+

Gandhinagar : ગિફ્ટ સિટીમાં દારુની છૂટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ‘દેશમાં ગુજરાત કેવી રીતે આગળ વધે તે PM વિચારે છે’ ‘બહારથી આવવા વાળા લોકોની લાઈફ સ્ટાઇલ અલગ હોય છે’ આપણી લાઈફ…

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
‘દેશમાં ગુજરાત કેવી રીતે આગળ વધે તે PM વિચારે છે’
‘બહારથી આવવા વાળા લોકોની લાઈફ સ્ટાઇલ અલગ હોય છે’
આપણી લાઈફ સ્ટાઇલ જુદી છે:ઋષિકેશ પટેલ
આર્થિક હબ છે ગિફ્ટ સીટી:ઋષિકેશ પટેલ
‘ગુજરાતને મોટું હબ બનાવવા માટે આ મહત્વનનો ભાગ ભજવશે’

ગિફ્ટ સિટીમાં દારુની છૂટ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે દેશમાં ગુજરાત કેવી રીતે આગળ વધે તે વડાપ્રધાન વિચારે છે. તેમણે કહ્યું કે બહારથી આવવાવાળા લોકોની લાઇફ સ્ટાઇલ અલગ હોય છે અને ગુજરાતને મોટું હબ બનાવવામાં આ નિર્ણય મહત્વનો ભાગ ભજવશે.

વિદેશી કંપનીઓ આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો

ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે ગુજરાતની પ્રગતિ કેવી રીતે થાય, ગુજરાતમાં નાણાંકિય સંસ્થાઓ આવે, બેન્કિગ ક્ષેત્ર આવે અને વિદેશી કંપનીઓ આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી દેશમાં ગુજરાતની પ્રગતિ કેવી રીતે આગળ વધે તે દિશામાં વિચારે છે.

બહારથી આવવા વાળા લોકોની લાઇફ સ્ટાઇલ અલગ હોય છે

તેમણે કહ્યું કે બહારથી આવવા વાળા લોકોની લાઇફ સ્ટાઇલ અલગ હોય છે જ્યારે આપણી લાઇફ સ્ટાઇલ અલગ છે. નાણાંકીય વ્યવહાર થતો હોય તો તેને અનુકૂળ વાતાવરણ મળે તે માટે નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં બિઝનેસની તકોમાં ક્યાંક સમસ્યા આવતી હતી તે હવે સોલ્વ થશે અને વધુ આગળ વધશે. ગિફ્ટ સિટી આર્થિક પ્રવાહ માટેનું સ્થાન છે અને આર્થિક હબ છે. ગુજરાતને મોટું હબ બનાવવામાં આ મહત્વનો ભાગ ભજવશે.

આ પણ વાંચો—-RAGHAVJI PATEL : સુરત, મોરબી, રાજકોટમાં માગ અંગે વિચારણા કરાશે

Whatsapp share
facebook twitter