+

કરનાલમાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયાર-વિસ્ફોટકો મળ્યા

કરનાલ જિલ્લા પોલીસે દિલ્હીમાં હડકંપ મચાવનાર મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મળતી માહિતી મુજબ, હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ 31 કારતૂસ અને 3 IED મળી આવ્યા છે. આઈબીની સૂચના પર કરનાલ પોલીસે ગુરુવારે બસ્તરા ટોલ નજીકથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસને કારમાં મોટી માત્રામાં વિસ્ફોટક હોવાની માહિતી મળી હતી.પોલીસનà
કરનાલ જિલ્લા પોલીસે દિલ્હીમાં હડકંપ મચાવનાર મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મળતી માહિતી મુજબ, હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ 31 કારતૂસ અને 3 IED મળી આવ્યા છે. આઈબીની સૂચના પર કરનાલ પોલીસે ગુરુવારે બસ્તરા ટોલ નજીકથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસને કારમાં મોટી માત્રામાં વિસ્ફોટક હોવાની માહિતી મળી હતી.
પોલીસને ચેકીંગ કરી રહી હતી ત્યારે બોરીઓમાં ભરેલા હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. એસપીએ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. આતંકવાદીઓ ઈનોવા બસતાડા ટોલ પાર કરીને મધુબન પહોંચ્યા હતા. આ સમયે  આરોપી કરનાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  તમામ આરોપીઓ પંજાબના છે અને  20 થી 22 વર્ષની ઉમરના છે. તમામ નાંદેડ જઈ રહ્યા હતા.
કરનાલના એસપી ગંગારામ પુનિયાએ જણાવ્યું હતું કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, પોલીસે ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ ફિરોઝપુર અને એક લુધિયાણાનો છે. આરોપીઓની ઓળખ ગુરપ્રીત, અમનદીપ, પરમિંદર અને ભૂપિન્દર તરીકે થઈ છે. તેણે કહ્યું કે આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા એક વ્યક્તિના સંપર્કમાં હતા. જેણે તેમને  અદિલાબાદ, તેલંગાણામાં  હથિયારો અને દારૂગોળોઆપવાનું કહ્યું હતું. આરોપી ગુરપ્રીતને ફિરોઝપુર જિલ્લામાં ડ્રોન દ્વારા સરહદ પારથી મોકલવામાં આવેલ વિસ્ફોટક મળ્યા હતા. અગાઉ તેઓએ નાંદેડમાં વિસ્ફોટકો ફેંક્યા હતા. આ મામલે FIR નોંધવામાં આવી છે.
Whatsapp share
facebook twitter