Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, ઉનામાં દારૂનો વરસાદ કરતો વિડીયો વાયરલ

07:55 PM Apr 29, 2023 | Vipul Pandya
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તમે એક વખત આ વિડીયો જોશો તો તમને લાગશે કે હવે દારૂ ખુલ્લેઆમ પીવાની જાણે પરવાનગી જ મળી ગઇ હોય. જીહા, અમે તમને અહી રાજ્યનાં ગીર સોમનાથ તાલુકાના ગામનો એક વિડીયો બતાવી રહ્યા છે, જેમાં સરેઆમ દારૂબંધીની ધજીયા ઉડાવતા અમુક યુવકો તમને નજરે ચઢશે.
ગાંધીના ગુજરાતમાં બુટલેગરો મોજમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો વહેતા થયા છે. તાજેતરમાં ગીર સોમનાથ તાલુકાના એક ગામમાંથી એક વિડીયો વાયરલ થયો છે, જેમા ઘણા યુવકો હાથમાં બિયરની બોટલ સાથે નાચતા અને મોજ કરતા નજરે ચઢ્યા છે. મળી રહેલી  માહિતી અનુસાર, આ વિડિયો એક લગ્ન પ્રસંગનો છે જેમા યુવકો મોટી સંખ્યામાં હાથમાં બિયરની બોટલ લઇને દારૂનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. વિડીયો જોયા બાદ પોલીસની કામગીરી પર પણ હવે મોટા સવાલ ઉભા થઇ રહ્યા છે. સૂત્રો અનુસાર આ વાયરલ વિડીયો 16 ફેબ્રુઆરીની રાત્રીનો છે. 
આ ઘટના ઉના તાલુકાના કાળાપાણ ગામની હોવાનું કહેવાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાળાપાણ ગામના નવ નિયુક્ત યુવા સરપંચના લગ્ન પ્રસંગનો આ વીડિયો છે અને દાંડિયા રાસ પ્રસંગમાં દારૂની રેલમછેલ થઈ હતી. આ વિડીયોમાં કાળાપાણ ગામના સરપંચના ભાઈ સહિતના મિત્રો હોવાની ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પોલીસે આ મામલે 4 આરોપીઓની અટકાયત કરી છે. મામલે કુલ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ વિડીયોના આધારે આ લોકોની અટકાયત કરી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂબંધીની અમલવારી જે રીતે થઇ રહી છે અને જે રીતે આ પ્રકારના વાયરલ વિડીયો સામે આવી રહ્યા છે, જે જોઇને લોકોમાંથી કાયદાનો ભય ઓસરી રહ્યો હોવાનું ધ્યાને આવી રહ્યું છે. પોલીસે આ પ્રકારના કિસ્સાઓમાં દાખલારૂપ સજા કરવી જોઇએ તેવી જનમુખે ચર્ચાઓ થઇ રહી છે. જો તેમ નહિ થાય તો આવા કિસ્સાઓ સામે આવવા એક સમયે સામાન્ય બાબત થઇ જશે.

ઉનામાં દારૂના વરસાદ મામલે ધારસભ્ય પૂજા વંશની પ્રતિક્રિયા
ઉનામાં બિયરની બોટલોનો વરસાદ કરતો વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય પૂજા વંશે આ વિડીયો અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, આ પહેલીવાર નથી અહીં કાયમી દારૂની રેલમછેલ થતી જ રહે છે. ઉનાના તમામ ગામોમાં વિદેશી દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. મે આ અંગે ઘણીવાર મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી આ અંગે કોઇ ખાસ પગલા ભરવામાં આવ્યા નથી.