Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રેમિકાને પામવા છોકરીમાંથી છોકરો બની, બનતા લાગશે દોઢ વર્ષ

05:37 PM Apr 22, 2023 | Vipul Pandya

પ્રખ્યાત શાયર મિર્ઝા ગાલિબનો એક પ્રખ્યાત શેર છે, ‘યે ઇશ્ક નહીં આસન, ઇતના હી સમજ લિજે, એક આગ કા દરિયા હે ઓર ડૂબકે  જાના હૈ ‘ આ શેર ઘણા વર્ષો પહેલા લખાયેલો છે, પણ પ્રેમ કાલે પણ  સહેલો ન હતો અને આજે પણ સરળ નથી. જેઓ પ્રેમ કરે છે તેમના માટે હંમેશા કોઇને કોઇ મુશ્કેલીઓ ઊભી થાય છે. પરિવારના સભ્યો, સમાજ, કાયદો પણ ઘણીવાર અજાણ રહે છે કે પ્રેમીઓ કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક સાચા પ્રેમની કહાની દુનિયા સામે આવી રહી છે. અહીં બે છોકરીઓ સાચા પ્રેમમાં પડી હતી. આ પ્રેમને સાકાર કરવા એક છોકરીએ પોતાની જાતિ બદલાવી દીધી અને છોકરીમાંથી છોકરો બની ગયો.

શરીર પર વિવિધ સર્જરી કરવામાં આવી
મીડિયા રિપોર્ટ અનુસાર, ડોક્ટરોની આખી ટીમે આ છોકરીના શરીરમાં સર્જરી કરીને ઘણાં ફેરફાર કર્યા છે. આ માટે તેના શરીર પર વિવિધ સર્જરી કરવામાં આવી હતી. આ સમગ્ર સર્જરી કરવામાં દોઢ વર્ષ જેટલો સમય લાગશે. હાલમાં આ છોકરીની આ મહિના અંતે તેની અંતિમ સર્જરી થશે, જેમાં બાકીના શરીરને છોકરીમાંથી છોકરામાં તબદીલ કરવામાં આવશે. ડૉક્ટરોનું કહેવું છે કે આ સર્જરી પછી તે સંપૂર્ણપણે છોકરીમાંથી છોકરો બની જશે.
પરિવારના સભ્યોએ સંબંધ સ્વીકાર્યો ન હતો
જ્યારે તેમના પરિવારના સભ્યોને બંને યુવતીઓ વચ્ચેના પ્રેમની જાણ થઈ ત્યારે તેઓએ તેમના સંબંધોને સ્વીકાર્યા ન હતા. પરિવારજનોએ બંનેને ખૂબ સમજાવ્યા. પરંતુ બંને એકબીજાંથી દૂર થવાં સહમત ન થયા. દરમિયાન, આ સંબંધને જીવાડવા એક છોકરીએ તેના પ્રેમ ખાતર તેનું લિંગ બદલવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેણે એસઆરએન હોસ્પિટલના ડોક્ટરો સાથે આ અંગે વાત કરી. ડોકટરોની સાયકોલોજીકલ ટેસ્ટ બાદ  તેણે પોતાનું લિંગ બદલવાની પ્રક્રિયા શરૂ કરી.
દાઢી-મૂંછ પણ આવવા લાગશે
ડોક્ટર્સે જણાવ્યું કે લિંગ પરિવર્તન બાદ આ છોકરી સંતાન પેદા કરી શકતી નથી.  પંરંતુ તે સંપૂર્ણ રીતે તેનો શારિરિક દેખાવ છોકરા જેવો થઇ જશે. એટલું જ નહીં તેને દાઢી અને મૂંછ પણ આવવા લાગશે. આટલું જ નહીં, તેને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન થેરાપી આપવામાં આવશે જેથી અંદર રહેલા પુરુષાર્થને જાગૃત કરી શકાય. તેના હાવભાવમાં પણ ફેરફાર થશે. ડોક્ટરના જણાવ્યા અનુસાર તેનું પહેલું ઓપરેશન હમણાં જ થયું છે. ડોક્ટરોએ જણાવ્યું કે તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે. પ્રક્રિયામાં આગળ વધતા પહેલાં દરેક સ્ટેજ પર તેનું મેન્ટલ કાઉન્સલીંગ પણ કરવામાં આવશે. સાથે જ તેનું શારિરિક  ચેકઅપ પણ કરવામાં આવશે અને જો તે ફિટ જણાય તો જ આ સર્જરી કરવામાં આવશે.