+

વડનગરથી વારાણસી યાત્રા પહોંચી મા શક્તિના ધામ બહુચરાજીમાં, હવે બહુચરાજી બન્યું ઈન્ડસ્ટ્રીયલ હબ!

નમસ્કાર, વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. આ યાત્રામાં અમે તમને મા નર્મદાથી લઈ ગંગા સુધીના દર્શન કરાવવાના છીએ. આ યાત્રા દરમિયાન અમારી જેમ તમને પણ દેશની પરંપરા,  સંસ્કાર, સભ્યતા…

નમસ્કાર, વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. આ યાત્રામાં અમે તમને મા નર્મદાથી લઈ ગંગા સુધીના દર્શન કરાવવાના છીએ. આ યાત્રા દરમિયાન અમારી જેમ તમને પણ દેશની પરંપરા,  સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થશે. આ એક એવી યાત્રા છે, જેમાં ભારતની ભવ્યતા થી લઈ દિવ્યતાની ઝાંખી તમને જોવા મળશે. આ સાથે જ અમૃતકાળની અંદર સુવર્ણકાળના દર્શન પણ થશે. અમારી યાત્રા વડનગરમાં પૂર્ણ થઈ છે અને શક્તિના ધામ એવા બહુચરાજીમાં પહોંચી છે. બહુચરાજીનો કઈ દિશામાં થયો છે વિકાસ ? હવે એક નજર રોજગારી આપતા આ રિપોર્ટ ઉપર પણ કરી લઈએ.

ભારતની સભ્યતા અને સંસ્કૃતિને દેશ વિદેશના નાગરિકોએ બિરદાવી છે, તેનું શાશ્વત પ્રમાણ એ છે કે વિદેશી મહેમાનો આજે પણ આજ સભ્યતા અને સંસ્કૃતિના દર્શન કરવા ભારત પધારે જરૂરથી છે. એક સમય હતો જ્યારે ભારતને સોને કી ચિડીયાનો દેશ કહેવામાં આવતો હતો. જોકે વિદેશી આક્રમણકારીઓ અને અંગ્રેજોએ મચાવેલી લૂંટને કારણે દુનિયાને દિશા બતાવનારૂ ભારત આર્થિક રીતે ગણું પાછળ ધકેલાયું હતું. પણ કહેવાય છે ને કે કર્મ, ‘અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન’ છે. હવે જોવા પણ કંઈક તેવું જ મળી રહ્યું છે.  કર્મનું ચક્કર વ્યક્તિ હોય કે જે-તે દેશ તેને ફળે જરૂર છે ! અંધકાર પછી અજવાળું થાય જરૂર છે ! ઈરાદા મક્કમ હોય, દ્રઢ સંકલ્પ હોય, કલ્પનાથી લઈ કાયાપલટ કરવાની ક્ષમતા રગ-રગમાં હોય તો શું ન થઈ શકે તેનું પ્રમાણ મહિલા અને પુરૂષોના પુરૂષાર્થથી ધમધમતી અહીંની ઈન્ડસ્ટ્રીઝને જોઈને બરાબર સમજી શકાય છે અને મહેસૂસ પણ કરી શકાય છે.

વડનગરથી વારાણસીની આ યાત્રા મા શક્તિનું ધામ એવા બહુચરાજીમાં પહોંચી છે. બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનું મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. પણ આજે વાત ધાર્મીક નહીં, બલકે અનેક પરિવારને રોજગારી આપતા એકમની કરવી છે.

બહુચરાજી યાત્રાધામ તો છે પરંતુ આ ધામ હવે ઈન્ડસ્ટ્રીય હબ પણ બની ગયું છે, ગુજરાતનો ટુરીઝમ ક્ષેત્રે તો વિકાસ થયો જ છે સાથે જ MSME સેક્ટરનો પણ અહીં વિકાસ એટલો જ થયો છે.  સંઘર્ષ કરી પરસેવો રેડી અહીંના કર્મચારીઓએ કેવી રીતે એક એક પાર્ટ્સ બનાવે છે, તેનું નિરીક્ષણ પણ અમારી ટીમે કર્યું હતું.

અહીં અમે કંપનીના પ્લાન્ટમાં કામ કરીએ છીએ. અહીં અમને રોજગારી મળી રહે છે. અમે પુરુષો સાથે ખભાથી ખભા મિલાવીને કામ કરીએ છીએ. અમે અમારા ઘર માટે આવીએ છીએ. અહીં હોન્ડા અને મારુતિ જેવા પ્લાન્ટમાં સ્ત્રીઓને સારી રીતે કામ મળી રહે છે. રોજગારી અને અમારા ઘટ પોષણ માટે અમે કામ કરીએ છીએ.

જે શબ્દો કર્મચારી પારૂલ બેનના હતા, તે જ અનુભુતી અહીં કામ કરતા દરેક કર્મચારીઓ મહેસૂસ કરી રહ્યા છે અને આ બધુ જ શક્ય બન્યું છે વાઈબ્રન્ટ સમિટથી શરૂ થયેલી યાત્રાને કારણે. વિક્ટોરા કંપની કંપનીના માલિક એસ.એસ. બાંગાએ પણ અમારી સાથે ખાસ વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, ગુજરાતના બહુચરાજીમાં વિક્ટોરા ઇન્ડસ્ટ્રીએ 2015માં જમીન ખરીદી હતી. આ પહેલા મારા ફાધરે 1972માં આ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીનું જે નામ છે તે USના પ્રેસીડેન્ટના બાયોગ્રાફીમાંથી લેવામાં આવ્યું હતું. વિક્ટોરા તેમની શીપનું નામ હતું. તે બાદ 1980માં હું મારા ફાધરની કંપની સાથે જોડાયો હતો ત્યારે અમારી પાસે 8 થી 10 લોકો હતા પરંતુ હાલ અમારી પાસે 10 હજારથી 12 હજાર લોકો કામ કરે છે. અલગ અલગ- લોકેશનમાં કામ કરે છે. અહીં 2011 અથવા 2012 માં મોદીજી જયારે ગુજરાતના CM હતા ત્યારે ગાંધીનગરમાં મોદીનું વિઝાન જોયું હતું ત્યારે CIA તરફથી અમે એક લેટર પણ આવ્યો હતો અને ટે પર્સનલ નામથી આવ્યો હતો જેને જોઇને આશ્ચર્ય થયું હતું કે આવા CM છે જે જેમનું વિઝાન ખૂબ મોટું છે.

એવું નથી કે આ કંપનીમાં માત્ર ગુજરાતના જ કર્મચારીઓને રોજગારી મળતી હોય,અહીં કોઈ લખનઉ તો કોઈ આગ્રાથી આવ્યું છે અને રોજગારી મેળવી ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કંપનીના કર્મચારી મયંક નામદેવે જણાવ્યું હતું કે હું UP થી આવ્યો છું. અને હું અહીં જોઈ શકું છું કે માનનીય નરેન્દ્ર મોદીના સહયોગથી ગુજરાતમાં ખૂબ પ્રગતિ થઇ છે. મને UP થી અહીં આવીને કામ કરવું એ ખૂબ સારું લાગી રહ્યું છે. હું વેલ્ડિંગનું કામ શીખી રહ્યો છું. મને રોબોટ ચલાવવાનું શીખી રહ્યો છું.

હું આગ્રાથી આવી છું. મને અહીં કામ કરવું પસંદ આવે છે, તે સિવાય મને અહીં ખૂબ સેફટી મળી રહી છે. મને આ કંપનીમાં સેલેરી પણ સારી મળી રહી છે. અને છોકરાઓની જેમ કામ હું પણ કરી શકું છું. અને કંપની ખૂબ સપોર્ટ મળી રરહે છે. અને મારા જેવી અહીં અનેક છોકરીઓ કામ કરે છે. તેવું બબીના નામની કર્મચારીએ જણાવ્યું હતું.

કોઈ વ્યક્તિ હોય કે કંપનીના માલિક કે હોય પછી કુશળ રાજનેતા, સ્ટ્રગલ નામના શબ્દને નેગેટીવના બદલે પોઝેટિવ એંગલથી જોવાનો દ્રષ્ટીકોણ જે રાખે છે, તેની કાયાપલટ થઈ જાય છે. અમારી ટીમ આ પ્લાન્ટના દરેક યુનિટમાં ફરી હતી અને બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી ત્યારે સારી વાત એ સામે આવી હતી કે કર્મચારીઓના માથાની લકીર અને ચહેરાની સ્માઈલ સકારાત્મક ઉર્જાથી અહીં ભરેલી જોવા મળી હતી.

પહેલા અમારા બહુચરાજી તાલુકાના બંઝાર વિસ્તારમાં આવું કઈ હતું નહીં, પરંતુ મોદી સાહેબ આવી જે કંપનીઓ લાયા છે તેના થકી અમને રોજગાર મળી રહે છે. પહેલા આમે કડીયા કામ કરીને રોજગાર ચલાવતા હતા જેના પ્રમાણમાં આત્યાર ખૂબ સારું છે. અમે મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે આવી કંપનીઓ અહીં સ્થાપી.

તમને જણાવીએ કે આ કંપનીમાં 700 કરતા વધુ કર્મચારીઓ કામ કરે છે અને આ કંપની સાણંદમાં બીજો પ્લાન્ટ નાખવાની તૈયારી પણ કરી રહી છે. આમ ગુજરાતમાં મારૂતી, સુઝુકી, ટુ વ્હિલરની કંપની હોન્ડા પણ આવી ચુકી છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ આગામી દિવસમાં સ્થપાઈ રહી છે.

પહેલા આ એરીઓ ખૂબ બંજર હતો. વરસાદ થાય ન થાય અને ખેતી પણ એટલી મળતી નહતી. પબ્લિકને મજૂરી પણ એટલી નહતી મળતી. પણ માનનીય વડાપ્રધાન વિક્ટોરા કંપની, મારુતિ અને હોન્ડા જેવી કંપની લાયા પછી સારામાં સારો આ વિસ્તારનો વિકાસ થયો છે અને લોકોને રોજગાર મળી રહે છે. અને આનદ માઈ એમનું જીવન અહીં વિતાવી રહ્યા છીએ.

તમને જણાવીએ કે અનેક પરિવારને રોજગારી આપતી કંપનીમાં કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખવાની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ ખૂબ સારી રીતે થાય છે. મહિલા કર્મચારીઓનો મત છે કે સારા વાતાવરણમાં કામ કરવાથી તેઓ પરિવારને પણ મદદ પુરી પાડી શકે છે.

અહીં મોટી મોટી કંપનીઓ આજુબાજુના ગામમાં સ્થાઈ થઇ છે જેના કારણે અમને રોજગાર મળી રહે છે. જેના કારણે અમે ઘરમાં થોડી હેલ્પ પણ કરી શકીએ છીએ. અને અમે પુરુષો સાથે ખભો મીલાઈને કામ કરી શકીએ છીએ.

સરકારની અનેક યોજનાઓ થતી સ્ટાર્ટઅપ શરૂ થયું છે. બેંકો તરફથી મળતી રાહતને કારણે અનેક એકમો સ્થપાયા છે ત્યારે ઈન્ડિયાની વધતી ઈકોનોમી અને MSME સેક્ટરને સક્સેસ મળી છે તે વિશે કંપનીના માલિક એસ.એસ.બાંગા સાથે અમે વાત કરી હતી.

અમારા દેશમાં MSME કાર્યોને લઈને ખૂબ ઓપર્ચ્યુનિટી છે. કારણે જો આપણે ડેવલોપ કન્ટ્રીને જોઈએ તો US, ઓસ્ટ્રેલિયા જેવી બીજી કન્ટ્રીઓ છે તેમની સાથે આપણે હજુ સરખામણી કરી શકતા. ત્યાર કેટલું ઉત્ય્પાદન થાય છે કેટલું વીજળી વપરાય છે ત્યાં કેટલી કારો જોવા મળે છે તેવું જોઈએ છીએ તો ધ્યાન પડે છે કે હજુ આપણે ખૂબ દુર સુધી જવાનું છે.

વિકાસની રફ્તારને જે વેગ મળ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાંથી જે કર્મચારીઓ ગુજરાત રોજગારી મેળવવા આવી રહ્યા છે. આજે ઔદ્યોગિક ક્રાંતિ દેખાઈ રહી છે તે આપણ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રિર્ધ દ્રષ્ટિનું પ્રમાણ છે.

વડનગરની વારાણસી સુધીની યાત્રામાં અમે તમને વારસાના નગર વડનગર, ત્યાર બાદ બહુચરાજીમાં થયેલા વિકાસના દર્શન કરાવ્યા છે. આગળ તમને બહુચરાજી મંદિર, મોઢેરા, ઊંઝા, અંબાજી, માઉન્ટ આબુ, ઉદેપુર, ઉજ્જૈન, શિવપુરી, ગ્વાલિયર, ઝાંસી, લખનઉ, અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસીના પણ ભવ્ય વારસાના દર્શન કરાવીશું.

આ પણ વાંચો : BSF વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ, Photos

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter