Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GANDHINAGAR : ગિફ્ટ સિટીમાં SBI ગ્રીન મેરેથોનું આયોજન, 4500 દોડવીરો જોડાયા

10:35 AM Mar 25, 2024 | PARTH PANDYA

GANDHINAGAR : ગાંધીનગર (GANDHINAGAR) ગિફ્ટ સિટી (GIFT CITY) ખાતે 24, માર્ચ 2024 ના રોજ એસબીઆઇ ગ્રીન મેરેથોન (SBI GREEN MARATHON) નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 21 કિમી, 10 કિમી, અને 5 કિમીની દોડ યોજાઇ હતી. આ દોડમાં પુરૂષ અને મહિલા મળી 18 – 44 વયજુથના 4500 દોડવીરોએ ભાગ લીધો હતો.

સંસ્થાના વડા અને વિશેષ આમંત્રિત સભ્યો હાજર રહ્યા

આ તકે એમડી વિનય તોન્સે, ડીએમડી (એચઆર) અને સીડીઓ મિશ્રા હાજર રહ્યા હતા. સાથે જ આમંત્રિતોમાં રાજ્યના મુખ્યમંત્રીના નાણાકીય સલાહકાર અને ગિફ્ટ સિટી ચેરમેન હસમુખ અઢીયા (IAS), ગાંધીનગર ISRO ડાયરેક્ટર શ્રીમાન. દેસાઇ, પીએફ કમિશનર એ. કે. સિંગ MASS ફાયનાન્શિયલ સર્વિસના કમલેશ ગાંધીનગર, સાથે સર્કલ CGM ક્ષિતિજ મોહન અને CMC મેમ્બર્સ એસોસિયેશન, યુનિયનના પદાધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

તમામને ખાસ સ્પર્ધા મેડલ અપાયા

આ સાથે જ  પ્રત્યેક કેટેગરીમાં વિજેતા દોડવીરોને પ્રોત્સાહક રોકડ ઇનામ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. મેરેથોનમાં ભાગ લેનાર તમામને પણ ખાસ સ્પર્ધા મેડલ આપવામાં આવ્યા હતા.

દેશને હરિયાળું બનાવવાની નેમ

આ તકે MD દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે SBI બેંકના યોગદાન અને દેશને હરિયાળું બનાવવા તથા દેશને પર્યાવરણ અનુકૂળ સ્થળ બનાવવાની સાથે દેશભરના તમામ નાગરિકો માટે ટકાઉ જીવન જીવવા માટેનો માર્ગ આગામી નાણાકીય વર્ષથી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અંતમાં આભારવિધિ

તેમણે ખાસ કરીને રેડિયો મીર્ચી સહિત તમામ સહયોગીઓનો કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવા બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે DMD અને CDO દ્વારા આભારવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો —VADODARA : પાંચ જિલ્લાના તેજસ્વી તારલાઓનો મળ્યો શૈક્ષણિક પ્રવાસનો લાભ