Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar :વિવિધ માંગણીઓને લઇને શિક્ષકો અને કર્મચારીઓનું પેન ડાઉન

11:12 AM Mar 06, 2024 | Hiren Dave

Gandhinagar : જૂની પેન્શન યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર (Government Of Gujarat) અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે.જૂની પેન્શન યોજના અને 11  પડતર પ્રશ્નોને લઈને  ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે કર્મચારી મંડળોનું મહામતદાન (Teachers Straik ) થવાનું છે. આજે કર્મચારી યુનિયનોએ મહામતદાન, પેન ડાઉન (Pen Down) અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે.

 

9 માર્ચએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ મહાપંચાયત યોજાશે. 

લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકાર અને કર્મચારી યુનિયનો સામસામે આવી ગયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા 11  પડતર પ્રશ્નોને પગલે કર્મચારી યુનિયનોએ મહામતદાન, પેન ડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. માંગણીઓના બેલેટ પેપર છપાવી શૈક્ષણિક કાર્યથી દૂર રહીને મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ પણ જો નિર્ણય નહીં આવે તો 9 માર્ચએ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ખેસ, જય શ્રી રામના નામના પતાકા, સાફા પહેરી ગાંધીનગરમાં મહાપંચાયત યોજાશે .

 

શિક્ષકો અને કર્મચારીઓની મહાપંચાયત થશે

લોકસભાની ચૂંટણી પહેલા શિક્ષક અને કર્મચારીઓનો વિરોધ શરૂ થયો છે. જેમાં સરકારની ગેરંટી પર કર્મચારીઓને વિશ્વાસ નથી. તેમાં શિક્ષકોએ ચોક ડાઉન કરી વિરોધ કર્યો છે. તેમજ કર્મચારીઓનો પેન ડાઉન કરી વિરોધ કર્યો છે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયા છે. સમગ્ર રાજ્યના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે.

 

બીજી તરફ વિવિધ મંડળો તરફથી પડતર માંગણીઓ મુદ્દે આજે અપાયેલા પેન ડાઉન, ચોક ડાઉન, શટ ડાઉન કાર્યક્રમને લઈ રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગ એકશનમાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગીય વડાઓને સંબોધીને પરિપત્ર કર્યો કે જે કર્મચારીઓ આ કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને પોતાની નિયમિત કામગીરી ન કરે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે.

આ  પણ  વાંચો – Gujarat weather : રાજ્યમાં વહેલી સવારથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ