડિતા આઘાતમાં છે અને અમે તેની પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
Whatsapp share
facebook twitter